SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વેર અને બદલે છતાં માએ આગ્રહ ચાલુ રાખ્યું. ત્યારે વહુએ વિચાર્યું કે, મને આગ્રહ છે એટલે દીકરે આજે નહિ ને કાલે પણ કબૂલ થશે જ; તે વખતે ગમે તે સ્ત્રી શોક તરીકે આવે, તેના કરતાં હું પોતે જ સારી જોઈને કઈ કન્યા શોધી લાવું તે કેવું? એમ વિચારી તેણે એક સારી કન્યા શેધી કાઢી. અને પિતાના પતિને તેની સાથે પરણાવી દીધે. નવી વહુ બહુ સાલસ હતી. જૂની વહુ તેને રે જ પિતાને હાથે રાંધીને જમાડતી. તેણે નવી વહુને કહી રાખ્યું હતું કે, તને દહાડા રહે ત્યારે મને એ ખુશખબરે સૌથી પહેલાં કહેવી. - તે પ્રમાણે નવી વહુને દહાડા રહ્યા, એટલે તેણે એ વાત જૂની વહુને કહી. જૂની વહુએ છાનામાના કશીક દવા તેના ખાવામાં ભેળવી દીધી; એટલે બીજે જ મહિને નવી વહુને કસુવાવડ થઈ ગઈ. થોડા મહિના પછી નવી વહુને ફરીથી દહાડા રહ્યા. તેણે તે વાત જૂની વહુને કહી. આ વખતે પણ જૂની વહુએ તેને છાનામાના દવા ખવરાવી દીધી, એટલે તેને કસુવાવડ થઈ ગઈ. પાસેની પડોશણે આ જોઈ વિચાર કર્યો. તેણે નવી વહુને સમજણ પાડી કે, તને છોકરાં થાય તે તું ઘરની માલિક થઈ બેસે, તે માટે તારી શોક તને કશું ખવરાવીને કસુવાવડ કરાવી દે છે. માટે હવે તેને દહાડા રહે ત્યારે તેને ખબર પડવા ન દઈશ, અને તેના હાથનું કશું ખાઈશ પીશ નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005002
Book TitleVer ane Badalo
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1956
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy