SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સૂયગડો – ૨/૬/૦/૭૯૧ કરીને અને તેમાં સારી રીતે સ્થિત થઇને મન-વચન અને કાયાથી મિથ્યાત્વની નિંદા કરનાર પુરુષ પોતાની તથા બીજાની રક્ષા કરે છે, મહા દુસ્તર સમુદ્ર જેવા આ સંસારને પાર કરવા માટે વિવેકી પુરુષોએ સમ્યક્દર્શન જ્ઞાન, ચારિત્રરૂપ આ ધર્મને ગ્રહણ કરવો - જોઈએ અને તેનો જ ઉપદેશ આપવો જોઇએ એમ હું કહું છું. અધ્યયન- ૬ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયન-૭- નાલંદીય [૭૯૩] તે કાલ અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું. તે ઋદ્ધિ-સમૃદ્ધિથી પરિપૂર્ણ અને સુંદર હતું. તે રાજગૃહનગરની બહાર ઇશાન કોણમાં નાલંદાનામનું એક નાનું ગામ હતું, તે ગામ અને ભવનોથી સુશોભિત અને સુંદર મનોહર હતું. [૭૯૪] તે રાજગૃહની બહાર નાલંદા ગામમાં લેપ નામનો એક ગૃહસ્થ નિવાસ કરતો હતો. તે ઘણો ધનવાન, તેજસ્વી અને સર્વત્ર પ્રસિદ્ધ હતો. તે મોટા મોટા ભવનોથી, શયન, આસન, યાનો અને વાહનોથી પરિપૂર્ણ હતો. તે ઘણા ધન-સુવર્ણ અને ચાંદીવાળો હતો. તેમને ત્યાં ઘણાં માણસોને અશન પાણી આપવામાં આવતા હતાં. તે ઘણા દાસ, દાસી, ગાય, ભેંસ, અને ઘેટાનો સ્વામી હતો. તે ઘણા માણસોથી પણ પરાભવ પામે તેમ ન હતો. તે લેપ નામનો ગાથાપતિ શ્રમણોપાસક હતો. તે જીવ-અજીવ આદિ નવ તત્ત્વનો જાણનાર હતો. તે નિર્પ્રન્થ પ્રવચનમાં શંકારહિત, અન્ય દર્શનની કાંક્ષાથી રહિતને વિચિકિત્સાથી રહિત હતો. તે વસ્તુસ્વરૂપને જાણનાર હતો. તેણે મોક્ષમાર્ગ સ્વીકારેલ હતો. પ્રશ્નોવડે પદાર્થોને સારી રીતે સમજેલો હતો. તેનું અંતઃકરણ સમ્યકત્વથી વાસિત હતું. અને તેમની હાડની મજ્જામાં પણ ધર્મનો અનુરાગ હતો. તેને ધર્મ સંબંધી કોઇ પૂછતું તો એ જ કહેતો કે “હે આયુષ્યમન્ ! આ નિર્ગન્ધ-પ્રવચન જ સત્ય છે. એ જ પરમાર્થ છે, અને બાકી બધું અનર્થ છે.” તેનો નિર્મળ યશ જગતમાં ફેલાયેલો હતો અને દુઃખી માટે તેમના ઘરના દ્વાર સદા ખુલ્લા રહેતા હતા, રાજાઓના અંતઃપુરમાં પણ તેનો પ્રવેશ બંધ ન હતો. તે હંમેશા ચતુર્દશી, અષ્ટમી, અને પૂર્ણિમાં આદિ તિથિઓમાં પરિપૂર્ણ પોષવ્રતનું સમ્યક્ પ્રકારે પાલન કરતો હતો. તે શ્રમણ નિર્ગોને શુદ્ધ અને એષણીય અંશન, પાન, ખાદ્ય અને સ્વાઘનું દાન કરતો હતો. અને અનેક શીવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પોષધ અને ઉપવાસ વડે આત્માને ભાવિત કરતો વિચરતો હતો. [૭૯૫] નાલંદા ઉપનગરની બહાર ઉત્તર-પૂર્વીદેશામાં તે લેપ ગાથાપતિની “શેષદ્રવ્યા” નામની જળશાળા હતી. તે અનેક પ્રકારના સેંકડો થાંભલાઓથી યુક્ત, મનોહર, ચિત્તહર્ષક તથા ઘણી સુંદર હતી. તે જળાશયની ઉતરપૂર્વ દિશામાં હસ્તિયામ નામનું કૃષ્ણવર્ણવાળું રમણીય ઉપવન હતું. તેનું વર્ણન ઉવવાઇ સૂત્રમાં કરેલ વનખંડના વર્ણનની જેમ સમજી લેવું. [૭૯૬] તે વનખંડના ગૃહપ્રદેશમાં ભગવાન્ ગૌતમ સ્વામી ઊતર્યા હતા. ભગવાન્ ગૌતમ સ્વામી નીચે બગીચામાં બિરાજમાન હતા, તે તે સમયે ભગવાન પાર્શ્વનાથ સ્વામીના શિષ્ના સન્તાન મેદાર્ય ગોત્રીય ઉદક પેઢાલપુત્ર નામના નિર્રન્થ ભગવાન્ ગૌતમ સ્વામી પાસે આવ્યા. આવીને તેઓ કહેવા લાગ્યા-હે આયુષ્યમન્ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy