SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ઠાણું – ૪/૧/૨૬૨ ૨૭૨ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ દેવી સાથે સંવાસ કરે છે, કોઇ મનુષ્ય અથવા તિર્યંચ પુરુષ માનુષી અથવા તિર્યંચની સાથે સંવાસ કરે છે. [૨૬૩-૨૬૪] ચાર કષાય કહેલ છે, જેમકે- ક્રોધકષાય, માનકષાય, માયાકષાય, અને લોભકષાય. તે ચારે કષાય નારક-યાવત્ વૈમાનિકોમાં એટલે ચોવીસ દંડકોમાં મળેછે. ક્રોધના ચાર આધાર કહેલ છે, જેમકે- આત્મપ્રતિષ્ઠિત, પપ્રતિષ્ઠિત, તદુભય પ્રતિષ્ઠિત અપ્રતિષ્ઠિત. તે ક્રોધના ચાર આધાર નૈરયિક-યાવ-વૈમાનિક સુધી બધા દંડકોમાં મળે છે. એ પ્રમાણે-યાવત્-લોભના પણ ચાર આધાર છે. માન, માયા, લોભના ચાર આધાર વૈમાનિક સુધી બધા દંડકોમાં જાણવું. ચાર કારણોથી ક્રોધની ઉત્પત્તિ થાય છે- ક્ષેત્રના નિમિત્તથી, વસ્તુના નિમિત્તથી, શરીરના નિમિત્તથી અને ઉપધિના નિમિત્તથી. એ પ્રમાણે દંડકોની અપેક્ષાએ નાક-યાવત્-વૈમાનિક સુધી જાણવું જોઇએ. એ પ્રમાણે-યાવત્-લોભની ઉત્પત્તિ પણ ચાર પ્રકારથી થાય છે. તે માન, માયા અને લોભની ઉત્પત્તિ નાક-જીવોથી લઇને વૈમાનિક સુધી બધામાં જાણવી. ચાર પ્રકારના ક્રોધ કહેલ છે. જેમકે- અનન્તાનુબન્ધી ક્રોધ, અપ્રત્યાખ્યાન ક્રોધ, પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ, સંજ્વલન ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ નારક-યાવત- વૈમાનિકોમાં હોય છે. એ પ્રમાણે-યાવત્ લોભ પણ વૈમાનિક સુધી બધા જીવોમાં જાણવું. ચાર પ્રકારના ક્રોધ કહે છે-આભોગનિર્તિત, અનાભોગનિર્તિત, ઉપશાંત ક્રોધ, અનુપશાંત ક્રોધ. આ ચારે પ્રકારના ક્રોધ તૈયરિક-યાવત્-વૈમાનિક સુધી સમસ્ત જીવોમાં હોય છે. એમ પ્રમાણે-યાવત્ ચાર પ્રકારના લોભ જાણવા. નારકોથી વૈમાનિકો સુધી જાણતું. ચાર કારણોથી જીવોએ આઠ કર્મપ્રકૃતિઓનું ચયન કર્યું છે. જેમકે-ક્રોધથી, માનથી, માયાથી અને લોભથી. નારકોથી વૈમાનિક સુધી એ જ કહેવું. એવી જ રીતે ચયન કરે છે, અને ચયન કરશે. આ ચયન સંબંધી ત્રણ દંડક સમજવા. એ પ્રમાણે ઉપચય કર્યો, કરે છે અને કરશે. એ પ્રમાણે બંધ કર્યો કરે છે અને કરશે. એ પ્રમાણે ઉદીરણા કરી છે, કરે છે અને ક૨શે. એ પ્રમાણે વેદન કર્યું છે, કરે છે અને કરશે. એ પ્રમાણે નિર્જરા કરી છે, કરે છે અને કરશે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં “ઉપચય- યાવત્નિર્જરા કરે છે.” એમ ત્રણ-ત્રણ દંડક સમજવા . [૨૬૫] ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલી છે. જેમકે- સમાધિ પ્રતિમા, ઉપધાન પ્રતિમા, વિવેક પ્રતિમા અને વ્યુત્સર્ગ પ્રતિમા. ચાર પ્રકારની પ્રતિમાઓ કહેલ છે, જેમકે-ભદ્રા, સુભદ્રા, મહાભદ્રા, સર્વતોભદ્રા. પ્રતિમાના આ પ્રમાણે પણ ચાર પ્રકાર છેક્ષુદ્રિકામોકપ્રતિમા, મહતિકામોક પ્રતિમા, યવમધ્યા અને વજ્રમધ્યા. [૨૬] ચા૨ અજીવ અસ્તિકાય કહેલ છે. જેમકે-ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય. ચાર અર્પી અસ્તિકાય કહેલ છે, જેમકેધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, અને જીવાસ્તિકાય. [૨૬૭] ચાર પ્રકારના ફળ કહેલ છે, જેમકે- કોઇ કાચું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ કાચું હોવા પર પણ અધિક મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર પણ થોડું મીઠું હોય છે, કોઇ પાકું હોવા પર અધિક મીઠું હોય છે. એ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહેલ છે, જેમકે- શ્રુત અને વયથી અલ્પ હોવા છતાં પણ થોડા મીઠા ફળની સમાન અલ્પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy