SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. કમનાશ ભલે ને દેવ હોય, તે પણ તેને પણ જન્મમરણરૂપ ઉપપાત અને પવન હોય છે જ. દરેકને પિતાનાં કર્મના ફળ પણ અવશ્ય ભેગવવાનાં હોય છે. તે કમેને પરિણામે તેઓને અંધાપે પ્રાપ્ત થાય છે કે અંધારામાં જ રહેવાનું થાય છે. આમ વારંવાર તેઓને નાનામોટાં દુઃખે અનુભવવા પડે છે. વળી એ બધાં પ્રાણીઓ એકબીજાને પણ કલેશ આપ્યા કરે છે. આ લેકના એ મહાભય તરફ નજર કરે. આમ તે બધાં પ્રાણુઓ અતિ દુઃખયુક્ત હોય છે. કામમાં આસક્ત એવાં તે પ્રાણુઓ ક્ષણભંગુર તથા બળ વિનાનાં શરીર વડે વારંવાર વધ પામ્યા કરે છે. એ પ્રકારે રિબાવા છતાં તે મૂઢ છે એ ને એ કર્મો ફરી ફરી કર્યા કરે છે. વિવિધ દુઃખ અને અનેક પ્રકારના રગેથી આકળાં થયેલાં તે મનુષ્ય અત્યંત પરિતાપ પામે છે; પણ તેથી તેઓનું કાંઈ વળતું નથી. માટે હે મુનિ ! રેગાના કારણરૂપ વિષયની કામના તું છોડી દે. હું તેમને મહાભયરૂપ સમજ અને તેમને કારણે અન્ય પ્રાણીઓની હિંસા ન કર. [૧૭-૮] તારે સાંભળવાની ઈચ્છા હોય તો હું તને કર્મનાશનો માર્ગ સંભળાવું. સંસારમાં વિવિધ કુળમાં જન્મીને તથા ત્યાં સુખભેગમાં ઊછરીને, જાગ્રત થતાં કેટલાય લેકએ સંસારને ત્યાગ કરી મુનિ પણે સ્વીકાર્યું છે. તે વખતે સંયમમાં પરાક્રમ કરતા તે - ૧. દેવ નારકી વગેરે માતાને પેટે જન્મતા નથી, પરંતુ દેવશય્યામાં કે વજની ભીંતના ગેખમાં સીધા ઉત્પન્ન થાય છે. તે ઉત્પત્તિને ઉ૫પાત કહે છે. ૨. મળમાં વાસક (બેલી શકે તેવાં), રસગ (સ્વાદ લઈ શકે તેવી સંજ્ઞાવાળાં), જળચર, અને આકાશગામી એમ ચાર ભેદ બતાવ્યા છે. ૩. મૂળ: જૂથ-વાર્થ ! તેના ઉપરથી આ અધ્યયનનું નામ પણ ધુળ” જોઈ કાઢેલું) છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy