SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૫, ઉદેસ-૨ ૧૪૭ વહી રહ્યા છે એવા નારક જીવો અધોમુખ થઈ પૃથ્વી પર પડી જાય છે. [૩૪૬-૩૪૯] તે નરકમાં સદા ક્રોધિત, ક્ષુધાતુર, ધૃષ્ટ, વિશાળ શરીરધારી શિયાળીયાઓ રહે છે. તેઓ સાંકળથી બંધાયેલા તથા નિકટમાં સ્થિત પાપી જીવોને ખાઈ જાય છે. નરકમાં એક સદાખલા નામની નદી છે. તે નદી ઘણી કષ્ટદાયી છે. તેનું પાણી ક્ષાર, રસી અને લોહીથી સદા મલિન રહે છે, તે નદી અગ્નિથી ગળી ગયેલા લોઢાના દ્રવની જેમ ઘણા ગરમ પાણી વાળી છે. તેમાં નારકજીવો રક્ષણ રહિત એકલા તરે છે અને દુઃખ ભોગવે છે. નરકમાં ચિરકાળ નિવાસ કરનારા અજ્ઞાની નારકી જીવો પૂર્વે જે વર્ણન કર્યું છે તેવાં દુઃખો નિરંતર ભોગવતા રહે છે. તેમને કોઈપણ દુઃખ ભોગવતાં બચાવી શકતું નથી. તેઓ નિસહાય બની એકલા જ દુઃખ ભોગવે છે. જે જીવે પૂર્વભવમાં જેવું કર્મ કર્યું છે તેને સંસાર-આગલા ભવે તેવું જ ભોગવવું પડે છે. જેણે એકાંત દુઃખરૂપ નરકભવના કર્મો કર્યા છે, તેઓ અનંત દુઃખરૂપ નરક ભોગવે છે. [૩પ૦) ધીર પુરુષ આ નરકોનું કથન સાંભળીને સમસ્ત લોકમાં કોઈપણ પ્રાણીની હિંસા ન કરે અને જીવાદિ તત્ત્વો પર અટલ વિશ્વાસ રાખે, પરિગ્રહનો ત્યાગ કરે અને લોકના અથવા કાયોના સ્વરૂપને સમજીને કષાયોને વશીભૂત ન બને. [૩પ૧] જે પ્રમાણે પાપી પુરુષની નરકગતિ કહી છે, તે પ્રમાણે તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ પણ જાણવી. એ ચાર ગતિઓથી યુક્ત સંસાર અનંત અને કર્મને અનુરૂપ ફળ આપનારો છે. એવું જાણીને બુદ્ધિમાન પુરુષ મરણકાળ પર્યત સંયમનું પાલન કરે. અધ્યનનઃપ-ઉદેસોઃ ૨નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] | અધ્યનનઃ૫-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ ૬-વીરસ્તુતિ [૩પ૨] મને શ્રમણ, બ્રાહ્મણ, ગૃહસ્થ અને પરતીથઓએ પૂછ્યું કે જેમણે ઉત્તમ રીતે વિચાર કરીને એકાંત રૂપે કલ્યાણ કરનારો અનુપ ધર્મ કહ્યો છે તે કોણ છે? [૩પ૩] હે પૂજ્ય ! જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું જ્ઞાન કેવું હતું? દર્શન કેવું હતું? અને શીલ-ચારિત્ર કેવું હતું? હે ભિક્ષો ! આપ એ જાણો છો માટે આપે જેવું સાંભળ્યું છે, જોયું છે અને નિશ્ચય કર્યો છે તે પ્રમાણે મને બતાવો. [૩પ૪] ભગવાનું મહાવીર સંસારના પ્રાણીઓના વાસ્તવિક દુઃખોને જાણતા હતા, અષ્ટકમને નષ્ટ કરનાર હતા મહાન ઋષિ હતા – ઘોર તપસ્વી હતા, પરિષહોને સમભાવે સહેતા હતા અથવા –સદા સર્વત્ર ઉપયોગ રાખનાર હતા, અનંતજ્ઞાની અને અનંત દર્શની હતા. એવા યશસ્વી તથા ભવસ્થ કેવળી અવસ્થામાં જગતના લોચન માર્ગમાં સ્થિત ભગવાનું મહાવીરના ધર્મને અને ઘેર્યને તમે જાણો સમજો. [૩પપ-૩૬૦] કેવળજ્ઞાની ભગવાન મહાવીરે ઊંચી નીચી અને તિર્થી દિશામાં રહેલ ત્રસ અને સ્થાવર પ્રાણીઓને જાણીને તેમજ જગતના સર્વ પદાર્થો દ્રવ્યની અપેક્ષાએ નિત્ય છે અને પયયની અપેક્ષાએ અનિત્ય છે, એવું જાણી દીપકની સમાન પદાર્થને પ્રકાશિત કરનાર ધર્મને કહ્યો. તે સર્વદશી, અપ્રતિહતજ્ઞાની, વિશદ્ધ ચારિત્રવાન, ધૈર્યવાન અને આત્મસ્વરૂપમાં લીન હતા તેમજ સમસ્ત જગતમાં ઉત્કૃષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy