SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૬, ૧૪૯ સર્વ મુનિઓમાં પ્રધાન હતા. જેમ સમુદ્રોમાં સ્વયંભુરમણ સમુદ્રપ્રધાન છે, નાગોમાં ધરણેન્દ્ર ઉત્તમ છે અને રસવાળા પદાર્થોમાં ઇક્ષુસોદક સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ સર્વ મુનિઓમાં ભગવાન મહાવીર પતાકાની પેઠે સર્વોપરિ હતા. જેમ હાથીઓમાં ઐરાવત, પશુઓમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં વેણુદેવ ગરૂડ શ્રેષ્ઠ છે તેમ નિર્વાણવાદીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર શ્રેષ્ઠ હતા. જેમ યોદ્ધાઓમાં વિશ્વસેન, ફૂલોમાં કમળ, અને ક્ષત્રિઓમાં દાન્ત વાક્ય પ્રધાન હતા તેમ ૠષિઓમાં ભગવાન વર્ધમાન શ્રેષ્ઠ હતા. જેમ દાનોમાં અભયદાન, સત્યમાં નિર્વદ્ય સત્ય અને તપોમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે તે પ્રમાણે લોકમાં જ્ઞાતપુત્ર શ્રમણ ઉત્તમ હતા. જેમ સમસ્ત સ્થિતિમાં પાંચ અનુત્તર વિમાનવાસી દેવો શ્રેષ્ઠછે. સભાઓમાં સુધર્મસભા શ્રેષ્ઠ છે અને ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ છે. તે પ્રમાણે જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરથી કોઇ વધુ જ્ઞાની નથી. [૩૭૬] ભગવાન મહાવીર પૃથ્વી સમાન સમસ્ત પ્રાણીઓના આધાર ભૂત છે. અષ્ટ કર્મોને વિદારનાર, આસક્તિ રહિત, કોઇ પણ પદાર્થનો સંગ્રહ ન કરનાર, આશુપ્રજ્ઞ, સદા જ્ઞાનોપયોગથી સંપન્ન, ક્રોધાદિ વિકારોથી રહિત, પ્રાણીમાત્રને અભય દેનાર અને અનંત સંસાર સાગરને પાર કરીને મોક્ષ પધાર્યા છે. તે અનન્તચક્ષુ છે. [૩૭૭] અરિહંત મહર્ષિ ભગવાન મહાવીરે ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર આંતરિક દોષોનો ત્યાગ કર્યો છે. તે સ્વયં પાપ કરતા ન હતા, કરાવતા પણ ન હતા અને ક૨ના૨ને અનુમોદન આપતા ન હતા. [૩૭૮] ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી અને અજ્ઞાનવાદી એ સર્વમત વાદીઓના મતને જાણીને ભગવાન મહાવીર યાવજીવન સંયમમાં સ્થિત રહ્યા હતા. [૭૯] ભગવાન મહાવીરે દુઃખના ક્ષય માટે સ્ત્રીસંગ તથા રાત્રિભોજનનો ત્યાગ કર્યો હતો તેમજ દુઃખો-કર્મોનો ક્ષય કરવા માટે સદા તપમાં પ્રવૃત્ત હતા. આ લાક અને પરલોકના સ્વરૂપને જાણીને સર્વ પ્રકારના પાપનો સર્વથા ત્યાગ કર્યો હતો. [૩૮૦] અરિહંત દેવ દ્વારા કથિત યુક્તિસંગત, શબ્દ અને અર્થથી શુદ્ધ ધર્મને સાંભળીને જે જીવો તેના પર શ્રદ્ધા રાખે છે તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે. કદાચિત્ શેષ કર્મ રહી જાય તો ઇન્દ્ર સમાન દેવતાઓના અધિપતિ બને છે, પછીના ભવમાં સિદ્ધ થાય છે. અધ્યયનઃ ૬ ની મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયા પૂર્ણ અધ્યયનઃ૭ - કુશીલપરિભાષિત [૩૮૧-૩૮૩] પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, તૃણ, વૃક્ષ, બીજ આદિ વનસ્પતિકાય અને ત્રસકાય-અંડજ જરાયુજ સ્વેદજ, અને રસજ આ બધા જીવ સમૂહને તીર્થંકર ભગવાને જીવનિકાય કહેલ છે. તે બધા જીવો સુખના અભિલાષી અને દુઃખના દ્વેષી છે એમ જાણવું. અને સૂક્ષ્મ રીતે વિચાર કરવો જોઇએ કે જેઓ આ પ્રાણીઓનો નાશ કરે છે તેઓ પોતાના આત્માને દંડે છે અને વારંવાર આ યોનિઓમાં ઉત્પન્ન થાય છે. પૂર્વોક્ત ત્રસ અને સ્થાવર જીવની હિંસા કરનાર જીવ વારંવાર એકેન્દ્રિયથી લઇને પંચેન્દ્રિય સુધીની યોનિયોમાં પરિભ્રમણ કરે છે અને ત્રસકાય તથા સ્થાવર કાયમાં ઉત્પન્ન થઈને વિનાશ પામે છે. વારંવાર જન્મ લઇને ક્રૂર કર્મો કરનાર તે અજ્ઞાની જીવ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy