SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મળમૂત્રની જગા ભિક્ષ કે શિક્ષણને મળમૂત્રની હાજત થાય, અને તેની પાસે શરાવલું ન હોય, તે પોતે સહધર્મી પાસે માગી લે; અને તેમાં ઝાડો પેસાબ કરી, ઈડ કે જીવજંતુ વગેરે વિનાની જગાએ નાખી આવે. [૧] " જે સ્થળ ગૃહસ્થે એક કે અનેક સ્વધર્મી (જૈન) ભિક્ષ કે ભિક્ષણને ઉદ્દેશીને તૈયાર કર્યું હોય કે ખરીધું હેય... તેને સદેષ જાણી તેમાં મળમૂત્રનો ત્યાગ ન કરવો. (વગેરે બે ફકરા વસ્ત્ર ૧/ર પ્રમાણે સમજવા.) [૨૪] જે જગા સાધુ માટે ગૃહસ્થ તૈયાર કરી કે કરાવી હોય, ભાડે રાખી હોય, છજાવી હોય, સરખી કરાવી હોય, લીંપાવીગૂપાવી હોય, કે ધૂપથી સુવાસિત કરી હોય, તેવી જગામાં સાધુએ મળમૂત્રને ત્યાગ ન કર. [૫] જે જગામાંથી ભિક્ષ માટે ગૃહસ્થ કે તેના પુત્ર વગેરે કંદ, મૂળ, હરિયાળી વગેરેને આઘાપાછાં ખસેડે, તેવી જગામાં ભિક્ષએ મળમૂત્રનો ત્યાગ ન કરવો. [૬] ભિક્ષએ થાંભલા, પાટ, માંચા. માળ, અટારી કે અગાસી જેવી જગાઓમાં મળમૂત્રને ત્યાગ ન કર. [૭] ૧. મૂળમાં પાથપું છા શબ્દ છે. પાચપુંછણને અર્થ સામાન્ય રીતે રજોગાણું જ લેવાય છે. અહીં ટીકાકાર જણાવે છે, સ્વાધ્યાય કરવા બેઠા પછી અચાનક પ્રબળ શંકા થઈ આવે, તો વાસણમાં મળમૂત્ર કરવાં; પહેલેથી જ જાતે જવાય તેમ હોય, તે નિજીવ જગાએ જઈ મળમત્ર કરવાં. જો કે છેવટના ફકરામાં તે હમેશાં જાણે પાત્રમાં જ પ્રથમ ઝાડાપેસાબ કરી, બહાર ફેંકવા જવું એવું વિધાન છે, એમ લાગે છે. , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy