SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-૩ ૨૯૯ [૩પપ લોક ચાર અસ્તિકાય રૂપ દ્રવ્યોથી વ્યાપ્ત કહેલ છે- ધમસ્તિકાય અધમસ્તિકાય જીવાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય. ઉત્પાદ્યમાન ચાર બાદરકાયથી આ લોક વ્યાપ્ત છે. પૃથ્વીકાયિકોથી અપકાયિકોથી વાયુકાયિકોથી વનસ્પતિ- કાયિકોથી. [૩૫] સમાન પ્રદેશવાળા દ્રવ્ય ચાર છે- ધમસ્તિકાય, અધમસ્તિકાય, લોકાકાશ અને એક જીવ. [૩પ૭] પૃથ્વીકાયાદિ ચારેનું શરીર એવું છે, જે આંખોથી જોઈ શકાતું નથી. જેમકે- પૃથ્વીકાયનું અપકાયનું તેઉકાયનું અને વનસ્પતિકાયનું. [૩પ૮] ચાર ઇન્દ્રિયોનો વિષય ઇન્દ્રિયોની સાથે સૃષ્ટ થઈને ગ્રાહ્ય થાય છે. જેમકેશ્રોત્રેન્દ્રિય ધ્રાણેન્દ્રિય જિલૅન્દ્રિય સ્પર્શેન્દ્રિય. [૩પ૯] જીવ અને પુદ્ગલ ચાર કારણોથી લોકથી બહાર અલોકમાં જઈ શકવા. સમર્થ નથી. ગતિનો અભાવ હોવાથી, ગતિસાધક કારણનો અભાવ હોવાથી, સ્નિગ્ધતાથી રહિત હોવાથી અને લોકની મર્યાદા હોવાથી. [૩૬] જ્ઞાત (દૃષ્ટાન્ત) ચાર પ્રકારના છે- આહારણ :- જે વૃત્તથી અવ્યક્ત અર્થ વ્યક્ત કરાય છે. આહરણ તદ્દેશ - જે દ્રષ્ટાન્તથી વસ્તુના એક દેશનું પ્રતિપાદન કરાય છે. આહારણતદ્દોષ - જે દ્રષ્ટાન્તથી સદોષ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરાય છે. ઉપન્યાસોપનય - જે દ્રષ્ટાન્તથી વાદી વડે સ્થાપિત સિદ્ધાન્તનું નિરાકરણ કરાય છે. આહારણના ચાર પ્રકારો છે. અપાય - અમુક દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવમાં વિઘ્ન બાધા બતાવવાળું દ્રષ્ટાન્ત. ઉપાય - દ્રવ્યાદિથી કાર્ય સિદ્ધિ બતાવવાળુ દ્રષ્ટાન્ત. સ્થાપનાકર્મ - દ્રષ્ટાત્તથી પરમતને દૂષિત સિદ્ધ કરીને સ્વમતને નિર્દોષ સિદ્ધ કરાય. પ્રત્યુત્પન્નવિનાશી - જે દ્રષ્ટાન્તથી તત્કાલ ઉત્પન્ન વસ્તુનો વિનાશ સિદ્ધ કરાય. આહારણતદેશના નીચે પ્રમાણે ચાર પ્રકાર છે- અનુશિષ્ટ :- સદ્દગુણોની સ્તુતિથી ગુણવાનના ગુણોની પ્રશંસા કરવી. ઉપાલંભ - અસત્ કાર્યોમાં પ્રવૃત્ત મુનિને દૃષ્ટાન્તથી ઉપાલંભ દેવો. પૃચ્છા- કોઈ જિજ્ઞાસુ વૃત્તને આપી પ્રશ્ન પૂછે. નિશ્રાવચન એક વ્યક્તિનું ઉદાહરણ આપીને બીજાને બોધ દેવો. આહારણ તદ્દોષના ચાર પ્રકાર છેઅધર્મયુક્ત- જે દ્રષ્ટાન્તથી પાપ કાર્ય કરવાનો સંકલ્પ ઉત્પન્ન થાય છે. પ્રતિલોમ- જે દ્રષ્ટાન્તથી, “જેવા સાથે તેવા” કરવાનું શિખવાડાય છે. આત્મોપનીત- પરમતને દૂષિત સિદ્ધ કરવાને માટે જે દૃષ્ટાન્ત દેવાય તેથી સ્વમત પણ દૂષિત સિદ્ધ થઈ જાય છે. દુરૂપનીત- જે દૃષ્ટાન્તમાં દુર્વચનોનો પ્રયોગ કરાય. ઉપન્યાસોપનયના પણ ચાર પ્રકાર કહેલ છે- વાદી જે દ્રષ્ટાન્તથી પોતાના મતની સ્થાપના કરે પ્રતિવાદીપણ તેજ દ્રાન્તથી પોતાના મતની સ્થાપના કરે. વાદી દ્રષ્ટાન્તથી જે વસ્તુને સિદ્ધ કરે પ્રતિવાદી તે જ દૃષ્ટાન્તથી ભિન્ન વસ્તુ સિદ્ધ કરે. વાદી જેવું દ્રષ્ટાન્ત કહે, પ્રતિવાદીને પણ તેવા જ દ્રષ્ટાંત આપવાને માટે કહે. પ્રશ્નકર્તા જે દ્રષ્ટાન્તનો પ્રયોગ કરે છે. ઉત્તરદાતા પણ તેજ દ્રષ્ટાન્નનો પ્રયોગ કરે છે. હેતુ ચાર પ્રકારના કહેલ છે. જેમકેવાદીનો સમય વ્યતીત કરનારો હેતુ. વાદી વડે સ્થાપિત હેતુની સદશ હેતુની સ્થાપના કરવાવાળો હેતુ. શબ્દના છલથી બીજાને વ્યામોહ ઉત્પન્ન કરવાવાળો હેતુ, ધુર્ત વડે અપહૃત વસ્તુને ફરી પ્રાપ્ત કરી શકે એવો હેતુ. હેતુ ચાર પ્રકારના છે- જે હેતુ આત્માથી જણાય અને જે હેતુ ઇન્દ્રિયોથી જણાય, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy