SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ ઠાણ- ૩/૧/૧૫૮ ઉત્પન્ન થાય છે. જેમ કે- કામભોગોનો ત્યાગ કરવાવાળા, કામભોગોના ત્યાગી, સેનાપતિ પ્રશસ્તાર એટલે શિક્ષાદાતા ધર્મશાસ્ત્રપાઠક, [૧૫] બ્રહ્મલોક અને લાંતક દેવલોકમાં વિમાન ત્રણ વર્ણવાળા કહેલ છે. જેમાં કે-કાળા, લીલા અને લાલ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત કલ્પોમાં દેવોનાં ભવધારણીય શરીરોની ઊંચાઈ ત્રણ હાથની કહેલ છે. [૧૬] ત્રણ પ્રજ્ઞપ્તિઓ નિયત સમય પર પ્રથમ અને પશ્ચિમ પૌરસીમાં) ભણાય છે. જેમ કે ચન્દ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ અને દ્વિીપસાગરપ્રજ્ઞપ્તિ. સ્થાનઃ૩-ઉદેસોઃ ૧નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ ( સ્થાનઃ૩-હસો ૨ ) [૧૬૧] લોક ત્રણ પ્રકારના કહેલ છે જેમ કે-નામલોક, સ્થાપનાલોક અને દ્રવ્યલોક ભાવ લોક ત્રણ પ્રકારનો છે જેમ કે- જ્ઞાનલોક, દર્શનલોક ને ચારિત્રલોક, ક્ષેત્રલોક ત્રણ પ્રકારનો છે. જેમ કે- ઉર્ધ્વલોક, અધોલોક, અને તિર્યલોક. [૧૨] અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર ચમરની ત્રણ પ્રકારની પરિષદ્ કહેલ છે. જેમ કે-સમિતા ચંડા અને જાયા, સમિતા આત્યંતર પરિષદ્ છે. ચંડા મધ્યમ પરિષદુ છે, જાયા બાહ્ય પરિષદૂ છે. અસુરકુમારરાજ અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પરિષદ છે. સમિતા, ચંડા અને ાયા. એ પ્રમાણે ત્રાયન્નિશકોની પણ ત્રણ પરિષદો જાણવી લોકપાલોની તુંબા, ત્રુટિતા, અને પવ નામની ત્રણ પરિષદો છે. એ પ્રમાણે અગ્રમહિષિઓની પણ પરિષદ્ સમજવી. અગમહિષીઓ સુધીની પૂર્વોક્ત પ્રમાણે ત્રણ ત્રણ પરિષદુ સમજવી. ઘરણેન્દ્રની તેના સામાનિક દેવોની અને ત્રાયઅિંશક દેવોની ત્રણ પ્રકારની પરિષદ છે જેમકે-સમિતા, ચંડા અને જાયા. તેના લોકપાલથી લઈ અગ્રમહિષિઓ સુધીની ત્રણ પરિષદ કહેલી છે જેમ કે-ઈષા ટિતા અને દ્રઢરથા. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્રમહિષીઓ સુધીની પણ પરિષદ સમજવી. પિશાચોના રાજા પિશાચોના ઇન્દ્ર કાલની ત્રણ પરિષદૂ છે જેમકે ઈષા ત્રુટિતા અને દ્રઢસ્થા. એ પ્રમાણે સામાનિક દેવ અઝમહિષિઓ સુધીની પણ પરિષદૂ સમજવી. એ પ્રમાણે-ચાવતું ગીતરતિ અને ગીતયશની પણ પરિષદૂ જાણવી. જ્યોતિષ્કરાજ જ્યોતિપેન્દ્ર ચન્દ્રની ત્રણ પરિષદ કહેલી છે. જેમ કે- તુંબા, ત્રુટિતા અને પવ. એ પ્રમાણે સામાનિક દેવો અને અગ્રમહિષિઓ સુધીની પણ પરિષદ્ સમજવી. સૂર્ય ઈન્દ્રની પણ. એ જ પ્રમાણે ત્રણ પરિષદું જાણવી. દેવરાજ દેવેન્દ્ર શુક્રની ત્રણ પરિષદુ કહેલી છે. જેમ કે- સમિતા, ચંડા અને જાયા. એ પ્રમાણે સૂર્યની અગ્રમહિષિ સુધી ચમરેન્દ્રની જેમ જ બધાની ત્રણ ત્રણ પરિષદ્ સમજવી. એ પ્રમાણે અચ્યતેન્દ્રની તથા તેના લોકપાલો આદિની ત્રણ ત્રણ પરિષદૂ સમજવી. [૧૩] ત્રણ યામ કહેલ છે. જેમ કે પ્રથમ યામ, મધ્યમ યામ અને અન્તિમ યામ. ત્રણ યામોમાં આત્મા કેવલીકરૂપત ધર્મ સાંભળી શકે છે. જેમ કે-પ્રથમ યામમાં, મધ્યમ યામમાં અને અન્તિમ વામમાં. એ પ્રમાણે વાવતુ-આત્મા ત્રણ યામોમાં કેવલ જ્ઞાન. પામે છે. જેમ કે- પ્રથમયામમાં, મધ્યમયામમાં અને અન્તિમયામમાં. ત્રણ વય કહેલ છે. જેમ કે-પ્રથમવય, મધ્યમ વય અને અન્તિમવય. આ ત્રણેય વયમાં આત્મા કેવલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy