SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસો-૩ ૩૨૭ અજીવ શાશ્વત અને અવસ્થિત છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે. ક્ષેત્રથીલોકપ્રમાણ છે. કાલથી-અતીતમાં કયારેય નહીં હતો એમ નથી યાવત્ નિત્ય છે. ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. ગુણથી ગ્રહણ ગુણ છે. [૪૮૦]ગતિ પાંચછે, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધગતિ. ૪િ૮૧] ઈન્દ્રિઓના પાંચ વિષય છે, જેમકે શ્રોત્રેજિયનો વિષય શબ્દ યાવત સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. મુંડ પાંચ પ્રકારે છે. શ્રોત્રોન્દ્રિયમુંડ યાવત્ સ્પર્શેન્દ્રિયમુંડ અથવા મુંડ પાંચ પ્રકારના છે,ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ શિરમુંડ | [૪૮૨]અધોલોકમાં પાંચ બાદર કાયિક જીવો છે, પૃથ્વીકાયિક, અપકાયિક વાયુકાયિક, સ્નાતક પાંચ પ્રકારના છે, શરીરહિત,અતિચારરહિત, કમરહિત, શુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક અહંન્તજિન કેવલી, અપરિશ્રાવી. ૪િ૮૪)નેગંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના વસ્ત્રોનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે જાંગિક-કંબલ આદિ, ભાંગમિક-અલસિનું વસ્ત્ર, સાનકશણના સુત્રનું વસ્ત્ર, પોતક કપાસનું વસ્ત્ર, તિરીડયપદ-વૃક્ષની છાલનું વસ્ત્ર. નિગ્રંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના રજોહરણનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે ઓર્ણિક-ઊનનું બનેલું, ઔષ્ટ્રિક-ઉંટનાવાળોનું બનેલું, શાનક-શણનું બનેલું, બલ્વજઘાસની છાલથી બનેલું, મુંજનું બનેલું. [૪૮૫]ધર્મનું આચરણ કરનાર પુરૂષને માટે પાંચ આલંબન સ્થાન છે, જેમકેછકાય, ગણ, રાજા, ગૃહપતિ, શરીર. [૪૮]નિધિ પાંચ પ્રકારના છે, જેમકે-પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ, ધાન્યનિધિ. . [૪૮૭]શૌચ પાંચ પ્રકારના છે, જેમકે પૃથ્વીશૌચ, જલશૌચ, અગ્નિશૌચ, મંત્રશૌચ. બ્રહ્મશૌચ [૪૮૮]આ પાંચ સ્થાનોને છાસ્થ પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી. જેમકે- - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ. પરમાણુ પુદગલ. પણ આ પાંચ સ્થાનોને કેવલજ્ઞાની પૂર્ણરૂપથી જાણે છે અને દેખે છે. [૪૮૯] અધોલોક માં પાંચ ભયંકર મોટી-મોટી પાંચ નરકો છે કાળ, મહાકાળ, રૌરવ, મહારોરવ, અપ્રતિષ્ઠાન. ઉદ્ગલોકમાં પાંચ મહાવિમાન છે, જેમકે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્થ સિદ્ધ મહાવિમાન. [૪૦]પુરુષ પાંચ પ્રકારના છે, જેમકે-વ્હીસત્ત્વ- લજ્જાથી ઘેર્ય રાખવાવાળા. હીમનઃસત્ત્વ-–લજ્જાથી મનમાં ધૈર્ય રાખવાવાળા. ચલસત્ત્વ - - અસ્થિર ચિત્તવાળા. સ્થિરસત્ત્વ -- સ્થિર ચિત્તવાળા. ઉદાત્ત સત્ત્વ- - વધતા ધૈર્યવાળા. [૪૯૧મત્સ્ય પાંચ પ્રકારના છે, જેમ કે અનુશ્રોતચારી-પ્રવાહના વહેણની દિશામાં ચાલનારો. પ્રતિશ્રોતચારી- પ્રવાહના વહેણની વિરુદ્ધ દિશામાં જનાર. અંતચારી–પ્રવાહના કિનારે કિનારે ચાલનાર. પ્રાન્તચારી-પ્રવાહની મધ્યમાં ચાલનાર. સર્વચારી-સર્વત્ર ચાલનાર. એ પ્રમાણે ભિક્ષુ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે અનુશ્રોતચારી યાવતું સર્વશ્રોતચારી ઉપાશ્રયની નજીકથી ક્રમશઃ અન્ય ઘરોમાં ભિક્ષા પ્રાપ્ત કરનારો અનુશ્રોતચારી, દૂર ઘરથી શરૂ કરી ક્રમશઃ ઉપાશ્રયની નજીક સુધી ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy