SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ યગડો-૧/૨/૩/૧૪૭ [૧૪૭ી જેમ દુર્બળ બળદને ગાડીવાન ચાબૂક મારી મારીને પ્રેરિત કરે છે પણ તે વિષમ માર્ગ કાપી શકતો નથી, તે પરાક્રમહીન અને બળહીન હોવાના કારણે વિષમ માર્ગમાં કષ્ટ પામે છે, પરંતુ ભારવહન કરવામાં સમર્થ થતો નથી. [૧૪૮] તે પ્રમાણે કામભોગના અન્વેષણમાં નિપુણ પુરુષ હું આજ-કાલમાં કામભોગ છોડી દઈશ એવી માત્ર ચિંતા કરે છે પરંતુ તે છોડી શકતો નથી. માટે કામભોગની ઈચ્છા જ કરવી નહિ અને મળેલાં કામભોગોને ન મળ્યા બરાબર જાણી તેઓથી નિસ્પૃહી બની જવું જોઈએ. [૧૪] મૃત્યુ પછી દુર્ગતિ ન થાય એવો વિચાર કરી વિષયસેવનથી પોતાના આત્માને દૂર કરો અને શિક્ષા આપો કે હે આત્મન ! અસાધુ પુરુષ કર્મ કરી દુર્ગતિમાં ગયા બાદ શોક કરે છે- હાયહાય કરે છે. અને વિલાપ કરે છે. [૧૫] હે મનુષ્યો ! આ મર્યલોકમાં પહેલાં તો પોતાનું જીવન જ જુઓ ! સો વર્ષની આયુવાળા પુરુષનું જીવન પણ યુવાવસ્થામાં જ નષ્ટ થઈ જાય છે. આ જીવનને થોડા દિવસના નિવાસ જેવું સમજો. ક્ષુદ્ર મનુષ્ય જ કામભોગમાં મૂચ્છિત બને. [૧૫૧] આ લોકમાં જે મનુષ્યો આરંભમાં આસક્ત છે, આત્માને દેડનાર છે અને જીવોની હિંસા કરનાર છે તેઓ ચિરકાળ માટે નરક વગેરે પાપલોકમાં જાય છે. જો બાળતપસ્યા વગેરેના કારણે તે દેવતા બને, તો પણ અધમ અસુર અથવા કિલ્પિષી દેવ બને છે. [૧૫રી સર્વજ્ઞોએ કહ્યું છે કે “આ જીવન તૂટ્યા પછી સંધાતું નથી છતાં પણ અજ્ઞાની મનુષ્યો પાપ કરવામાં ધૃષ્ટતા કરે છે. તેઓ કહે છે કે “અમને તો વર્તમાન સુખનું જ પ્રયોજન છે, પરલોકને કોણ જોઇને આવ્યું છે?” [૧પ૩. હે અંધતુલ્ય પુરુષ ! તું સર્વજ્ઞોક્ત સિદ્ધાંતમાં શ્રદ્ધા કર. જેની દ્રષ્ટિ પોતાના કરેલાં મોહનીય કર્મના પ્રભાવથી અંધ થઈ ગઈ છે, તે જ સર્વજ્ઞોક્ત આગમની શ્રદ્ધા કરતોનથી, એ સમજ! [૧૫] દુખી જીવ વારંવાર મોહને વશ બને છે, માટે સાધુ પોતાની સ્તુતિ અને પૂજનો ત્યાગ કરે. જ્ઞાનાદિસંપન્ન સાધુ બધા પ્રાણીને આત્મસમાન જુએ. [૧૫પી જે પુરુષ ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરીને પણ શ્રાવક ધર્મ પાળીને ક્રમશઃ પ્રાણીઓની હિંસાથી નિવૃત્ત થાય છે તથા સર્વ પ્રાણીઓમાં સમભાવ રાખે છે તે સુવતી પુરુષ દેવલોકમાં જાય છે. [૧૫] સાધુએ ભગવાનના આગમને સાંભળીને તેમાં કહેલા સત્ય-સંયમમાં . ઉદ્યમી થવું, કોઈની ઉપર મત્સર ન કરવો, અને નિર્દોષ ભિક્ષા લાવવી જોઈએ. [૧૫] સાધુ બધી વસ્તુને જાણી સંવરનું આચરણ કરે. મન, વચન અને કાયાનું ગોપન કરે, જ્ઞાનાદિયુક્ત થઈને સદા પોતાના તથા બીજાના વિષયમાં યતના કરે. તથા મોક્ષના અભિલાષી થઈને વિચરે. [૧૫૮] અજ્ઞાની જીવ ધન, પશુ અને જ્ઞાતિજનોને પોતાનું શરણ માને છે. તે માને છે કે તેઓ મારા છે અને હું તેમનો છું. કિન્તુ વસ્તુતઃ તે ત્રાણ અને શરણ નથી. [૧૫] દુઃખ આવતાં જીવ એકલો જ તે દુઃખ ભોગવે છે તથા ઉપક્રમના કારણ આયુ નષ્ટ થતાં અથવા મૃત્યુ આવતાં તે એકલો જ પરલોકમાં જાય છે. તેથી વિદ્વાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005054
Book TitleAgam Deep Agam 01 to 04 Gujarati Anuvaad Part 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages468
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy