SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ યોગશાસ્ત્ર પિષધવ્રતના અતિચારે આ પ્રમાણે છે: “અનવેક્ષિત-અપ્રમાજિત ઉત્સર્ગ એટલે કે જીવજંતુ છે કે નહીં એ આંખે पोषधव्रतना જોયા વિના તેમ જ કઈ કમળ સાધન વડે સાફ अतिचारो કર્યા વિના ક્યાંય મળ, મૂત્ર આદિ ત્યાગવાં તે; અનવેક્ષિતઅપ્રમાજિત-આદાન,” એટલે એ જ પ્રમાણે જોયા-સાફ કર્યા વિના લાકડી, બાજઠ વગેરે ચીજો લેવી-મૂકવી તે; “અનવેક્ષિત-અપ્રમાર્જિત-સંસ્તાર, એટલે એ જ પ્રમાણે જોયા-સાફ કર્યા વિના બિછાનું પાથરવું કે આસન નાખવું તે; “અનાદર,' એટલે કે પિષધમાં ઉત્સાહ વિના પ્રવૃત્તિ કરવી; તથા “ઋત્યનુપસ્થાપન એટલે કે પિષધ કેમ કરવું કે કર્યું છે કે નહિ વગેરેનું સ્મરણ ન રહેવું તે. [ /૧૧૭] અતિથિસંવિભાગવતને અતિચારે આ પ્રમાણે છે: “સચિત્તક્ષેપણુ,” એટલે કે ખાન-પાનની દેવા યોગ્ય વસ્તુને સાધુને અતિથિવિમાના ન ખપે તેવી બનાવી દેવાની બુદ્ધિથી કઈ સચેતન અતિવારો વસ્તુમાં મૂકી દેવી તે; “સચિત્તપિધાન, એટલે કે ઉપર પ્રમાણે દેય વસ્તુને સચેતન વસ્તુથી ઢાંકી દેવી તે; “કાલંધન,” એટલે કે સાધુને કાંઈ આપવું ન પડે તે આશયથી ભિક્ષાના વખતનું ઉલ્લંઘન કરવું તે; “મત્સર,” એટલે કે દાન કરવા છતાં આદરપૂર્વક ન કરવું, અથવા બીજાના દાનગુણની અદેખાઈથી દાન કરવા પ્રેરાવું તે; તથા અન્યાપદેશ એટલે કે કોઈ વસ્તુ ન આપવી હોય તે માટે તે પારકાની છે એમ કહેવું તે. [૩/૧૧૮] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy