SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજે લખેલ છે કે ‘ન ્ પુખ્ત છંતાળ છીય નોર્ફ તતો નિયાંતિ' (આ.નિ.ગાથા-૧૩૭૨) અર્થાત્ કાલગ્રહણ માટે જતા સાધુઓને છીંક સંભળાય કે તેમના ઉપર દીવા વગેરેનો પ્રકાશ આવે કે લાઈટ પડે, વીજળી ચમકે તો કાલગ્રહણ કરવાના બદલે પાછા ફરે. ચંદ્રપ્રકાશ કે મણિનો ઉદ્યોત શરીરના સંપર્કમાં આવે તો શાસ્ત્રવિહિત કાલગ્રહણની ક્રિયા બંધ કરવામાં નથી આવતી. પરંતુ વીજળીનો પ્રકાશ કે દીવાની ઉજેહી વગેરે શરીર ઉપર પડે તો કાલગ્રહણની ક્યિા બંધ કરાય છે. તે કાલગ્રહણ રદબાતલ થાય છે. શરીર ઉપર દીવાનો પ્રકાશ, લાઈટ વગેરે પડે તો કાલગ્રહણની પવિત્ર ક્રિયા નહિ કરવાનું કારણ બહુ સ્પષ્ટ છે કે તેનાથી અગ્નિકાયના જીવોની વિરાધના થાય છે. અગ્નિકાયના જીવોની વિરાધના થવી તે સંયમજીવનમાં એક પ્રકારનો ખૂબ મોટો દોષ હોવાથી સાધુઓ કાલગ્રહણ કરવાના બદલે પાછા ફરે છે. આ જ પ્રમાણે ઓઘનિર્યુક્તિમાં પણ કાલગ્રહણની વિધિ બતાવતાં લખેલ છે કે ‘નર્ફે પુળ વચ્છંતાળ છીય નોર્ફ ઘ તો નિયતિ’ (ગા.૬૪૩) અર્થાત્ કાલગ્રહણ માટે જતાં જો વચ્ચે છીંક સંભળાય કે અગ્નિપ્રકાશ થાય, શરીર ઉપર લાઈટ પડે તો સાધુ ભગવંતો પાછા ફરે છે. તેની વ્યાખ્યામાં શ્રીદ્રોણાચાર્યજી સ્પષ્ટપણે લખે છે કે 'यदि पुनः व्रजतां क्षुतं ज्योतिः वा = अग्निः उद्योतो वा भवति ततो નિવર્તન્ને.' કાલગ્રહણ માટે જતા સાધુ ભગવંતો ઉપર લાઈટ-પ્રકાશઉજેહી પડવાથી થતી વિરાધનાના લીધે જ કાલગ્રહણની પવિત્ર ક્રિયા સ્થગિત કરવામાં આવે છે. શ્રીદ્રોણાચાર્યજીએ ‘ઉદ્યોત’ શબ્દથી પ્રસ્તુતમાં ઉજેહીનું ગ્રહણ કરીને તેની સજ્જતા અંગે સહુનું ધ્યાન દોરેલ છે. ઔપપાતિકસૂત્રમાં શ્રમણના વિશેષણ તરીકે ‘વિષ્ણુમંતરવા’ Jain Education International ૮૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005015
Book TitleVidyut Prakashni Sajivta Ange Vicharna
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Bhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy