SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૮, ૧૫૩ કહ્યું. હવે પંડિતોનું અકર્મવીર્ય મારી પાસેથી સાંભળો. [૪૨૦-૪૨૧] મોક્ષાર્થી પુરુષ કષાયરૂપ બંધનથી મુક્ત હોય છે, અને સમસ્ત બંધનોને છોડીને, પાપકર્મનો ત્યાગ કરી પૂર્ણરૂપથી શલ્યોને-કમને કાપી નાખે છે. તીર્થકર ભગવાન દ્વારા કથિત સમ્યગ્દર્શન સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રરૂપ મોક્ષ માર્ગને ગ્રહણ કરીને પંડિત પુરુષો મોક્ષ માટે ઉદ્યમ કરે છે. બાળવયવાળો જીવ વારંવાર નરક આદિના દુઃખો ભોગવે છે અને જેમ જેમ દુઃખો ભોગવે છે તેમ તેમ તેના અશુભ ધ્યાનની વૃદ્ધિ થાય છે. [૪૨૨-૪ર૪] વિવિધ સ્થાનોના અધિકારીઓ પોતપોતાના સ્થાનોને છોડી દેશે તેમાં સંશય નથી. તથા જ્ઞાતિજનો અને મિત્રોની સાથેનો નિવાસ પણ અનિત્ય છે. આવું જાણીને બુદ્ધિમાન પુરુષ મમતાનો ત્યાગ કરે તથા કુતીર્થિક ધર્મોથી અદૂષિત આ આય ધર્મને ગ્રહણ કરે છે. નિર્મળ બુદ્ધિવડે અથવા ગુવદિકથી સાંભળીને ધર્મના સત્ય સ્વરૂપને જાણીને જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં તત્પર સાધુ પાપનું પ્રત્યાખ્યાન કરે. [૪રપ જ્ઞાની પુરુષ જો કોઈપણ પ્રકારે પોતાના આયુષ્યનો ક્ષયકાળ જાણે તો તે આયુષ્યનો ક્ષય થયા પહેલાં જ સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે. [૪૨૬] જેમ કાચબો પોતાના અંગોને પોતાના દેહમાં સંકોચીને રાખે છે. તેમ બુદ્ધિમાનુ પુરુષ આત્મલીનતાથી પોતાના પાપોને સંકોચી લે છે. સાધુ પોતાના હાથ, પગ, મન અને પાંચ ઈન્દ્રિયોની ચેષ્ટાઓને સંકુચિત કરે અથવા ગોપવીને રાખે, પાપમય પરિણામ અને પાપમય ભાષાનો પણ ત્યાગ કરે. ' [૪૨૮-૪૨૯] પંડિત પુરુષ લેશમાત્ર પણ માન અને માયા ન કરે. માન અને માયાનું અશુભ ફળ જાણીને સુખશીલતાનો ત્યાગ કરે તથા ક્રોધનો ત્યાગ કરી નિષ્કપટ ભાવથી વિચરે. પ્રાણીઓની હિંસા ન કરે, અદત્ત વસ્તુ ગ્રહણ ન કરે, કપટ સહિત જૂઠું ન બોલે, એ જ જિતેન્દ્રિય પુરુષનો ધર્મ છે. ૪િ૩૦-૪૩૧] સંયમી મુનિ વચનથી અથવા મનથી પણ કોઈ જીવને પીડા આપવાની ઈચ્ચા ન કરે, પરંતુ બહારથી અને અંદરથી ગુપ્ત રહી ઈદ્રિયોનું દમન કરીને સારી રીતે સંયમનું પાલન કરે. પોતાના આત્માને પાપથી ગોપન કરનાર જિતેન્દ્રિય પુરષ ભૂતકાળમાં કોઇએ કરેલા, વર્તમાનકાળમાં કરાતા અને ભવિષ્યકાળમાં કરવાના હોય એવા પાપકર્મોને અનુમોદન આપતા નથી. " [૪૩ર-૪૩૩] કોઈ પુરુષ લોકપૂજ્ય તથા વીર હોય પણ તે જો ધર્મના રહસ્યને નહિ જાણનાર મિથ્યાદ્રષ્ટિ હોય તો તેનું કરેલું તપ, દાન વગેરે બધું અશુદ્ધ છે અને તે કર્મબંધનું કારણ બને છે. જે વસ્તુ સ્વરૂપને જાણનારા મહાપૂજનીય અને કર્મને વિદારવામાં નિપુણ સમ્યવૃષ્ટિ છે, તેમના તપ આદિ સર્વ અનુષ્ઠાનો શુદ્ધ છે અને તેની સમસ્ત ક્રિયા કર્મબંધનું કારણ ન બને પરંતુ મોક્ષનું કારણ બને છે. [૪૩૪-૪૩પ જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થઇ પ્રવ્રજ્યા અંગીકાર કરીને પૂજા સત્કાર માટે તપ કરે છે તેમનું તપ પણ શુદ્ધ નથી. તેથી સાધુ પોતાના તપને ગુપ્ત રાખે અને પોતે પોતાની પ્રશંસા ન કરે. સંયમયાત્રાના નિવાહ માટે સાધુ અલ્પભોજન કરે અને અલ્પ જલપાન કરે અને થોડું બોલે, તથા ક્ષમાવાનું લોભ-આસક્તિથી રહિત, જિતેન્દ્રિય અને વિષયોમાં અનાસક્ત બનીને હમેશાં સંયમનું અનુષ્ઠાન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy