SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯. બત્રીશી-૧, લેખાંક-૩ હોય... આવા અવસરે દાનશાળાદિ કરવામાં આવે તો ઉપરોક્ત સંભાવના શક્ય હોવાથી શુભભાવ આવી શકે છે. એટલે કહેવાય છે કે યોગ્ય અવસરે કરેલું નાનું પણ કાર્ય ઘણો ફાયદો કરાવે છે અને અવસર વિના કરેલું મોટું કામ પણ ફાયદો કરાવતું નથી, જેમકે વર્ષાકાળે એક નાનુશું બીજ પણ ફળે છે ને એ વિના એક કરોડ દાણા પણ નિષ્ફળ રહે છે. શ્રી વીરવિજર્ય મહારાજ શ્રી પાર્શ્વપ્રભુના સ્તવનમાં કહ્યું છે કેકાળ મોઘ અશન, શીતકાળે વચન, શ્રમે સુખાસન, રણે ઉદકદાયી, સુગુણનર, સાંભરે, વીસરે નવિ કદા, પાસજી તુ સદા છે સખાઈ, બારવ્રતની પૂજા અન્તર્ગત પૌષધવ્રતની પૂજામાં પણ કહ્યું છે કેમોઘ કાળે રે દાન દીયંતા શાબાશી ઘણી.... લેખાંક | - ગયા લેખમાં આ નક્કી થયું છે કે એવું પ્રબળ કારણ હોય ત્યારે ૩. જ દાનશાળા. વગેરે અનુકંપા અનુષ્ઠાન રૂપ બને છે. વળી આવા અનુષ્ઠાનમાં મુખ્ય ઉદેશ “અન્ય જીવોને બોધિપ્રાપ્તિ થાઓ=જૈન ધર્મની=સમ્યકત્વ વગેરે ગુણોની પ્રાપ્તિ થાઓ' આવો હોવાથી આમાં દ્રવ્યઅનુકંપા ગૌણ હોય છે અને ભાવઅનુકંપા જ મુખ્ય હોય છે. વળી, બીજાઓને જૈનધર્મની પ્રાપ્તિ થાઓ... આવો ઉદેશ બર તો જ આવે જો એમના દિલમાં જૈન ધર્મની પ્રીતિ – પ્રશંસા નિર્માણ થાય. સામાન્યથી, દાન લેનારને અને જોનારને, પ્રીતિ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004973
Book TitleBattrishina Sathware Kalyanni Pagthare Part 01
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherDivya Darshan Trust
Publication Year2006
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy