SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ આચારસંગ્રહ હ૭ સંસર્ગ, અને રસદાર અન્નપાન, એ વસ્તુઓ આત્મગવેષી મનુષ્ય માટે તાલપુટ વિષ જેવી છે. સ્ત્રીનાં મનહર અંગે તથા ઉપગે, તેમ જ તેનાં મધુર વચને તથા કટાક્ષ તરફ સાધુએ ખ્યાલ ન કરો. કારણ કે એ વસ્તુ કામરાગની વૃદ્ધિ કરનારી છે. બુદ્ધિમાન પુરુષે મનહર પરાર્થો જોઈ તેઓમાં રાગ ન કરો, તથા અસુંદર પદાર્થો તરફ દ્વેષ ન કરે; કારણુ કે, ભૌતિક પદાર્થોના પરિણામે અનિત્ય છે. તેવાં અનિત્ય પરિણામોમાંથી તૃણું દૂર કરી, અંતરાત્મામાં શીતળ થઈને વિહરવું. પિર-૬૦] પૃથ્વી વગેરે જીવાવર્ગોની મન-વાણ-કાયાથી હિંસા ન થાય તે રીતે ભિક્ષુએ વર્તવું. એમ કરનાર સાધુ જ સાચો સંયમી છે. તેણે જમીન, ભીંત, શીલા, ઢેકું વગેરે પૃથ્વીકાયને ભાંગવાં નહીં કે ખોતરવાં નહીં, સજીવ પૃથ્વી ઉપર બેસવું નહીં; રજવાળા આસન ઉપર બેસવું નહીં, અને બેસવું હોય તે લૂછી સાફ કરીને તેમ જ માલિકની પરવાનગી ૧. ખાતાંવેત તાળવું ફેડી નાખે તેવું. ૨. સજીવ એટલે અન્ય જીવજંતુમુક્ત પૃથ્વી એવો જ અર્થે ન સમજ; પરંતુ પૃથ્વી પોતે જ જ્યાં સુધી અગ્નિ આદિથી નિજીવ ન થઈ હોય ત્યાં સુધી સજીવ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004998
Book TitleSamisanz no Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1989
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy