SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ ઠા-૪//૩૨૪ તે દ્વીપોની ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં સાતસો સાતસો યોજન જવા પર ચાર અન્તદ્વીપ છે. જેમકે- અશ્વકર્ણદ્વીપ, હસ્તિકર્ણદ્વીપ, અકર્ણદ્વીપ અને કર્ણપ્રાવરણદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્યો છે, જેમકે- અશ્વકર્ણ, હસ્તિક, અકર્ણ અને કર્ણ પ્રાવરણ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં આઠસો-આઠસો યોજન જવા પર ચાર ચાર અન્તર દ્વીપ છે. જેમકે - ઉલ્કામુખદ્વીપ, મેઘમુખદ્વીપ, વિધુભુખદ્વીપ અને વિદુદન્તીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય રહે છે જેમકે- ઉલ્કામુખ મેઘમુખ વિભુખ અને વિદ્યુદત્તમુખ. તે દ્વીપોની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં નવસો નવસો યોજન જવા પર ચાર દ્વીપ જેમકે- ઘનદત્તદ્વીપ, લખદન્ત,દ્વીપ, ગૂઢદન્તદ્વીપ, શુદ્ધદન્તદ્વીપ. તે દ્વીપોમાં ચાર પ્રકારના મનુષ્ય છે, જેમકે- ધનદન્ત, લખન્ત, ગૂઢદંત, શુદ્ધત. જમ્બુદ્વીપવર્તી મેરુ પર્વતના ઉત્તરમાં અને શિખરી વર્ષધર પર્વતની ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ત્રણસો ત્રણસો યોજન જવા પર ચાર અન્તરદ્વીપ છે. અન્તરદ્વીપોના નામો અને ત્યાં રહેનારા મનુષ્યોના નામો ચુલ્લહિમવંત સંબંધી અન્તરદ્વીપો અને ત્યાંના મનુષ્યોમાં નામો પ્રમાણે બધા સમજી લેવા જોઇએ. [૩૨૫] જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચારેય દિશાઓમાં લવણ સમુદ્રમાં ૯૫000 યોજન જવા પર મહાઘટના આકારવાળા મહાપાતાળ કલશ છે જેમકેવલયામુખ, કેતુક, યૂવક અને ઈશ્વર. તે ચાર મહાપાતાલ કળશોમાં એક પલ્યોપમની સ્થિતિ વાળા ચાર મહર્થિક દેવ રહે છે, જેમકે- કાલ, મહાકાલ, વેલમ્બ અને પ્રભંજન. જબૂદ્વીપની બાહ્ય વેદીકાથી ચાર દિશાઓમાં લવણ સમુદ્રમાં ૪૨,000 યોજન જવા પર ચાર વેલન્ધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે, જેમકે- ગૌસ્તુભ, ઉદકભાસ, શંખ, દકસીમ. તે ચાર આવાસ પર્વતો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવ રહે છે, જેમકે- ગોસ્તૂપ, શિવક, શંખ અને મનશિલ. જમ્બુદ્વીપની બાહ્ય વેદિકાથી ચાર વિદિશાઓમાં લવણ સમુદ્રમાં ૪૨,૦૦૦ યોજન જતા અનુવેલંધર નાગરાજાઓના ચાર આવાસ પર્વત છે. કર્કોટક, કર્દમક, કૈિલાશ, અરૂણપ્રભ. તે ચાર આવાસપર્વતોમાં એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્વિક દેવો રહે છે, તે દેવોના નામ પર્વતોની સમાન છે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમાં અતીતમાં પ્રકાશિત થયા હતા. વર્તમાનમાં પ્રકાશિત થાય છે. ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર ચન્દ્રમા અતીતમાં પ્રકાશિત થયા હતા, વર્તમાનમાં થાય છે, ભવિષ્યમાં થશે. લવણ સમુદ્રમાં ચાર સૂર્ય અતીતમાં તપ્યા હતા. વર્તમાનમાં તપે છે. અને ભવિષ્યમાં તપશે. એ પ્રકારે ચાર કૃતિકા યાવતુ ચાર ભાવકેતુ સુધી સૂત્રો કહેવા જોઇએ લવણ સમુદ્રના ચાર દ્વાર છે. તે દ્વારા ચાર યોજન વિખંભવાળા અને ચાર યોજન પ્રવેશવાળા છે. નામ વિજય, વૈજયન્ત, જયન્ત અને અપરાજીત. તે દ્વારો પર એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર મહર્થિક દેવ રહે છે. તેઓના નામ જમ્બુદ્વીપના દ્વારા પર રહેવાવાળા દેવોની સમાન છે. ૩૨] ઘાતકીખંડ દ્વીપનો વલયાકાર વિખંભ ચાર લાખ યોજનનો છે. જમ્બુદ્વીપની બહાર ચાર ભરત ક્ષેત્ર અને બે ઐરાવત ઘાતકીખંડ દ્વીપમાં અને બે-બે અધપુષ્કર દ્વીપમાં છે. એ પ્રકારે પુષ્કરાઘદ્વીપના પૂર્વાર્ધ પર્યન્ત મેરૂચૂલિકા સુધીના પાઠની પુનરાવૃત્તિ કરી અને તેમાં સર્વત્ર ચારની સંખ્યા કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy