SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ ઠાણું – ૩/૩/૨૦૦ પ્રયોગ ક્રિયા. સમુદાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલ છે જેમકે- અનન્તર સમુદાન ક્રિયા પરસ્પર સમુદાન ક્રિયા અને તદુભય સમુદાન ક્રિયા. અજ્ઞાન ક્રિયા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-મતિ-અજ્ઞાન ક્રિયા, શ્રુત અજ્ઞાન ક્રિયા, વિભંગ અજ્ઞાન ક્રિયા. અવિનય ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-દેશ-ત્યાગી, નિરાલમ્બનતા, વિવિધ પ્રેમ-દ્વેષ અવિનય, અજ્ઞાન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- પ્રદેશઅજ્ઞાન, સર્વ અજ્ઞાન, ભાવ અજ્ઞાન. [૨૦૧] ધર્મ ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે-શ્રુતધર્મ, ચારિત્રધર્મ અને અસ્તિકાયધર્મ. ઉપક્રમ ત્રણ પ્રકારનો કહેલ છે જેમકે-ધાર્મિક ઉપક્રમ, અધાર્મિક ઉપક્રમ અને મિશ્ર ઉપક્રમ. અથવા ત્રણ પ્રકારનો ઉપક્રમ કહેલ છે જેમકે-આત્મોપક્રમ, પરોપક્રમ અને તદુભયોપક્રમ. એ પ્રમાણે વૈયાવૃત્ય, અનુગ્રહ, અનુશાસન અને ઉપાલના ત્રણ ત્રણ આલાપક ઉપક્રમની સમાન જ સમજવા. [૨૦૨] કથા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે-અર્થકથા’ ધર્મકથા અને કામકથા વિનિશ્ચય ત્રણ પ્રકારનો છે. -અર્થવિનિશ્ચય, ધર્મવિનિશ્ચય અને કામ વિનિશ્ચય. [૨૦૩-૨૦૪] ભગવન્ ! તથારૂપ શ્રમણ માહણની સેવા કરવાવાળાને સેવાનું શું ફળ મળે છે ? ગૌતમ તેને ધર્મશ્રવણ કરવાનું ફળ મળે છે. ભગવન્ ! ધર્મશ્રવણનું શું ફલ થાય છે ? ગૌતમ ધર્મ શ્રવણ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ભગવન્ ! જ્ઞાનનું ફ્લ શું છે ? ગૌતમ ! જ્ઞાનનું ફલ વિજ્ઞાન (હેય ઉપાદેયનો વિવેક) છે. આ પ્રકારે આ અભિલાપકથી તે ગાથા જાણી લેવી જોઇએ. શ્રવણનું ફલ જ્ઞાન, જ્ઞાનનું ફલ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફલ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાનું ફલ સંયમ, સંયમનું ફલ અનાશ્રવ, અનાશ્રવનું ફલ તપ, તપનું ફલ વ્યવદાન (પૂર્વકૃત કર્મનો વિનાશ) વ્યવદાનનું ફલ અક્રિયા, અક્રિયાનું ફલ નિર્વાણ. ભગવન્ ! અક્રિયાનું શું ફલ છે ? નિર્વાણ ફલ છે. ભગવન્ ! નિર્વાણનું શું ફલ છે ? સિદ્ધ ગતિમાં જવું તે નિર્વાણ સર્વાન્તિમ પ્રયોજન છે. સ્થાનઃ ૩ - ઉદ્દેસોઃ ૩ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ ઉદ્દેસોઃ ૪ [૨૦૫] પ્રતિમાધારી અણગારને ત્રણ ઉપાશ્રયોનું પ્રતિલેખન કરવું ક૨ે છે. જેમકે-અતિથિગૃહમાં, ખુલ્લામકાનમાં, વૃક્ષનીનીચે. એ પ્રમાણે ત્રણ ઉપાશ્રયોની આજ્ઞા લેવી અને તેને ગ્રહણ કરવું કહ્યું છે. પ્રતિમાધારી અણગારને ત્રણ સંસ્તાતરકોની પ્રતિલેખન કરવી કલ્પે છે. પૃથ્વીશિલા કાષ્ઠ શિલા- તૃણાદિના સંસ્તારકની. એ પ્રમાણે આજ ત્રણ સંસ્તારકોની આજ્ઞા લેવી અને ગ્રહણ કરવું કલ્પે છે. [૨૦૬] કાલ ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- ભૂતકાલ, વર્તમાન કાલ, અને ભવિષ્યકાળ. સમય ત્રણ પ્રકારના કહેલ છે, જેમકે- અતીત સમય, વર્તમાન સમય, અને અનાગત સમય. એ પ્રમાણે આવલિકા, શ્વાસોશ્વાસ, સ્તોક, ક્ષણ લવ, મુહૂર્ત. અહોરાત્ર-યાવત્ક્રોડવર્ષ, પૂર્વાંગ, પૂર્વ, યાવત્ અવસર્પિણી સુધી સમજવું. પુદ્ગલ રિવર્તન ત્રણ પ્રકારનો કહેલ છે, જેમકે- અતીત, વર્તમાન, અને અનાગત. : [૨૦૭] વચન ત્રણ પ્રકારના છે, ઃ એકવચન, દ્વિવચન, અને બહુવચન. અથવા વચન ત્રણ પ્રકારનાં છે, - સ્ત્રીવચન, પુરુષવચન, અને નપુંસકવચન. અથવા ત્રણ પ્રકારના વચન કહેલ છે. જેમકે- અતીત વચન, વર્તમાનવચન અને ભવિષ્યત્ વચન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy