SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસી-૩ ૩૨૯ યોગ હોવો જોઈએ તે નક્ષત્રનો તે જ તિથિમાં યોગ હોયછે. (કાર્તિકમાં કૃતિક આદિ) જેમાં ઋતુઓનું પરિણમન ક્રમથી થતું રહે છે અને જેમાં શરદી ગરમીનું પ્રમાણ બરાબર રહે છે અને જેમાં વર્ષો સારી રહે છે તે નક્ષત્ર સંવત્સર કહેવાય છે. જેમાં બધી પૂર્ણીમાઓમાં ચન્દ્રનો યોગ રહે છે. જેમાં નક્ષત્રની વિષમ ગતિ હોય છે. જેમાં અતિ ઠંડી અને અતિ તાપ પડે છે અને જેમાં વર્ષો અધિક હોય છે તે ચંદ્રસંવત્સર કહેવાય છે. જેમાં વૃક્ષોનું યથાસમય પરિણમન હોતુ નથી ઋતુ વિના ફળ આવે છે અને વષ પણ થતી નથી તે કર્મ સંવત્સર અથવા ઋતુસંવત્સર કહેવાય છે. જેમાં પૃથ્વી, જલ, પુષ્પ અને ફળોને સૂર્ય રસ આપે છે અને થોડી વષથી પણ પાક સારો હોય છે. તે આદિત્ય સંવત્સર કહેવાય છે. જેમાં ક્ષણ, લવ, દિવસ અને ઋતુ સૂર્યથી તપેલા રહે છે અને જેમાં સદા ધૂળ ઉડતી રહે છે. તે અભિવર્ધિત સંવત્સર કહેવાય છે. [૫૦૪]શરીરમાંથી જીવને નીકળવાના પાંચ માર્ગ હોય છે, જેમકે પગ ઉરુ, વક્ષસ્થળ, મસ્તક, સર્વાગ. પગથી નીકળે તો જીવ નરકગતિગામી થાય છે. સાથળથી નીકળવા પર જીવ તિર્યંચગતિ-ગામી વક્ષસ્થળથી નીકળવા પર જીવ મનુષ્યગતિમાં મસ્તકથી નીકળવા પર દેવલોકમાં સર્વાગથી નીકળતા જીવ મોક્ષગામી થાય. [૫૦]છેદન પાંચ પ્રકારના છે. ઉત્પાદછેદન, નવીન પયય ઉત્પન્ન થવાથી, પૂર્વપયિનું છેદન વ્યય છેદન-પૂર્વ પયયનો વ્યય બંધ છેદન-જીવની અપેક્ષાએ કર્મનું છેદવું પ્રદેશ છેદન-જીવને જ નિવિભાગ અવયવરૂપ પ્રદેશથી બુદ્ધિવડે જુદું કરવું. દ્વિધાકાર-જીવાદિ દ્રવ્યોના બે વિભાગ કરવા . આનંતર્ય પાંચ પ્રકારના છે, જેમકે–ઉત્પાદનાન્તર્ય ઉત્પાદનો નિરંતર અવિરહ દેવ નરકગતિમાં અસંખ્યાત સમય- નો હોય. વ્યયાનન્તર્ય-વ્યયનો નિરંતર અવિરહ દેવ નરકગતિનો અસંખ્યાત સમયનો હોય. પ્રદેશાનન્તર્ય-પ્રદેશનો નિરંતર અવિરહ જીવપ્રદેશો સાથે કર્મોનો અવિરહ. સમયાનન્તર્ય-સમયનો નિરંતર અવિરહ સામાન્યાનન્તર્ય-ઉત્પાદ આદિ વિશેષનો અભાવમાં જે નિરંતર અવિરહ. અનંત પાંચ પ્રકારના છે. જેમકે નામ અનંત, સ્થાપના અનંત, દ્રવ્ય અનંત, ગણના અનંત, પ્રદેશાનંત. અનંતક પાંચ પ્રકારે છે. જેમ કે એકત-અનંત દીર્ઘતાની અપેક્ષાએ જે અનંત છે. એક શ્રેણીનું ક્ષેત્ર. દ્વિઘા અનંતક-લંબાઈ અને પહોળાઈની અપેક્ષા એ જે અનંત છે. દેશ વિસ્તાર અનંતક-ચક પ્રદેશથી પૂર્વ આદિ કોઈ દિશામાં દેશનો જે વિસ્તાર છે. સર્વ વિસ્તાર અનંતક-અનંત પ્રદેશી સંપૂર્ણ આકાશ શાશ્વતાનંતક-અનંત સમયની સ્થિતિવાળા જીવાદિ દ્રવ્ય [૫૦]જ્ઞાન પાંચ પ્રકારના છે અભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન મનપર્યવજ્ઞાન,કેવળજ્ઞાન [૫૦૭જ્ઞાનવરણીય કર્મ પાંચ પ્રકારના છે જેમકે– અભિનિબોધિક જ્ઞાનાવરણીયકર્મ યાવત કેવળજ્ઞાનવરણીયકર્મ [પ૦૮]સ્વાધ્યાય પાંચ પ્રકારના છે, જેમકે વાચના. પૃચ્છના. પરાવર્તના. અનુપ્રેક્ષા. ધર્મકથા. [૫૯]પ્રત્યાખ્યાન પાંચ પ્રકારના છે શ્રદ્ધાશુદ્ધ, વિનયશુદ્ધ, અનુભાયણાશુદ્ધ, અનુપાલના શુદ્ધ, ભાવશુદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy