SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સમીસાંજના ઉપદેશ દરેકને પાતાનાં પુણ્ય-પાપ નતે ભાગવવાનાં છે એમ જાણી, તેણે સામે માણસ કુશીલ છે એમ ન ખાલવું; તેમ જ જેથી બીજાને કાંઈ ગુસ્સા થાય તેવું પણ ન ખેલવું. પેાતામાં કાંઈ શુદિ હાય તેના તેણે ગર્વ ન કરવા. ટૂંકમાં, તેણે જાતિ, રૂપ, લાલ, વિદ્યા વગેરે સર્વ મદાના વગેરે સર્વ માના ત્યાગ કરી, ધર્મધ્યાનમાં જ રત રહેવું. [૧૮-૯] ૧ ૧૨૦ તે મહામુનિએ હંમેશાં આર્યોએ જણાવેલા શુદ્ધ ધર્મમાર્ગના જ ઉપદેશ કરવા; તથા જાતે ધર્મમાં સ્થિત થઈ બીજાને પણ તેમાં સ્થાપિત કરવા. સર્વ પ્રકારના કુશીલના તથા હાસ્ય-પ્રહાસ્યના તેણે ત્યાગ કરવા. એ પ્રમાણે નિત્ય હિતકર એવા મેાક્ષમાર્ગમાં સ્થિત થયેલા તે ભિક્ષુ આ અપવિત્ર અને અનિત્ય એવા દેહવાસના ત્યાગ કરી, તથા જન્મમરણુનું બંધન ત્યાગી, અપુનરાગમનવાળી સિદ્ધગતિને પામે છે, એમ હું કહું છું. [૨૦-૧] ૧. જાતિ, કુલ, રૂપ, તપ, શ્રુત(શાસ્ત્રજ્ઞાન), લાલ, ઐશ્વર્યાં, અને પ્રજ્ઞા એ આઠને લગતા આઠ મદ છે. ૨. ધાર્મિક વિષયાનું કે, શાસ્ત્રમાં જણાવેલ પ્રકારે ધ્યાન કરવું તે ધર્મધ્યાન. ધર્મધ્યાન શના પારિભાષિક અર્થે વગેરે માટે જુએ આ માળાનું યોગશાસ્ત્ર' પુસ્તક, પા, ૧૦૭. ૩. મૂળમાં હાસ્યકુહક’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy