SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ઠાણું-૪/૨/૩૨૯ વન,આમ્રવન. તે પુષ્કરણીઓના મધ્યભાગમાં ચાર દધિમુખ પર્વતો છે. તેમની ઉંચાઈ ૬૪000 યોજન અને ભૂમિમાં ૧૦૦૦ યોજનની છે. તે પર્વતો સર્વત્ર પત્યેકની સમાન આકારવાળા છે. તેમની પહોળાઈ ૧૦૦૦૦ યોજનની છે. અને ઘેરાવો ૩૧૬૨૩ યોજનનો છે. તે બધા રત્નમય છે યાવત્ રમણીય છે. તે દધિમુખ પર્વતોનો ઉપરનો ભાગ સમતલ છે. શેષ સમગ્ર કથન અંજનક પર્વતોની સમાન કહેવું જોઈએ યાવતુ ઉત્તરમાં આમ્રવન છે ત્યાં સુધી. દક્ષિણ દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં ચાર નંદા પુષ્કરણીઓ છે. ભદ્રા, વિસાલા, કુમુદ, અને પુંડરીકિણી, પૂર્વવત્ પુષ્કરણીઓનું શેષ વર્ણન-યાવતુ - દધિમુખપર્વત વનખંડ પર્વત સુધી પૂર્વવત્ કહેવું. પશ્ચિમ દિશાના અંજનક પર્વતોની ચારેય દિશાઓમાં ચાર નિંદા પુષ્કરણીઓ છે.નંદિસેના. અમોઘા, ગોપા. ને સુદર્શના. શેષ વર્ણન પૂર્વવતુ સમજવું- દધિમુખ પર્વતો, સિદ્ધાયતનો યાવતું વનખંડો પહેલાની જેમ જ જાણવા. ઉત્તર દિશાના અંજનક પર્વતની ચારે દિશાઓમાં પણ ચાર નંદા, પુષ્કરણીઓ છે. તેમના નામ વિજ્યા, વૈજયન્તી, જયન્તી, અપરાજિતા, શેષ વર્ણન પૂર્વવતુ ચક્રવાલ વિધ્વંભવાળા નંદીશ્વરદ્વીપની મધ્યભાગમાં ચાર વિદિશાઓમાં ચાર રતિકર પર્વતો છે જેમકે- ઉત્તર પૂર્વમાં દક્ષિણ પૂર્વમાં દક્ષિણ પશ્ચિમમાંઉત્તર પશ્ચિમ માંતે બધા રતિકર પર્વતો ૧000 યોજન ઉંચા છે. ૧૦00 ગાઉ ભૂમિમાં ઉંડા છે. ઝાલરની જેમ સર્વત્ર સમ સંસ્થાનવાલા છે. ૧૦000 યોજન તેની ચૌડાઇ છે. ૩૧૬૨૩ યોજન તેની પરિધિ છે. દરેક રત્નમય છે સ્વચ્છ છે. યાવતુ-રમણીય છે. ઉત્તર પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઈશાનેન્દ્રની ચાર અગ્રમહિષી ઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ આ છે. નંદુત્તરા, નંદા, ઉત્તરકુરા અને દેવકુરા. ચાર અગ્રમહિષિઓના નામ- કૃષ્ણા, કૃષ્ણરાજા, રામાં અને રામરક્ષિતા આ ચાર અઝમહિષિઓની ઉપરની ચાર રાજધાનીઓ છે. દક્ષિણ પૂર્વમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે. તેના નામ શ્રવણ, સૌમનસા, અર્ચોમાલી અને મનોરમાં. ચાર અગ્રમહિષીઓના નામ પદ્મા, શિવા, શચી, અંજૂ. આ અગ્રમહિષી- ઓની અનુક્રમથી ઉપરની રાજધાનીઓ છે. દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ શકેન્દ્રની ચાર અઝમહિષીઓની જંબૂદ્વીપ જેટલી મોટી ચાર રાજધાનીઓ છે, તેના નામ ભૂતા, ભૂતાવતંસા, ગોસ્તૂપા, સુદર્શના. અગ્નમહિષીઓ-અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. આ ચાર અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. ઉત્તર-પશ્ચિમમાં સ્થિત રતિકર પર્વતની ચારે દિશાઓમાં દેવેન્દ્ર દેવરાજ ઇશાનેન્દ્રની ચાર અઝમહિષીઓની જમ્બુદ્વીપ જેટલી મોટી રાજધાનીઓ છે રત્ના, રત્નોચ્ચયા, સર્વરત્ના અને રત્નસંચયા. અગ્રમહિષીઓવસુ, વસુગુપ્તા, વસુમિત્રા અને વસુંધરા. આ અગ્રમહિષીઓની ઉપરની રાજધાનીઓ છે. [૩૩] સત્ય ચાર પ્રકારના છે નામસત્ય, સ્થાપના સત્ય, દ્રવ્યસત્ય, ભાવસત્ય. [૩૩૧]આજીવિકા મતવાળાઓના તપ ચાર પ્રકારે છે, જેમકે-ઉગ્રતપ ઘોરતપ. રસનિહ (રસત્યાગ)તપ, જિલૅન્દ્રિય પ્રતિસલીનતા. [૩૩૨]સંયમ ચાર પ્રકારના છે. જેમકે- મનસંયમ વચનસંયમ, કાયસંયમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy