SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ શ્રત -૨, અધ્યયન-૧, જેમ ગૂમડા શરીરમાં ઉત્પન્ન થાય છે, વૃદ્ધિ પામે છે, અને શરીરમાં જ સ્થિત રહે છે તે પ્રમાણે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરથી વૃદ્ધિ પામે છે, ઈશ્વરના જ અનુગામી છે, ઈશ્વરના આશ્રયમાં જ સ્થિત છે. જેવી રીતે ચિત્તનો ઉદ્વેગ શરીરમાં ઉત્પન્ન થાય છે, શરીરમાં વૃદ્ધિ પામે છે, શરીરનું અનુગમન કરે છે. શરીરના આધારે સ્થિત રહે છે. તેમ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે યાવતુ તેમાં સ્થિર રહે છે. જેવી રીતે રાફડો પૃથ્વીથી ઉત્પન્ન થાય છે, પૃથ્વીમાંજ વૃદ્ધિ પામે છે, તેમાં સ્થિતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. યાવતુ ઈશ્વરમાંજ સ્થિત છે. જેવી રીતે વૃક્ષ પૃથ્વીથી ઉત્પન્ન થયેલ છે, યાવતુ પૃથ્વીમાં જ સ્થિત છે, તેવી જ રીતે સર્વ પદાથો ઈશ્વરથી ઉત્પન્ન થયેલ યાવતું ઈશ્વરમાં સ્થિત રહે છે. જેવી રીતે પુષ્કરિણી પૃથ્વીથી ઉત્પન થયેલ છે, પૃથ્વીથી જ વૃદ્ધિ પામે છે, યાવતું પૃથ્વીમાં જ સ્થિત છે, તેવી રીતે સર્વ પદાર્થો ઉત્પન્ન થયેલ છે યાવતુ ઈશ્વરમાં જ સ્થિત છે. જેવી રીતે જળની ભરતી આવવાથી જળ ઉત્પન્ન થાય છે. જળમાં જ સ્થિત હોય છે. તેમજ સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન અને યાવત્ ઈશ્વરમાં જ સ્થિત રહે છે. જેવી રીતે જલના પરપોટા જલમાં ઉત્પન્ન થાય છે યાવતું જલમાં જસ્થિત રહે છે. તેવીજ રીતે ઈશ્વરથી સર્વે પદાર્થો ઉત્પન્ન થાય છે અને ઈશ્વરમાં જસ્થિત રહે છે. શ્રમણ નિગ્રંથો દ્વારા ઉપદિષ્ટ, પ્રણીત, પ્રકાશિત આચારાંગ આદિથી દ્રષ્ટિવાદ સુધીના બાર અંગવાળું ગણિપટિક મિથ્યા છે, તથ્થરહિત છે. તથા વસ્તુસ્વરૂપના મર્મથી શૂન્ય છે, પરંતુ અમારો મત સત્ય છે, તથ્ય છે અને યથાર્થ છે. આ પ્રમાણે ઈશ્વર કારણવાદી કલ્પના કરે છે અને શિક્ષા આપે છે અને સભા વગેરેમાં તેની સ્થાપના કરે છે. જેમ પાંજરામાં બંધાયેલું પક્ષી પાંજરાને તોડી મુક્ત થઈ શકતું નથી, તે પ્રમાણે ઈશ્વર કારણવાદનો સ્વીકાર કરવાથી ઉત્પન્ન થતાં દુઃખોનો તેઓ નાશ કરી શકતા નથી. આ ઈશ્વરવાદીઓ ક્રિયા, અક્રિયા, યાવતું સ્વર્ગ-નરક આદિનો સ્વીકાર કરતા નથી અને વિવિધ પ્રકારના સાવદ્ય અનુષ્ઠાન કરે છે. કામભોગનો આરંભ કરે છે. તે અનાર્ય છે અને વિપરીત શ્રદ્ધાવાળા છે. આ પ્રમાણે વિપરીત શ્રદ્ધા અને પ્રતીતિ કરે છે, તેઓ નહિં અહીંના કે નહિ ત્યાંના એવી દશાવાળા છે વચમાં રહીને કામભોગરૂપ કીચડમાં ફસાયેલા છે. આ કથન ઈશ્વરવાદી ત્રીજા પુરુષના વિષયમાં કહેવામાં આવ્યું છે. [૬૪] હવે ચોથા પુરુષ નિયતિવાદીનું વર્ણન કરવામાં આવે છે. આ લોકમાં પૂર્વ આદિ દિશાઓમાં વિવિધ પ્રકારના આર્યઅનાર્ય-સુરૂપ-કુરૂપ આદિ મનુષ્યો રહે છે. તે મનુષ્યોમાં એક રાજા હોય છે અને તે રાજાની સભા હોય છે જેમાં સેનાપતિ-સેનાપતિપુત્રાદિ પ્રમુખ હોય છે, જેનું વર્ણન પૂર્વે કરેલ છે. તેમાં કોઈ રાજાદિ ધર્મ શ્રદ્ધાળુ હોય છે, તે શ્રદ્ધાવાન પાસે કોઈ શ્રમણ કે બ્રાહ્મણ જવાનો વિચાર કરે છે. જઈને તેઓ પોતાના ધર્મની શિક્ષા આપે છે યાવતુ તેને કહે છે કે હું જે કહું છું તે જ ધર્મ સત્ય, તે જ ધર્મ સુ-આખ્યાત અને સુપ્રજ્ઞપ્ત છે, તે ધર્મ આ પ્રમાણે છેઃ સંસારમાં બે પ્રકારના પુરુષ છે, ક્રિયાવાદી અને અક્રિયાવાદી. ક્રિયાવાદીઓ ક્રિયાનું કથન કરે છે, અક્રિયાવાદી ક્રિયાનો નિષેધ કરે છે. ક્રિયાવાદી અને અક્રિયાવાદી બંને સમાન છે તથા બંને એક અર્થવાળા છે. તે બંને એક કારણને પ્રાપ્ત છે, તે બંને અજ્ઞાન છે. તે પોતાના સુખદુઃખનું કારણ કાળ, કર્મ આદિ તથા ઈશ્વરને માનતાં સમજે છે કે હું જે દુઃખ ભોગવું છું, શોક અનુભવું છું, દુઃખથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy