SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ U [5]શબ્દશાનઃહિંસ-હિંસા અમૃત-અસત્ય,જૂઠ અસ્તેય-ચોરી વિષયસંરક્ષણ-વિષય કે તેના સાધનનું રક્ષણ રૌદ્રમ-રૌદ્ર ધ્યાન વિરત-વિરતિ રહિત જીવો દેશવિરત-દેશથી વિરત,અગારી વ્રતી કે શ્રાવક U [6]અનુવૃત્તિ ઉત્તમસંહનન, મૂત્ર. ૬:૨૭ ધ્યાનમ્ શબ્દની અનુવૃત્તિ લેવી. U [7]અભિનવટીકા-પ્રસ્તુતસૂત્રમાં રૌદ્રધ્યાનના ભેદો અને તેના સ્વામિઓનું વર્ણન છે. રૌદ્ર ધ્યાનના ચાર ભેદો, તેના કારણો ઉપરથી આર્તધ્યાન ની પેઠે પાડવામાં આવ્યા છે. જેનું ચિત્તકુર કે કઠોર હોય તે રૂદ્ર. અનેતેવા આત્માનું જ ધ્યાન તે રૌદ્રધ્યાન. જેના ચાર ભેદ અત્રે કહેવામાં આવે છે. તે આ પ્રમાણે (૧)હિંસાનુંબંધી (૨)અસત્યાનુંબંધી, (૩)સ્તેયાનુબંધી અને (૪)વિષયસંરક્ષણાનુબંધી. [૧]હિંસાનુંબંધી-રૌદ્રધ્યાન ૪ હિંસા કરવાની વૃત્તિમાંથી જે કુરતાકે કઠોરતા આવે છે, એને લીધે જે જે સતત ચિંતા થયા કરે તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન. જ હિંસા કેવી રીતે કરવી. કયારે કરવી, તેનાં સાધનો ક્યાં કયાં છે, સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ઇત્યાદિ હિંસાના એકાગ્ર ચિત્તે થતાં વિચારો તે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન છે. $ જીવહિંસા માટેના સંકલ્પ-વિકલ્પો કરવા તે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન છે. $ હિંસા માટે મનમાં મથામણ, કોઇને મારી નાંખવાની ઘટનાના વિચારમાં એકતાન થઈ લીન થવું તે હિંસાથે રૌદ્રધ્યાન. 2 हिंसार्थम् स्मृति समन्वाहारो रौद्रध्यानम् $ હિંસા કર્મને માટે જે પુનઃપુનઃ વિચાર કરવો અથવા આ જ વિષયો તરફ ચિત્તને ચોંટાડી રાખવું તે રૌદ્રધ્યાન છે. જે હિંસાનંદ કે હિંસાનુંબંધી રૌદ્રધ્યાન, પ્રાણીઓને દાહદેવો, વધ કરવો, બંધન કરવું ઇત્યાદિ ચિંતનરૂપ છે. [૨]અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન- જેને મૃષાનુબંધી રૌદ્રધ્યાન પણ કહે છે. ૪ જુઠુંબોલવાની વૃત્તિમાંથી કૂરતાકે કઠોરતા આવે છે. એને લીધે જે સતત ચિંતા થયા કરે છે તેને અસત્યાનુંબંધી રૌદ્ર ધ્યાન કહેવામાં આવે છે. ૪ અસત્યકેવી રીતે બોલવું કેવી કેવી રીતે અસત્ય બોલવાથી છૂટી જવાશે, કેવી કેવી રીતે અસત્ય બોલવાથી અન્યને છેતરી શકાશે વગેરે અસત્યના એકાગ્રચિત્તે થતા વિચારો તે અસત્યાનુંબંધી રૌદ્રધ્યાન છે. # જુઠું બોલવા માટેના સંકલ્પ-વિકલ્પો કરવા તે મૃષાનુંબંધી રૌદ્રધ્યાન છે. # જુઠ માટે મનમા મથામણ, કોઈપાપ છુપાવવા કે બીજા કોઈ કારણોસર એક જુઠાણા માંથી અનેક જુઠાણા ઘડવાના વિચારમાં એકતાન થઈ લીન થવું તે અસત્યાર્થ રૌદ્રધ્યાન. 4 अमृत वचनार्थ स्मृति समन्वाहारो रौद्रध्यानम् Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005039
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 09
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy