SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮. ધારણાનાં વિવિધ સ્થાને ૧૭૫ અને આકાશસ્થાનમાં ૨૫ ઘડી ધારણ કરવાનું કહ્યું છે. જો કે દરેક સ્થાનમાં દેવની કલ્પના પિતાપિતાના ઈષ્ટદેવની પરંપરા અનુસાર રખાઈ છે. જેમકે ત્રિશિખબ્રાહ્મણોપનિષદમાં પૃથ્વી-અપ-અગ્નિ-વાયુ-આકાશનાં સ્થાનમાં અનુક્રમે હરિ, નારાયણ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ અને વાસુદેવની ધારણું કરવાનું કહ્યું છે. આ ઉપરાંત દરેક સ્થાનના ધ્યાન માટે જેમ ૨ વગેરે બીજમંત્ર હોય છે, તેમ અનુક્રમે ચેરસ, અર્ધચંદ્ર, ત્રિકેણ, છખૂણ, અને ગોળ, એવી આકૃતિઓ પણ હોય છે. ઘેરંડસંહિતા ૩-૩૦ વગેરેમાં આ બધાં તત્ત્વોનાં દેવતા, આકૃતિ વગેરે શરૂઆતમાં જણાવ્યા પ્રમાણે જ છે; પરંતુ પૃથ્વીનું બીજ ૪ જણાવ્યું છે; તથા દરેક તત્વમાં ધારણ કરવાનો સમય પાંચ ઘડીને. અને સ્થાન હૃદય જ જણાવ્યું છે. હેમચંદ્રાચાર્યજીએ આ બધી પાર્થિવી આદિ ધારણાઓનું વર્ણન વિવિધ યે વર્ણવતી વખતે (પ્રકાશ ૭, લેક ૯-૨૮માં) જુદી જ રીતે કર્યું છે. તેને માટે જુઓ ટિvપણ ન. ૧૯, પાન ૧૭૬ છે. આ બધી ધારણાઓથી જે જુદા જુદા અનુભવો થાય છે, તે આગળના માર્ગ માટે શ્રદ્ધા અને ઉત્સાહ અપનારા થાય છે. યોગસૂત્ર ૧–૩૫ માં એ બધી “વિષયવતી” પ્રતીતિઓને “મનની સ્થિરતા લાવવામાં ઉપયેગી” કહી છે. હેમચંદ્રાચાર્યજીએ પણ ૬-૮ માં ઉTચત્તે વસંવિત્ત વૈવે: પ્રયા: ' એ રીતે એ વસ્તુ જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004996
Book TitleYogshastra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1938
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy