SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ઠાણ- ૬ -૫૮૨ થયા હતા. શ્રમણ ભગવાન મહાવીરને જ્યારે કેવલ જ્ઞાન ઉત્પન્ન થયું હતું તે સમયે નિર્જલ ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. શ્રમણ ભગવાન મહાવીર જ્યારે સિદ્ધ યાવતુ સર્વ દુખથી મુક્ત થયા તે સમયે ચૌવિહાર છઠ્ઠભક્ત હતો. પિ૮૩]સનકુમાર અને મહેન્દ્રકલ્પ- દેવલોકમાં વિમાન છસો યોજન ઉંચા છે. સનકુમાર અને મહેન્દ્રકલ્પમાં ભવધારણીય શરીરની અવગાહના છ હાથની છે. [૫૮૪]ભોજનનો પરિણામ છ પ્રકારનો છે.–મનોજ્ઞ-મનને સારું લાગવાવાળો. રસિક–માધુર્યાદિરસથી યુક્ત. પ્રીણનીય-તૃપ્તિ કરવાવાળો. વૃહણીય-શરીરની વૃદ્ધિ કરવાવાળો. દીપનીય-જઠરાગ્નિ પ્રદીપ્ત કરવાવાળો. મદનીય-કામોત્તેજક. વિષનું પરિણામ છ પ્રકારે કહેલ છે–દષ્ટ-સર્પ આદિના ડંખથી પીડા પહોંચાડવા વાળો, ભક્ત-ખાવા પર પીડા પહોંચાડવાવાળો, નિયતિત-શરીર પર પડતાંજ પીડિત કરવાવાળો, માંસાનુસારી- માંસમાં વ્યાપ્ત થવાવાળો, શોણિતાનુસારી-લોહી સુધી વ્યાપ્ત થવાવાળો. અસ્થિમજ્જાનુસારી-હાડકા અને ચરબીમાં વ્યાપ્ત થવાવાળું. ૫૮૫)પ્રશ્ન છ પ્રકારે છે. સંશય પ્રશ્ન-કોઈક અર્થમાં સંશય પડવાથી પુછાતો પ્રશ્ન મિથ્યાભિનિવેશ પ્રશ્ન-બીજાના પક્ષને દોષ દેવા માટે પુછાય તેનો પ્રશ્ન, અનુયોગી પ્રશ્ન પ્રરૂપણાને માટે જે ગ્રંથકાર પોતે જ પ્રશ્ન કરે છે તે, અનુલોમ પ્રશ્ન-બીજાને અનુકૂળ કરવા માટે જે પ્રશ્ન કરાય તે, તથાજ્ઞાન પ્રશ્ન-અતથાજ્ઞાન પ્રશ્ન-અજ્ઞ વ્યક્તિ વડે પૂછેલા પ્રશ્ન. [૫૮૬ચમચંચા રાજધાનીમાં ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ છ માસનો છે. પ્રત્યેક ઈન્દ્રસ્થાનમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સપ્તમપૃથ્વી તમસ્તમામાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. સિદ્ધગતિમાં ઉપપાતવિરહ ઉત્કૃષ્ટ છ માસનો છે. [૫૮૭ આયુષ્યનો બંધ છ પ્રકારનો કહેલ છે. યથા-જાતિનામનિધત્તાયુજાતિનામકર્મની સાથે સમયે સમયે ભોગવવાને માટે આયુકર્મના દલિકોની નિષેક રચના. ગતિનામનિધત્તાયુ-ગતિનામકર્મની સાથે પૂર્વોકત નિષેકરચના. સ્થિતિનામનિધત્તાયુ-સ્થિતિની અપેક્ષાએ નિષેકરચના. અવગાહનાનામનિધત્તાયુ- જેમાં આત્મા રહે તે અવગાહના તે ઔદારિક શરીર આદિની હોય છે, તેથી શરીરનામ કર્મની સાથે પૂર્વોકત રચના. પ્રદેશનામનિધત્તાયુ- પ્રદેશરૂપ નામ કર્મની સાથે પૂર્વોકત રચના. અનુભાવનામનિધત્તાયુ-અનુભવ વિપાક રૂપ નામ કર્મ સાથે પૂર્વોકત રચના નૈરયિકોને છ પ્રકારના આયુનો બંધ કહેલો છે. જાતિનામ નિધત્તાયુ યાવત્ અનુભાવનામ નિધત્તાયુ વૈમાનિકો સુધી બધા દંડકોમાં એમ જ જાણવું. નૈરયિક છ માસ આય શેષ રહેવા પર પરભવનું આયુ બાંધે છે. અસુરકુમારોથી લઈ સ્વનિતકુમારો પણ છ માસ આયુ શેષ રહેવા પર પરભવનું આયુષ્ય બાંધેછે. અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંશી પંચેન્દ્રિય તિર્યંચો પણ નિયમથી ભૂજ્યમાન આયુ છ માસ શેષ રહેવા પર પરભવ સંબંધી આયુ બાંધે છે. એવી રીતે અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો માટે સમજવું. વાણવ્યન્તર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનો આયુષ્યબંધ નારકોની સમાન સમજવો. [૫૮૮]ભાવ છ પ્રકારના છે. જેમકે ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, લાયોપશમિક,પારિણામિક અનેસાન્નિપાતિક. [૫૮૯]પ્રતિક્રમણ છ પ્રકારના છે. જેમકે- ઉચ્ચારપ્રતિક્રમણ-મલને પરઠવીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy