SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શુતસ્કંધ-૧, અધ્યયન-૨, ઉદેસો-૧ [૬] આ પ્રકારે બુદ્ધિમાન પુરષ ઉત્તમ અવસર પામી સંયમના પાલનમાં ક્ષણમાત્રનો પણ પ્રમાદન કરે. કારકે યૌવન તથા વય વ્યતીત થઈ રહ્યું છે. [૬૭] જેને જીવનની ક્ષણભંગુરતાનું જ્ઞાન નથી તે અસંયમમય જીવનમાં પ્રમત્ત. બની છકાયના જીવોની ઘાત કરે છે, છેદન કરે છે, ભેદન કરે છે, લૂંટે છે, વિશેષરૂપથી તૂટે છે, પ્રાણહીન કરે છે, અને ત્રાસ આપે છે. તે એમ વિચારે છે કે “આજ સુધી કોઇએ નથી કર્યું એવું કાર્ય હું કરીશ” મનુષ્ય જે કુટુંબીજનો સાથે વસે છે અને તેઓનું પોષણ કરે છે કદાચિતુ તેનું પાલન, પોષણ તે કુટુંબીજનોને કરવું પડે છે. કદાચિતુ, પુનઃઅર્થ પ્રાપ્તિ થઈ જાય તો તે મનુષ્ય પછી તે કુટુંબીજનોનું પાલન પોષણ કરે છે તો પણ તે કુટુંબીજનો તેની રક્ષા કરવામાં કે શરણ દેવામાં સમર્થ નથી. તેવી જ રીતે તે વ્યક્તિ પણ તેના કુટુંબીજનોનું રક્ષણ કરવામાં કે શરણ આપવામાં સમર્થ નથી. [૬૮] કેટલાંક અસંયતિઓ ઉપભોગ પછી બચેલી વસ્તુઓ અથવા ભોગવ્યા. વિનાની વસ્તુઓ બીજાની ઉપભોગ માટે ઉપયોગી થશે તેમ માની રાખી મૂકે છે પરંતુ પાપના ઉદયથી તેના શરીરમાં રોગ કે ઉપદ્રવ થતાં તે ધનનો ઉપભોગ કરી શકતો નથી. જેની સાથે વસે તે કુટુંબીજનો રોગાદિથી પીડીત થયેલ વ્યક્તિને પહેલા છોડી દે છે અથવા તે રોગી સ્વયં તેને છોડી દે છે. આ સમયે ધન અને સ્વજન કોઈપણ રક્ષા કરવામાં અથવા શરણ આપવામાં સમર્થ નથી. [૬૯-૭૧] પ્રત્યેક પ્રાણી સ્વયં પોતાના સુખ અને દુઃખનો નિર્માતા છે; ભોક્તા છે, તથા હજી પણ ધમચિરણ કરવા યોગ્ય આયુષ્ય શેષ છે તેમ જાણી સમજી હે જીવ ! અવસરને ઓળખ. [૭૨] હે શિષ્ય ! જ્યાં સુધી કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શન ઈન્દ્રિયોની જ્ઞાનશક્તિ મંદ થઈ નથી, ત્યાં સુધી આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો યોગ્ય અને હિતકારી છે. -એમ હું (તમને કહું છું. અધ્યયન-રઃ ઉદેસો-૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (અધ્યયન-ર-ઉદેસોઃ ૨) [૭૩] બુદ્ધિમાન સાધકે સંયમમાં ઉત્પન્ન થયેલ અરુચિને દૂર કરવી, આમ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. ૭િ૪ો અજ્ઞાની મોહથી ઘેરાયેલ કોઈ-કોઈ જીવ પરિષહ, ઉપસર્ગ આવતાં વિતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કરી સંયમથી ભ્રષ્ટ થઈ જાય છે. “અમે પરિગ્રહથી રહિત થઈશું' એમ બોલી કેટલાક દીક્ષિત થવા છતાં પ્રાપ્ત થયેલા કાભોગોનું સેવન કરે છે અને વીતરાગની આજ્ઞાથી વિપરીત આચરણ કરી મુનિવેશને લજવે છે અને કામભોગના ઉપાયોમાં તલ્લીન રહી વિષયોમાં અત્યંત આસક્ત થાય છે. તે પાર પામતા નથી. ૭િ૫-૭૬] તે જ પુરુષો વિમુક્ત છે જે જ્ઞાન, દર્શન અને ચારિત્રના પારગામી છે. જે નિર્લોભથી લોભને જીતી પ્રાપ્ત થયેલા કામભોગોને ઇચ્છતા નથી. જે પ્રથમથી જે લોભનો ત્યાગ કરીને ત્યાગી બને છે તે કર્મથી રહિત થઈ સર્વજ્ઞ અને સર્વદર્શી બને છે. લોભની ઈચ્છા કરતા નથી તે જ સાચા અણગાર કહેવાય છે. અજ્ઞાની જીવ રાત દિવસ દુખી થઈ, કાળઅકાળની પરવા કર્યા વિના માતા, પિતાદિમાં તથા ધનાદિમાં આસક્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy