SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કૃષ્ણ, નીલ,કાપો,તેજો,પદ્મ ને શુકલ એ છ લેશ્યા. (૩)ષાયકુશીલજો પરિહારવિશુધ્ધિ સંયમવાળો હોય તો તેને તેજોપાઅનેસુલ ત્રણે લેશ્યા હોય છે અને જો તે સૂક્ષ્મ સંપરાય સંયમવાળો હોય તો તેને ફકત શુક્લ લેશ્યાજ હોય છે. (૪) નિન્થ અને સ્નાતકને શુકલ લેશ્યાજ હોય છે. (૫)સ્નાતકમાં અયોગી સ્નાતક-અલેશ્ય હોય તે ખ્યાલ રાખવો. [9]ઉપપાત - ઉત્પન્ન થવું તે. (૧)સ્નાતક સિવાયના પુલાકઆદિ સર્વે સાધુઓ જધન્ય થી પલ્યોપમ પૃથક્તની સ્થિતિવાળા દેવો રૂપે પહેલા સૌધર્મકલ્પમાં ઉપજે (૨)ઉત્કૃષ્ટ ઉપપાત-પુલાકનો સમન્નાર કલ્પમાં વીશ સાગરોપમની સ્થિતિમાં છે. (૩)બકુશ અને પ્રતિસેવનાકુશીલનો ઉત્કૃષ્ટ ઉપપાત આરણ અને અય્યત દેવલોકમાં ૨૨-સાગરોપમની સ્થિતિ પ્રમાણ છે. (૪)કષાયકુશીલતથાનિસ્પ્રન્થનોઉત્કૃષ્ટ ઉપપાત સર્વાર્થસિધ્ધ વિમાનમાં૩૩સાગરોપમ સ્થિતિ કહ્યો છે. (૫)સ્નાતકતો નિર્વાણ પામીને મોક્ષમાં જ જવાના છે. [૮]સ્થાન -સંયમના સ્થાનો કે પ્રકારો કષાયોનો નિગ્રહ અને યોગનોનિગ્રહએસંયમ છે. સંયમબધાનો બધી વખતે એકસરખોન હોઈ શકે. કષાય અને યોગના નિગ્રહવિષયકતરતમતાને કારણે સંયમમાં પણ તરત તા આવેછે. કષાય નિમિત્તક સંયમ સ્થાનો અસંખ્યાતા કહ્યા છે. જેઓછામાં ઓછોનિગ્રહ સંયમકોટિમાં આવે છે. ત્યાંથી માંડી સંપૂર્ણનિગ્રહરૂપ સંયમસુધીમાં નિગ્રહની તીવ્રતા-મંદતાની વિવિધતાને લીધે સંયમના અસંખ્યાત પ્રકારો સંભવે છે. અને આ બધા પ્રકારોને સંયમના સ્થાનોઅસંખ્યાતાક્યા છે. જેઓછામાંઓછોનિગ્રહ સંયમકોટિમાં આવે છે. ત્યાથી માંડીસપૂર્ણનિગ્રહરૂપસંયમ સુધીમાંનિગ્રહની તીવ્રતા-મંદતાનીવિવિધતાને લીધેસંયમનાઅસંખ્યાત પ્રકારો સંભવે છે અને આ બધા પ્રકારને સંયમના સ્થાનો કહેવામાં આવે છે. જયાં સુધી કષાયનો લેશ પણ સંબંધ હોય ત્યાંસુધીનાં સંયમસ્થાનોકષાયનિમિત્તક અને ત્યાર પછીના સ્થાનો યોગ નિમિત્તક સમજવા. યોગનો સર્વથા નિરોધ થવાથી જે સ્થિતિ પ્રાપ્ત થાય છે તેને છેલ્લે સંયમસ્થાન સમજવું. જેમ જેમ પૂર્વપૂર્વવર્તી સંયમ સ્થાન તેમતેમ કાષાયિક પરિણતિ વિશેષ અને જેમ જેમ ઉપરનું સંયમસ્થાનતેમતેમ કાષાયિભાવ ઓછો તેથી ઉપર ઉપરના સ્થાનોને વધુ વિશુધ્ધિવાળા સ્થાને સમજવા. યોગ નિમિત્તક સંયમ સ્થાનોમાં નિષ્કષાયત્વ રૂપ વિશુધ્ધિ સમાન હોવા છતાં જેમ જેમ યોગ નિરોધ ઓછો વધતો તેમ તેમ સ્થિરતા પણ ઓછી વધતી હોય. યોગનિરોધની વિવિધતાને લીધે સ્થિરતા પણ વિવિધ પ્રકારની હોય છે. એટલે માત્ર યોગ નિમિત્તક સંયમસ્થાનો પણ અસંખ્યાત પ્રકારના બને છે. છેલ્લું સંયમ સ્થાન જેમાં પરમ પ્રકૃષ્ટવિશુધ્ધિ અને પરમ પ્રકૃષ્ટ સ્થિરતા હોય છે. તેવું સંયમ સ્થાન એક જ હોઈ શકે. ઉકત પ્રકાર ના સંયમ સ્થાનોમાં પુલાક આદિની સ્થિતિઃ(૧)પુલાક અને કષાયકુશીલના સંયમ સ્થાનો સૌથી જઘન્ય કહ્યા છે. Jain Education international For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy