SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ ઠા-૩/૪ર૧૧ ઉર્મિમાલિની, ફેનમાલિની, ગંભીરમાલિની. આ પ્રકારે ઘાતકીખંડદ્વીપના પૂર્વાર્ધમાં, અકર્મભૂમિઓથી લગાવીને અન્તરનદીઓ સુધી બધુ કથન સમાન સમજવું જોઈએયાવતુ અધપુષ્કર દ્વીપના પશ્ચિમાર્યમાં પણ આ પ્રકારે જાણવું. [૨૧૨ી ત્રણ કારણોથી પૃથ્વીનો થોડો ભાગ ચલાયમાન થાય છે, જેમ કેરત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં જ્યારે બાદર પુદ્ગલ વિસ્ત્રસા પરિણામથી પોતાના સ્થાનમાંથી ઉછળે છે. અથવા બીજા સ્થાનથી આવીને પડે છે. ત્યારે તેઓ પૃથ્વીના એક દેશને કંપાવે છે. મહાદ્ધિવાળા- યાવતુ - મહેશ્વરરૂપે પ્રસિદ્ધ મહોરગ દેવ આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં આવાગમન કરે તો પૃથ્વીનો એક દેશ ચલાયમાન થાય છે. જ્યારે નાગકુમાર અને સુવર્ણકુમાર વચ્ચે સંગ્રામ થાય છે ત્યારે પણ પૃથ્વીનો એકદેશ ચલાયમાન થઈ જાય છે. આ ત્રણ કારણોને લીધે પૃથ્વીનો એકદેશ ચલાયમાન થાય છે, ત્રણ કારણોથી પૂર્ણ પૃથ્વી ચલાયમાન થાય છે જેમકે- આ રત્નપ્રભા પૃથ્વીના અધોભાગમાં વિશિષ્ટ કારણે ધનવાત ક્ષુબ્ધ થાય છે, ધનોદધિ કપિત થાય છે. ત્યારે તે ક્ષુબ્ધ ધનવાત ધનોદધિને કમ્પાયમાન કરી નાખે છે અને ધનોદધિ કંપિત થવાથી સમગ્ર પૃથ્વી કિંપિત થાય છે. મહાદ્ધિવાળા - યાવત્ - મહેશ્વર રૂપે પ્રસિદ્ધ દેવ. તથા રૂપ શ્રમણ માહનને ઋદ્ધિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ, બતાવતો થકી સમગ્ર પૃથ્વીને કંપાવી. નાખે છે. દેવ તથા અસુરો વચ્ચે સંગ્રામ મચે છે ત્યારે પણ સમગ્ર પૃથ્વી કંપી ઊઠે છે. આ ત્રણ કારણોથી સમગ્ર પૃથ્વી કંપિત થાય છે. [૨૧૩ કિલ્બિષિક, દેવ ત્રણ પ્રકારના છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેરસાગરોપમની સ્થિતિવાળા. પ્રશ્ન : ભગવન ? ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા કિલ્વિ-ષિક દેવ ક્યાં રહે છે ? જ્યોતિષ મંડળની ઉપર અને સૌધર્મ તથા ઈશાન કલ્પોની નીચે રહે છે. ભગવાન ! ત્રણ સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યા રહે છે ? સૌધર્મ અને ઈશાન કલ્પોની નીચે રહે છે ? ભગવનું તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ ક્યાં રહે છે? બ્રહ્મલોકની ઉપર અને લાન્તક કલ્પની નીચે રહે છે. [૨૧૪દેવરાજ શક્રની બાહ્ય પરિષદના દેવોની સ્થિતિ ત્રણ પલ્યોપમની કહી છે. દેવેન્દ્ર શુક્રની આભ્યન્તરપરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. દેવેન્દ્ર ઈશાનેન્દ્રની બાહ્ય પરિષદની દેવીઓની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. [૨૧]પ્રાયશ્ચિતના ત્રણ પ્રકાર કહેલ છે- જ્ઞાન પ્રાયશ્ચિત દર્શન પ્રાયશ્ચિત, ચારિત્ર પ્રાયશ્ચિત ત્રણને અનુદ્ધાતિક પ્રાયશ્ચિત છે- હસ્તકર્મ કરવાવાળાને, મૈથુન સેવન કરનારાને, રાત્રિભોજન કરનારને. ત્રણને પ્રાયશ્ચિત પારા- ચિક કહેલ છે- કષાય અને વિષયથી અસ્યાનગૃદ્ધિનિદ્રાવાળાને અને પરસ્પર મૈથુન કરનારને. ત્રણને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કહેલ છે- સાધર્મિકોને ચોરી કરનારને, અન્યધાર્મિકોને ત્યાં ચોરી કરનારને અને હાથઆદિથી મમત્તિક પ્રહાર કરવાવાળાને. [૨૧]ત્રણ પ્રકારની વ્યક્તિઓ પ્રવજ્યાને પાત્ર ગણાતી નથી. પંડક, (નપુંસક) વાતિક, વ્યાધિગ્રસ્ત એ પ્રમાણે ઉપરના ત્રણને મુંડીત કરવા શિક્ષા દેવી મહાવ્રતોનું આરોપણ કરવું, એક સાથે બેસીને ભોજન કરવું તથાં રાખવું પણ યોગ્ય ગણાતું નથી. [૨૧૭]ત્રણ વાચના દેવા યોગ્ય હોતા નથી- અવિનીત, દૂધઆદિવિકૃતિઓનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy