SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ - -- . .. . ...... શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧૨, ૧૬૫ ત્યાગ કરે, જીવન અને મરણની અભિલાષા ન કરે-બન્નેમાં સમભાવ ધારણ કરે, તથા માયાથી વિમુક્ત થઇને વિચરે. એમ હું કહું છું. | અધ્યયન-૧૩-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( અધ્યયન-૧૪-ગ્રંથ પિ૮૦] આ જિનપ્રવચનમાં ધન-ધાન્ય આદિ બાહ્ય અને ક્રોધ આદિ આવ્યંતર પરિગ્રહનો ત્યાગ કરીને ગ્રહણ-આસેવનરૂપ શિક્ષા પ્રાપ્ત કરનાર સાધક દીક્ષા અંગીકાર કરીને સારી રીતે બ્રહ્મચર્યનું પાલન કરે. આચાર્ય તથા ગુરુ આદિની આજ્ઞાનું પાલન કરીને વિનય શીખે અને સંયમપાલનમાં કદી પણ પ્રમાદ ન કરે. [૫૮૧-૫૮૨] જેવી રીતે કોઈ પક્ષીનું બચ્ચું પૂરી પાંખો આવ્યા વિના પોતાના માળામાંથી ઊડીને અન્યત્ર જવા ઈચ્છે છે, પણ તે પાંખો વિના ઊડી શકતું નથી, તેને માંસાહારી ઢેક વગેરે પક્ષીઓ પાંખો ફડફડાવતું જોઈને હરી લે છે અને મારી નાંખે છે. તે પ્રમાણે ધર્મમાં અનિપૂણ અગીતાર્થ શિષ્યને ગચ્છર્થી નીકળેલો જોઈ અને પોતાના હાથમાં આવેલો માનીને પાખંડી લોકો તેને હરી લે છે અથતુ ધર્મભ્રષ્ટ કરી દે છે. -૫૮૪] જે પુરુષ ગુરુકુળમાં નિવાસ કરતો નથી તે પોતાના કર્મનો નાશ કરી શકતો નથી, એવું જાણીને સાધક ગુરુકુળમાં નિવાસ કરે અને સમાધિની ઈચ્છા રાખે. બુદ્ધિમાન સાધક મુક્તિગમન યોગ્ય આચરણનો સ્વીકાર કરીને ગચ્છની બહાર ન નીકળે. ગુરુની પાસે રહેનાર સાધુ સ્થાન, શયન, આસન, પરાક્રમ, ગમન, આગમન તેમજ તપસ્યા આદિમાં ઉત્તમ સાધુ જેવું આચરણ કરે છે. એવો સાધુ સમિતિ અને ગુપ્તિના વિષયમાં નિષ્ણાત બની જાય છે અને બીજાને તેનું યથાર્થ સ્વરૂપ બતાવે છે. ( [૫૮૫-૫૮૯] સમિતિ-ગુપ્તિમાં નિષ્ણાત સાધુ મધુર કે ભયંકર શબ્દો સાંભળીને તેમાં રાગદ્વેષ ન કરે તથા નિદ્રા આદિ પ્રમાદ ન કરે અને કોઇ વિષયમાં શંકા થવા પર કોઈ પણ ઉપાયથી તેનું નિવારણ કરીને નિશંક બની જાય. સદા ગુરુની સમીપ રહેનાર સાધુને જે કોઈ ઉંમરમાં અથવા સમાન ઉંમરવાળા સાધુ પ્રમાદવશ થયેલ ભૂલને સુધારવા કહે તો તેનો સ્વીકાર ન કરતા જો ક્રોધ કરે તો તે સંસારનો અંત કરી શકતો નથી. ગુરુકુળમાં રહેનાર સાધુને કોઈ અન્યતીથિંક અથવા ગૃહસ્થ અહ–ણીત આગમ અનુસાર શિખામણ દે, અવસ્થામાં નાના, મોટા, અથવા દાસીની પણ દાસી હોય અથવા કોઈ એમ કહે કે આવું કામ તો ગૃહસ્થ પણ ન કરે. આ રીતે સંયમની પ્રેરણા માટે કોઈ ઉપદેશ આપે તો તેના ઉપર સાધુ ક્રોધ ન કરે. પૂર્વોક્ત શિક્ષા દેનાર પર સાધુ ક્રોધ ન કરવો જોઈએ, તેને વ્યથા પણ ન પહોંચાડવી જોઈએ, અને કઠોર શબ્દ ન કહેવો જોઇએ. પરંતુ શિક્ષા દેનારને કહે કે હું એમ જ કરીશ અને પ્રમાદ ન કરવો જોઈએ. જેમ જંગલમાં માર્ગ ભૂલેલા પુરુષને કોઈ માર્ગ જાણનારો પુરુષ હિતકારી માર્ગ બતાવે તે સમયે માર્ગ ભૂલેલો માનવી તેને હિતકારી સમજે છે તેમ કોઈ અનુભવી પુરુષ સાધુને ઉત્તમ માર્ગની શિક્ષા આપે તો સાધુ સમજે કે આ મારા કલ્યાણ માટે છે. પિ૦-પ૯૨] જે પ્રમાણે રસ્તો ભૂલેલો માણસ માર્ગ બતાવનારનો ઉપકાર માનીને તેનો વિશેષરૂપથી સત્કાર કરે છે. તે પ્રમાણે સન્માર્ગ બતાવનારનો સાધુ પણ ઉપકાર માનીને વિશેષ પ્રકારે સત્કાર કરે અને તેના ઉપદેશને દયમાં ધારણ કરે. એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy