SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ ૧ સૂત્રઃ પ્રધાનપણે સાબીત ન થઇ શકે માટે તેને અવક્તવ્ય કહ્યું. (૫)સ્યાત્ મસ્તિ વ ચાત્ અવક્તવ્ય હવ ધટ: સર્વ વસ્તુ કથંચિત્ છે જ. કથંચિત્ અવકતવ્ય છે જ. જયારે કોઇપણ પદાર્થમાં પોતાના દ્રવ્ય ક્ષેત્ર-કાળ અને ભાવથી સત્વ હોવા છતાં અસ્તિત્ત્વ નાસ્તિત્ત્વ એક સાથે કહેવું અશકય હોય ત્યારે આ પાંચમો ભંગ બને. વ્યવહારિક દૃષ્ટાન્ત લહીએ તો શીખંડમાં દહીં એ દ્રવ્યનું થોડું સત્વ છે તેથી કથંચિત્ સત્ છે. પણ સાથે સાથે તેમાં નહીં રહેલા ૫૨ દ્રવ્યોનું કથંચિત્ અસત્વ છે. તેથી કથંચિત્ સત્વઅસત્વની પ્રધાન પણે એક કાળે વિવક્ષા કરવાથી અવકતવ્ય રૂપ જ થશે. એટલે અહીં સ્વાત્ અસ્તિ અને સ્થાત્ અવક્તવ્ય રૂપ ભંગ થશે. (૬)સ્યાત્ નાસ્તિ વ યાત્ અવક્તવ્યમેવ સર્વ વસ્તુ કથંચિત્ નથી જ. કથંચિત્ અવકતવ્ય જ છે. એ પ્રમાણે નિષેધ તથા અવકતવ્યની કલ્પનાથી આ ભંગ બને. ૫૨ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી પર સ્વરૂપને અનુસરીને પ્રધાનપણે નાસ્તિત્ત્વ છતાં એક સાથે અસ્તિત્ત્વનાસ્તિત્ત્વ કહેવું હોય ત્યારે ભંગ બને છે. (૭)સ્થાત્ અતિ વ યાત્ મસ્તિ જીવ સ્યાત્ અવક્તવ્યમેવ સર્વ વસ્તુ કથંચિત છે જ કથંચિત્ નથી જ કચિત્ અવકતવ્ય જ છે. આ પ્રમાણે ક્રમે કરીને વિધિ-નિષેધ-અવકતવ્ય જ છે. જેમ કે ઘડામાં માટીની અપેક્ષાએ સ્વ દ્રવ્ય છે. [અસ્તિ] જસત્ તાંબાની અપેક્ષા એદ્રવ્ય નથી [નાસ્તિ]અને બંનેનો પ્રધાનતાએ સાથે વિચાર કરીએ તો અવક્તવ્ય ભાંગો થવાનો. ૪૧ જીવાદિ તત્ત્વોને જાણવા માટે પ્રમાણ અને નય રૂપ સાધનો જાણ્યા, તેમાં આ સપ્તભંગી પણ વસ્તુની જૂદી જૂદી અપેક્ષા એવિવક્ષા માટે જ છે. જેમ કે જીવ જીવસ્વરૂપેઞપ્તિ છેઃ પણ કર્માદિ અપેક્ષા એ નાસ્તિ છે. આ રીતે સાતે તત્ત્વોની વિવક્ષા થઇ શકે. ] [8]સંદર્ભ:આગમ સંદર્ભ: दव्वाण सव्वभावा सव्वपमाणेहिं जस्स उवलद्धा. સવ્વાદિ નર્યાવહાર્દિ વિત્યારફ ત્તિ નાયયનો જ ઉત્તરાધ્યયન અ૨૮. ૨૪. તત્ત્વાર્થ સંદર્ભ: પ્રમાણ-વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૯ થી સૂત્રઃ૩૨ નયઃ- વિશેષ ચર્ચા અધ્યાયઃ૧ સૂત્ર ૩૩-૩૪. અન્ય ગ્રંથ સંદર્ભ: (૧)પ્રમાણ નય તત્ત્વા લોકાલંકાર (૨)નય રહસ્ય. (૩)નય કર્ણિકા (૪)જૈન તર્ક ભાષા. (૫)સ્યાદ્વાદ રત્નાકર. [] [9]પદ્યઃ(૧) જીવ આદિ સાત તત્ત્વો પ્રમાણ-નયથી ધારતાં જ્ઞાન તેનું થાય સુંદર વસ્તુ તત્ત્વ વિચારતાં અનંત ધર્મધારી વસ્તુ અનેક ભેદે જે ગ્રહે For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005031
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 01
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy