SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. શા ૧ સુધી ખીજાએ વડે વપરાયું ન હોય, તે મકાનમાં પણ ન રહેવું. પરંતુ, જો તે મકાન ખીજાએ વડે વપરાયું હાય, તેા તેને જોઈતપાસી, વાળી-ઝૂડી તેમાં રહેવું. [૧/૨] જે મકાન ગૃહસ્થે ભિક્ષુને ઉદ્દેશી સાદડીએ કે વાંસની કાંબડીએથી સમરાવ્યું હોય, લીંપાવ્યું હોય, ધેાળાવ્યું હોય, ધસીને સાક્ કરાવ્યું હાય, સરખું કરાવ્યું હોય, કે ધૂપથી વાસિત કર્યુ હોય; તે જો ખીજાએ વડે વપરાયું ન હોય, તે તેમાં ન રહેવું; પણ જો તે ખીજા વડે વપરાયું હોય, તે। તેને જોઈ-તપાસી, વાળી-ઝૂડી, તેમાં રહેવું. * [૧/૩] ર €3 ૩ જે મકાનમાં, સાધુને ઉદ્દેશી ગૃહસ્થ નાનાં બારણાં મેટાં કરાવે, કે મોટાં બારણાં નાનાં કરાવે; કે અંદર તેમ જ બહાર પાણીથી થયેલ કંદમૂળ, પત્ર, પુષ્પ, કુળ કે બીજી હરિયાળી એક ગાએથી બીજી જગાએ ખસેડે, કે સદંતર બહાર જ કાઢી નાખે; તથા બાજઠ, પાટ, નિસરણી કે ખાંડણિયા વગેરે એક ઠેકાણેથી બીજે ઠેકાણે લઈ જાય, કે સદંતર બહાર કાઢી નાખે; તે મકાનમાં પશુ ભિક્ષુએ જ્યાં સુધી તે ખીજા વડે વપરાયું ન હોય ત્યાં સુધી વાસ ન કરવા; પણ બીજા વડે વપરાયા પછી તેમાં વાસ કરવેા. [૧/૪-૬] ૧. અહીં પણ પડૈષણાની પેઠે [ સૂત્ર ૧/૧૩, પા. ૮૨ ] મૂળમાં બહાર ન કાઢેલું, પેાતાનું ગણી ન સ્વીકારેલું તથા વાપરેલું”, વગેરે વિશેષણા સરખાં જ મૂકચાં છે. પછીનાં અધ્યયનમાં પણ પાત્ર, વજ્ર વગેરે ખામતમાં એ ને એ જ રાખ્ખો આવે છે તે બધાં વિશેષણાના અર્થે દરેક બાબતમાં લાગુ કરવાના પ્રયત્ન કરવા નિરર્થક છે. તે દરેકની પાછળ જ્યાં જે મુખ્ય ભાવ છે તે જ રાખી, ખીજાં વિશેષણા અનુવાદમાં જતાં કર્યો છે. ૨. એટલે કે, ઉદ્દેશીને નવું જ બંધાવે તા હરગિજ સ્વીકાર્ય નથી; પરંતુ તૈયાર મકાન સુધરાત્રે ચા લીંપાવે તે બીજાએ વાપર્યા પછી સ્વીકારી શકાય. ૩. આ બધું સૂત્ર ૨/૫-૭, પા. ૭૬ ઉપર જણાવ્યા પ્રમાણે સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004999
Book TitleMahavir swamino Achar Dharm
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1988
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy