SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૭, ૧૫૧ પ્રાપ્તિ થતી હોય તો પાણીમાં રહેનારા જળચર પ્રાણીઓને પણ મોક્ષ મળી જવો જોઈએ. જો જળથી મુક્તિ મળતી હોય તો માછલા, કાચબા, જળ સર્પ, જળ મુગ, જળચર ઊંટ તથા જળરાક્ષસ એ બધા જળચરો જ સૌથી પહેલાં મોક્ષ પામે, પરંતુ આવું બનતું નથી. માટે જે જળસ્પર્શથી મોક્ષ બતાવે છે તેમનું કથન અયુક્ત છે. એવું કુશળ પુરુષો કહે છે. [૩૯૬-૩૭] જો જળ કમરૂપી મેલને ધોઈ નાખે તો પુણ્યને કેમ ન ધોઈ નાખે? તેથી જળસ્નાનથી મોક્ષ માનવો તે કલ્પના માત્ર છે. વસ્તુતઃ જેમ કોઇ જન્માંધ પુરુષ અંધનેતાનું અનુસરણ કરે તો તે કુમાર્ગે ચાલ્યો જાય છે, પોતાના લક્ષ્ય પહોંચી શકતો નથી. મૂર્ખ જીવો અજ્ઞાની નેતાની પાછળ ચાલીને જળસ્નાન વગેરે દ્વારા પ્રાણીઓનો ઘાત કરે છે. જો ઠંડુ-કાચું પાણી પાપકર્મ કરતા પુરુષોના પાપને હરી લે તો જળચર જીવો માછલી આદિને મારનાર મચ્છીમાર આદિની મુક્તિ થઈ જવી જોઈએ. પરંતુ તેવું બનતું નથી. માટે જળસ્નાનથી મુક્તિ બતાવનારા મિથ્યા ભાષણ કરે છે. [૩૯૮-૩૯૯] પ્રાતઃકાળે અને સાંજે અગ્નિનો સ્પર્શ કરનારા અગ્નિમાં હોમ કરવાથી મોક્ષની પ્રાપ્તિ બતાવે છે, તેઓ મિથ્યાવાદી છે. જો તે પ્રમાણે મોક્ષ મળતો હોય તો અગ્નિનો સ્પર્શ કરનારા કુકર્મીઓને પણ મોક્ષ થવો જોઈએ પણ તેમ બનતું નથી. જેણે જળસ્નાનથી અથવા અગ્નિહોત્રથી મુક્તિ માની છે તેઓએ પરીક્ષા કરીને જોયું નથી કે વસ્તુતઃ આ રીતે મુક્તિ મળતી નથી. એવી માન્યતા રાખનાર અજ્ઞાની જીવ સંસારમાં પરિભ્રમણ કરશે. સર્વપ્રકારના ત્રસ અને સ્થાવર જીવો સુખને ઈચ્છે છે. એવું જાણીને તેમજ સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરીને કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી. [૪૦] પાપ કરનાર પ્રાણીને રડવું પડે છે. તરવાર વગેરેથી છેદનનું દુઃખ ભોગવવું પડે છે. ભયભીત થવું પડે છે. એવું જાણી વિદ્વાન મુનિ પાપથી નિવૃત્ત થઈ પોતાના મન, વચન, કાયને ગોપન કરી તથા ત્રસ અને સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તેઓની હિંસા ન કરે. | [૪૦૧] જો સાધુ ઉદ્દિષ્ટ વગેરે દોષોથી રહિત આહારનો પણ સંચય કરીને ઉપભોગ કરે છે તથા અચિત્ત જળથી પણ શરીરના અંગોને સંકોચીને પણ સ્નાન કરે છે, વસ્ત્ર ધોવે છે, શૃંગાર માટે વસ્ત્રને નાનું-મોટું કરે છે, તે સંયમથી દૂર છે તેમ કહ્યું છે. [૪૦૨] ધીરપુરુષ જળસ્નાનથી કર્મબંધ જાણીને મુક્તિ પર્યત પ્રાસુક જળ વડે જીવન ધારણ કરે, બીજ-કંદાદિનું ભોજન ન કરે. સ્નાન તથા મૈથુનનો ત્યાગ કરે. ૪૦૩] જે પુરુષે માતા, પિતા, ઘર, પુત્ર, પશુ અને ધનને છોડીને દીક્ષા ગ્રહણ કરી છે પછી સ્વાદિષ્ટ ભોજન બનાવનાર ઘરોમાં લોલુપતાથી દોડે છે, તે શ્રમણત્વથી દૂર છે. | [૪૦૪] જે પેટ ભરવામાં વૃદ્ધ પુરુષ સ્વાદિષ્ટભોજન માટે તેવા ઘરોમાં ભિક્ષાર્થે જાય છે તથા ત્યાં ધર્મકથા કરે છે તેમજ સુંદર આહાર માટે પોતાના ગુણોનું વર્ણન કરાવે છે તે આચાર્યના ગુણોથી શતાંશ પણ નથી, એમ તીર્થંકરોએ કહ્યું છે. [૪૦પ-૪૦૬] દીક્ષિત બનીને જે સાધુ પરાયા ભોજન ઉપર દીન બની જાય છે અને ચારણભાટની પેઠે બીજાની પ્રશંસા કરે છે તે ચોખાના દાણાઓમાં આસક્ત બનેલ મોટા ડુક્કરની જેમ નાશ પામે છે અર્થાતુ વારંવાર જન્મ-મરણને ધારણ કરે છે. જે પુરુષ અન્ન, પાન તથા વસ્ત્ર વગેરે આ લોકના પદાર્થોના નિમિત્તે દાતા પુરુષને સેવકની પેઠે રુચિકર વાત કહે છે તે પાર્શ્વસ્થ તથા કુશીલ છે, જેમ ફોતરા નિસ્સાર બની જાય છે તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy