SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીરસ્વામીને આચારધમ વિનયવાન શિષ્ય તેમની સર્વ પ્રકારે સેવા કરવી જોઈએ તથા તેમની આજ્ઞાને વશ રહીને જ સર્વ ક્રિયાઓ કરવી જોઈએ. એમ કરનારે સંયતી ઇન્દ્રિયોને પરાજય કરીને સત્ય વસ્તુ જોઈ શકે છે. [૧૫૬, ૧૬૭ સંશયાત્મા મનુષ્ય સમાધિલાભ કરી શકતું નથી. કેટલાક સંસારમાં રહીને તેવા જ્ઞાનીઓને અનુસરે છે, અને કેટલાક ત્યાગી થઈને અનસરે છે. તેમ કરવામાં પાછળ પડનારાઓ પ્રત્યે જ્ઞાનીને અનુસરનારાને નિર્વેદ કેમ ન થાય ? [૧૬૧ જેને હજુ વય અને જ્ઞાનની યોગ્યતા નથી, તેવા કાચા ભિક્ષુએ જ્ઞાની પુરુષની ઓથ વિના ગામેગામ એકલા ન ફરવું. જ્ઞાની પુરુષની આજ્ઞા બહારનું તેનું બધું જ પરાક્રમ વ્યર્થ છે. [૧૫૬] કેટલાક મનુષ્યોને શિખામણ આપવામાં આવે તે પણ ગુસ્સે થાય છે. એવા ગર્વિષ્ઠ મનુષ્ય મહામોહથી મૂઝાયેલા રહે છે. એવા અજ્ઞાની અને અંધ મનુષ્યને ન ટળે તેવી બાધાઓ વારંવાર થયા કરે છે. હે ભિક્ષુ! તને તો આવું ન થવું જોઈએ એમ કુશળ પુરુષો જણાવે છે. [૧૧૭]. ગુરુની આજ્ઞાનુસાર અપ્રમત્તપણે વર્તતા ગુણવાન સંયમીથી અજાણતાં જે કાંઈ હિંસાદિ પાપ થઈ જાય છે, તેને બંધ ૧. મળમાં નીચેની વિગતો છે: તેમને જવાને રસ્તા, તેમનું ભજન, સૂવાની પથારી વગેરે જેવાં, તપાસવાં, અને સાફ કરવાં જોઈએ. ૨. મળમાં : “જવાની, પાછા ફરવાની, શરીરને સંકેચવાની, અટકવાની કે સાફસૂફ કરવાની વગેરે ક્રિયાઓ.” ૩. અનુજ મહિં અનુમાને કહ્યું – નિરિત્ર ? 1 પાછળ પડવું, અને અનુસરવું એ બે જુદા ભાવના એક જ શબ્દના ઉપયોગમાં શ્લેષ છે. ૪. મૂળઃ મતિ (અવ્યક્ત). ૫. મૂળમાં તેને દાખલો આ પ્રમાણે છે: “ચાલતાં શરીર સાથે અથડાઈ કાઈ પ્રાણ નાશ પામે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy