SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સૂયગડો-૧/૧૨/-/૫૪૭ લોકના નાયક છે. તેઓ પ્રજાઓને મોક્ષના માર્ગનો ઉપદેશ આપે છે અને શિક્ષા આપે છે કે હે માનવ ! જેમ જેમ મિથ્યાત્વ વધે છેઃ તેમ તેમ સંસાર પણ વધતો જાય છે. [૫૪૭] જે રાક્ષસ (વ્યંતર દેવ) છે, જે યમલોકમાં રહેનાર (ભવનપતિ) છે. જે સુર (વૈમાનિક) છે અને જે ગાંધર્વ નામના વ્યંતર દેવ છે તથા પૃથ્વીકાય આદિ છ કાય છે; જે આકાશગામી (વિદ્યાધર) તથા પક્ષી આદિ છે અને ભૂમિચર (પૃથ્વી પર રહેનારા) છે તે બધા પ્રાણીઓ પોતપોતાના કર્મ પ્રમાણે સંસારમાં પરિભ્રમણ કરે છે. [૫૪૮] આ સંસારને સ્વયંભૂરમણ સમુદ્રની જેમ અપાર કહેલ છે. તેથી આ ગહન સંસારને તમે દુસ્તર સમજો. આ સંસારમાં વિષય અને સ્ત્રીમાં આસક્ત જીવો વારંવાર સ્થાવર અને જંગમ એવા બે ભેદોમાં ભ્રમણ કરે છે. [૫૪૯] અજ્ઞાની જીવ પાપકર્મ કરીને પૂર્વકૃત કર્મોને ક્ષય કરી શકતા નથી. પરંતુ ધીર પુરુષ અકર્મથી (આશ્રવને રોકીને) કર્મનો ક્ષય કરે છે. બુદ્ધિમાન પુરુષો લોભ (પરિગ્રહ)થી દૂર રહે છે. તેઓ સંતોષી બની પાપ કર્મ કરતા નથી. [૫૫] જે વીતરાગ મહાપુરુષ લોભના ત્યાગી, સંતોષી અને પાપકર્મથી નિવૃત્ત છે તેઓ જીવોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના ભાવોને યથાર્થરૂપે જાણે છે, તેઓ બીજા જીવોને સંસાર-સાગર પાર કરવા માટે નેતા બને છે પરંતુ તેમનો કોઇ નેતા હોતો નથી. તે જ્ઞાની પુરુષો સંસારનો અંત કરે છે. [૫૫૧-૫૫૨] પૂર્વે કહેલા તે ઉત્તમ સાધુઓ જીવ હિંસાના ભયથી સ્વયં પાપ કરતા નથી અને બીજા પાસે કરાવતા નથી; પરંતુ કર્મનું વિદારણ કરવામાં નિપુણ, તે સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમનું પાલન કરે છે. પણ કેટલાક અન્યદર્શની માત્ર જ્ઞાનથી જ વીર બને છે, અનુષ્ઠાનથી નહિ. [૫૫૨] આ જગતમાં નાના શરીરવાળા કંથવા આદિ પ્રાણીઓ પણ છે, અને મોટા શરીરવાળા હાથી આદિ પણ છે. પંડિત પુરુષ તે બધાને પોતાના આત્માની જેમ સમજે છે અને આ લોકને મહાન અથવા અનંત જીવોથી વ્યાપ્ત સમજે છે. એવું સમજીને જ્ઞાની પુરુષ સંયમપરાયણ મુનિ પાસે દીક્ષિત થાય છે. [૫૫૩] જે પોતાની મેળે કે બીજા પાસેથી જાણીને ધર્મનો ઉપદેશ આપે છે; તે પોતાની અને બીજાની રક્ષા કરવામાં સમર્થ હોય છે, જે ચિંતન કરીને ધર્મતત્ત્વને પ્રકાશે છે એવા જ્યોતિસ્વરૂપ મુનિ પાસે હંમેશાં રહેવું જોઇએ. [૫૫૪-૫૫૫] જે પોતાના આત્માને જાણે છે, ગતિને જાણે છે, અનાગતિને જાણે છે, લોકને જાણે છે; મોક્ષને જાણે છે, સંસારને જાણે છે, જન્મ-મરણ અને ઉપપાતને જાણે છે- જે નકાદિ ગતિઓમાં થનાર જીવોની વિવિધ પ્રકારની પીડાને જાણે છે, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરાને જાણે છે તે જ પુરુષ ક્રિયાવાદનું સારી રીતે કથન કરવામાં સમર્થ થઇ શકે છે. [૫૫૬] સાધુ મનોહર શબ્દ અને રૂપમાં આસક્ત ન થાય, અમનોજ્ઞ ગંધ અને રસમાં દ્વેષ ન કરે તથા તેઓ જીવવાની ઈચ્છા ન કરે, પરંતુ સંયમયુક્ત થઈ માયારહિત બનીને વિચરે. એમ હું કહું છું. અધ્યયન- ૧૨ -ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy