SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ આરિત પર પલાંઠી માંડીને બેસવાની વાત નહિ, તે સુવાની તે વાતે ય શી? કયાં સુધી ? સાડાબાર વરસ ! મોટા ભાગે કાઉસ્સગ ધ્યાનમાં રહેવાનું. તેમાંય ગમે તેમ ઠંડી પડે, ગરમી પડે, માખી ડાંસ મચ્છર કરડો, પણ તત્વચિંતનની વચમાં એનો કોઈ વિકલ્પ-વિચાર લાવવાની વાત નહિ! ઘોર ઉપસર્ગ પણ આનંદથી સહી લેવાના ! આ બધું કહેવાનું કારણ એ, કે અરિહંત શી રીતે થયા એનો ખ્યાલ આવે. તાત્પર્ય, ઘોર તપસ્યા, કઠોર સાધના, ને અદ્ભુત ગ્યતાએ એની પાછળ કામ કરી રહી હોય છે. વિચારે, આ કેટલાં કર્મોને ખોડે કાઢી નાખે? ત્યારે એ અરિહંતના વિષયમાં આ બધું હોય, ત્યાં એ અરિહંતનું જેણે આલંબન લીધું એણે કમ કામ કીધું ? એને એ ભીમ સાધનાઓની અનુમોદનાનું ભવ્ય બળ મળવાથી કેમ એ પણ કમરજને ન ખંખેરી નાખે? અરિહંતને અભિષેકમાં એ બધી અતિ કઠોર અહંતસાધનાઓની અનુમોદના છે, તેથી અહ-અભિષેકને કર્મ રજ અને પૂર્વે કહ્યું તેમ મોહમળને દૂર કરનાર તરીકે ઓળખાવ્યો. હવે કેવા અરિહંતને નવડાવું છું ? તો કે વિમલ કેવલ ભાસન ભાસ્કર અરિહંત શરણ તે જ મહદય જગતમાં નિર્મળ એવા “કેવળ ભાસન અર્થાત કેવળજ્ઞાન રૂપી “ભાસ્કર યાને સૂર્ય સમાન જે છે તે અરિહંતને હું નવડાવું છું-હું અભિષેક કરૂં છું, ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004982
Book TitleNavpada Prakash Part 1
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy