SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૪, ૧૭ રાખીને ઉપદેશ કહે. [૦૨-૬૦૩]-પૂર્વોક્ત સત્યભાષા અને વ્યવહારભાષાનો પ્રયોગ કરીને ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ બુદ્ધિમાન બરાબર સમજી લે છે અને કોઈ મંદબુદ્ધિ ઊલટું સમજી લે છે. પરંતુ તે ઉલટું સમજનાર મંદમતિને સાધુ કોમળ શબ્દોથી સમજાવે પણ તિરસ્કાર ન કરે. પ્રશ્ન કરનારની ભાષા અશુદ્ધ હોય તો તેની નિંદા ન કરે તથા નાની વાતને શબ્દોના આડંબરથી વિસ્તૃત ન કરે. વ્યાખ્યાન કરતી વેળાએ જે વિષય સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને સાધુ વિસ્તારપૂર્વક સમજાવે. આચાર્ય પાસેથી સૂત્રાર્થનું શ્રવણ કરીને સમ્યક પ્રકારથી પદાર્થનો જ્ઞાતા મુનિ તીર્થંકર ભગવાનની આજ્ઞાનુસાર નિર્દોષ વચન બોલે અને પાપનો વિવેક રાખે, [07] -સાધુ જિનેશ્વર દેવના સંત્ય સિદ્ધાંતોનો સારી રીતે અભ્યાસ કરે અને હમેશાં તેમના ઉપદેશ પ્રમાણે વચન બોલે, મયદાનું ઉલ્લંઘન કરીને વધારે ન બોલે. તે સમદ્રુષ્ટિ સાધુ પોતાના સમ્યગ્દર્શનને દૂષિત ન કરે. આવો સાધુ સર્વજ્ઞોક્ત ભાવસમાધિને કહેવા યોગ્ય હોય છે. [0] સાધુ આગમના અર્થને દૂષિત ન કરે તથા શાસ્ત્રના અર્થને છૂપાવે નહિ. પ્રાણીઓની રક્ષા કરનારા સાધુ સૂત્ર અને અર્થને અન્યથા ન કરે તથા શિક્ષા આપનારા ગુરુની ભક્તિનું ધ્યાન રાખીને ઉપદેશ કરે અને ગુરુના મુખથી જેવો અર્થ સાંભળ્યો હોય તેવી જ પ્રરૂપણા કરે. [09] જે સાધુ સૂત્રનું શુદ્ધ ઉચ્ચારણ કરે છે, તપ-અનુષ્ઠાન કરે છે અને ઉત્સર્ગના સ્થાન પર ઉત્સર્ગ તેમજ અપવાદના સ્થાનપર અપવાદ માર્ગની પ્રરૂપણા કરે છે તેજ પુરુષ ગ્રાહ્યવાક્ય છે. આ પ્રમાણે અર્થ કરવામાં નિપુણ તથા વગર વિચાર્યું નહિ કરનારા જ સર્વજ્ઞોક્ત ભાવસમાધિનું પ્રતિપાદન કરી શકે છે. એમ હું કહું છું. અધ્યયન-૧૪-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | ( અધ્યયન-૧૫-આદાન ) [09] જે પદાર્થો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે, જે વર્તમાનમાં છે અને જે ભવિષ્યમાં થશે તે સર્વને, દર્શનાવરણીય (તથા જ્ઞાનાવરણીય, મોહનીય અને અંતરાય) કર્મનો અંત કરનારા પ્રાણીમાત્રના રક્ષક નેતા પુરુષ પરિપૂર્ણ રૂપથી જાણે છે. [૬૦૮] જે પુરુષ ત્રિકાલદર્શી હોવાના કારણે સંશયનો અંત કરનાર છે, સર્વોત્કૃષ્ટ જ્ઞાનના ધારક છે અને જે સર્વોત્કૃષ્ટ વસ્તુસ્વરૂપની પ્રરૂપણા કરનાર છે, એવા અનુપમ વ્યાખ્યાતા જ્યાં ત્યાં હોતા નથી. [06] શ્રી જિનેશ્વરદેવે ભિન્ન ભિનું સ્થળોમાં જીવાદિ તત્ત્વોનો સારી રીતે ઉપદેશ કર્યો છે. તેજ સત્ય છે અને તેજ સુભાષિત છે, કારણ કે તેમાં પૂવપર વિરોધ આદિ કોઈ દોષ નથી. માટે મનુષ્ય હમેશાં સત્ય-સંપન્ન બનીને દરેક જીવો સાથે મૈત્રી ભાવ રાખવો જોઈએ. [૧૦-૬૧૧] ત્રસ અને સ્થાવર જીવોની સાથે વિરોધ ન કરવો એ સાધુનો ધર્મ છે. સાધુ જગતના સ્વરૂપને જાણીને શુદ્ધ ધર્મની ભાવના કરે. ભાવનાઓથી જેનો આત્મા શુદ્ધ થઈ ગયો છે, તે પુરુષ જળમાં નાવ સમાન કહેલા છે. જેમ નૌકા અનુકૂળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy