SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદ્દેસો-૨ ૩૨૧ ઐરાવતી મહી. પણ પાંચ કારણોથી પાર કરવી કલ્પે છે. જેમકે- ક્રુધ્ધ રાજાઆદિ અથવા ક્રૂરજનોનાં ભયથી, દુર્ભિક્ષ થવા૫૨, કોઇ વ્યથા પહોંચાડી રહ્યું હોય, નદીના વેગવાળા પ્રવાહમાં તણાતી વ્યક્તિને કાઢવાને માટે. કોઇ મોટા અનાર્ય વડે પીડા પહોંચાડવા પર. [૪૫૧] નિગ્રંથ નિગ્રંથીઓને પ્રથમ વર્ષાકાલમાં ગ્રામાનુગામ વિહાર કરવો કલ્પે નહિ. પરંતુ પાંચ કારણોથી કલ્પે છે. ક્રોધિત રાજા આદિ અથવા ક્રૂરજનોના ભયથી વિહાર કરવો પડે યાવત્ કોઇ મોટા અનાર્યવડે પીડા પહોંચાડવા પર વિહાર કલ્પે. વર્ષવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કલ્પતો નથી. પરંતુ પાંચ કારણોથી વિહાર કરવો કલ્પે છે જેમ કે- જ્ઞાનપ્રાપ્તિને માટે. દર્શનની પૃષ્ટિને માટે, ચારિત્રની રક્ષાને માટે, આચાર્ય અથવા ઉપાધ્યાયનું મરણ થવા પર અન્ય આચાર્યાદિ આશ્રયમાં જવા માટે, આચાર્યાદિના મોકલવાથી તે ક્ષેત્રની બહાર રહેલા આચાર્યાદિની સેવાને માટે. [૪૫૨] પાંચ અનુાતિક કહેલ છે. હસ્તકર્મ કરનારને, મૈથુનસેવન કરનારને, રાત્રિભોજન કરનારાને, સાગરિકના ઘરનો લાવેલો આહાર ખાનારને રાજપિંડ ખાવાવાળાને. [૪૫૩] પાંચ કારણોથી શ્રમણ નિથ અંતપુરમાં પ્રવેશ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે- નગર ચોતરફ પરચક્રથી ઘેરાઈ ગયું હોય અથવા આક્રમણના ભયથી નગરના દ્વાર બંધ કરી દીધા હોય અને શ્રમણ બ્રાહ્મણ આહાર-પાણીને માટે ક્યાંય જઈ ન શકે તો શ્રમણ નિગ્રંથ અન્તઃપુરમાં સૂચના દેવા જઇ શકે છે. પ્રતિહારિક (જે વસ્તુ લઇને પાછી અપાય) પીઠ એટલે પાટફલક-સહારો દેવાનું પાટિયું સંસ્તારક આદિ વસ્તુઓ માટે અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. દુષ્ટ અશ્વ અથવા ઉન્મત્ત હાથીની સામે આવવા પર ભયભીત થયેલ શ્રમણ નિગ્રંથ અંતઃપુરમાં જઇ શકે છે. કોઇ બલવાન અધિકારી ચોર માની પરાણે પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે તો જઇ શકે છે. નગરથી બહાર ઉદ્યાનમાં ગયેલ સાધુને જો અંતઃપુરવાળા ઘેરીને ક્રીડા કરે તો તે શ્રમણ અંતપુરમાં પ્રવિષ્ટ મનાય છે. [૪૫૪] પાંચ કારણ વડે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ ન કરવા પર પણ ગર્ભને ધારણ કરે છે. જેમકે- કોઇ સ્ત્રી વસ્ત્રરહિત હોય અને પુરૂષના સ્ખલીત વીર્યવાળા સ્થાન ઉપર બેઠેલી હોય ત્યારે પુરૂષના પતિત વીર્યના પુદ્ગલોયોનિમાં પ્રવિષ્ટ થઇ જાય તો. પુરૂષના વીર્યથી ખરડાયેલ વસ્ત્ર યોનિમાં પ્રવેશ કરે તો. પુત્રની કામનાવાળી સ્ત્રી કોઇ પુરૂષના પતિત વીર્યને પોતાની યોનિમાં પ્રવિષ્ટ કરાવે તો. બીજાના કહેવાથી શુક્રાણુઓને યોનિમાં પ્રવેશ કરાવે તો તળાવ વગેરેના શીતળ જલમાં કોઇ સ્ત્રી જાય અને તે જળમાં કોઇ પુરૂષના શુક્ર પુદ્ગલો હોય તે સ્ત્રીની યોનિમાં દાખલ થઇ જાય તો. પાંચ કારણો વડે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી યથા યૌવનાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલી, જેની યૌવનાવસ્થા વ્યતીત થઇ ગઇ તે એટલે કે વૃદ્ધા, જે જન્મથી વંધ્યા છે. તે જે રોગી હોય તે, જેનું મન શોકથી સંતપ્ત હોય તે. પાંચ કારણોથી સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભને ધારણ કરી શકતી નથી. જેમ કે- જેને નિત્ય રજસ્રાવ થાય તે. જે સ્ત્રી સદૈવ રજસ્રાવથી રહિત હોય તે. જેનાં ગર્ભાશયનું દ્વાર રોગથી બંધ થઇ ગયું હોય તે. જેના ગર્ભાશયનું દ્વાર રોગથી ગ્રસિત થઇ 21 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy