SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ચાસડાની બેંગ ૨૩૧ મુશ્કેલીમાં ફસાઈ ગયા હતા. દુરાંદે ખરેખર બહુ સારું અને કમાઉ જહાજ હતું. તેની હેાનારતથી આખા પ્રદેશમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો હતા. પરંતુ ખડકો ઉપર જહાજ અફળાવાની આવી હોનારતો કંઈ નવી નથી. અને એવી હોનારતા કોઈ હરહંમેશ યાદ પણ કર્યા કરતું નથી. મારે તા માત્ર એટલું જ કહેવાનું છે કે, જ્યારે એમ કહેવાયું કે, દુવ્ર ઉપર કોઈ જઈ ન શકે, ત્યારે હું ત્યાં ગયા. ત્યાં જવું એ અશકય વાત ગણાતી હતી. હું ત્યાં ગયો તે કંઈ તમને ખાટુ લગાડવા કે તમારી કોઈ ધારણામાં આડે આવવા નહાતા ગયા. તમે અત્યારે ઉતાવળમાં છે; જો વાતચીત કરવાના વધુ વખત હાત તો આ તથા બીજું પણ કેટલુંક હું તમને યાદ કરાવત. એક દિવસ બરફ વરસતા હતા તે દિવસથી આ બધાની શરૂઆત થઈ હતી. હું રસ્તા ઉપર થઈને પસાર થતા હતા તે વખતે મને લાગ્યું કે તમે હસ્યાં હતાં. એ જ આખી વાતને ખુલાસા છે. ગઈ રાતે તો હું ઘેર પણ ગયા વિના સીધા દુવ્ર ઉપરથી જેવા આવ્યા હતા તેવા જ આવેલા હતા – એટલે તમને મારા તરફ જોઈ બીક લાગે કે ઘૃણા થાય, એ સ્વાભાવિક છે. જોકે એવાં કપડાંમાં બીજાને ઘેર ન જવું જોઈએ. પણ એ કારણે મારા ઉપર ગુસ્સે સંઘરીને ચાલ્યાં ન જશો, એવી મારી વિનંતી છે. મારે આટલું જ કહેવાનું હતું. આબાહવા સારી છે, પવન પૂર્વ દિશામાંથી વાય છે. તો મૅડમ, આવજો ! તમે ક્ષણભર થાભી આ બધું સાંભળ્યું તે બદલ તમારો આભારી છુ. "" << પણ પેલી બૅગ તમે પરણેા ત્યારે તમારી પત્ની માટે કેમ રાખી મૂકતા નથી? મને શા માટે આપી દો છે?” 66 · મૅડમ, હું કદાચ કદી પરણીશ જ નહિ.” “ એ તેા બહુ ખરાબ; કારણ કે, તમે ઘણા ભલા માણસ છે. તમારો આભાર માનું છું.” દેરુશેત એટલું બાલીને હસી. જિલિયાત પણ હસ્યા. પછી તેણે દેરુશેતને હોડી ઉપર ચડવામાં ટેકો આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005004
Book TitlePrem Balidan
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGyanjyoti Prakashan Mandir Ahmedabad
Publication Year1975
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy