SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ અર્થ-કામ માટે શું કરવું ? ધર્મ જ ઉ-૧૫ “ધર્મ મોક્ષ માટે જ કરવો જોઈએ” વગેરે ઉપદેશ અને “અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ વગેરે વિધાન.. આ બે વચ્ચે પરસ્પર વિરોધ નથી એ પૂર્વે જણાવી ગયો છું. માટે, ‘વિરુદ્ધ ઉપદેશ આપી રહ્યા છે' વગેરે વાત બરાબર નથી. તમારે પ્રશ્ન તો એમ ઊઠાવવો જોઈએ કે, “આ પુસ્તકના વાચકો, ક્યારેક તમે આ જ વિષય પર વિશેષ વ્યાખ્યાન ગોઠવો છો તેના શ્રોતાઓ તથા છેલ્લા કેટલાક વખતથી ક્યારેક દિવ્યદર્શન સાપ્તાહિકમાં પણ ‘અર્થ-કામ માટે પણ ધર્મ જ કરવો જોઈએ એનું સમર્થન કરતાં જે લેખો આવે છે તેના વાંચકો. આ બધા શું નવા જીવો છે કે જેથી એમને ધર્મમાં જોડવા માટે ઉપદેશ રૂપે આ બધું નિરૂપણ થઈ રહ્યું છે ?” ને આ જ પ્રશ્ન હોય તો એનો જવાબ એ છે કે આ બધું નિરૂપણ ઉપદેશરૂપે અમે કરી રહ્યા જ નથી. પ્રિ-૧૬ હૈ ! તમે આ બધો ઉપદેશ નથી આપી રહ્યા ? ઉ-૧૬ હમણાં જણાવી ગયો એમ વ્યાખ્યાનમાં આવનારા શ્રોતા વગેરે તો અધ્યાત્મ વગેરેની જિજ્ઞાસાથી આવતા હોય છે, અર્થ-કામની ઇચ્છા હોય તો શું કરવું ? એવી જિજ્ઞાસાથી નહીં. એટલે અર્થ-કામની ઇચ્છા હોય તો શું કરવું ?' એનો ઉપદેશ એમને આપવાની જરૂર જ હોતી નથી. તે પ્રિ-૧૭ તો પછી આ બધું નિરૂપણ તમે શા માટે કરી રહ્યા છો ? ઉ-૧૩] આ વાત બીજી રીતે સમજાવું. ‘શરદી થઈ હોય તો સુંઠ ફાકવી જોઈએ આ માર્ગદર્શન વૈદ શરદીના દર્દીને આપે એ બરાબર છે. પણ જેના શરીરની પ્રકૃતિ ગરમ છે ને સામાન્ય રીતે શરદી થતી ન હોય એવી વ્યક્તિને આ ઉપદેશ આપવાની જરૂર રહેતી નથી તે સમજાય એવી વાત છે. તેમ છતાં, ગરમ તાસીરવાળી વ્યક્તિને પણ શરદી થઈ હોય તો સુંઠ જ ફાકવી જોઈએ” એવું નીચેની પરિસ્થિતિઓમાં સમજાવવું આવશ્યક બનતું હોય છે. જ એ વ્યક્તિને પણ ચિકિત્સાશાસ્ત્રની જાણકાર બનાવવા માટે વિવિધ રોગો, એની દવા..... વગેરેની જાણકારી આપવાની હોય. જ શરદી થઈ હોય તો સુંઠ તો ફકાય જ નહીં' આવો ખોટો પ્રચાર જોરશોરથી થઈ રહ્યો હોય તો...(કારણ કે આજે ભલે એને શરદી નથી થતી, પણ કાલે ઊઠીને એને શરદી થાય કે બીજી કોઈ શરદીનો દરદી એને કંઈક પૂછતો આવે ત્યારે, આવા ભ્રામક પ્રચારના કારણે ‘સૂંઠ તો ફકાય જ નહી” એવા ભ્રમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004972
Book TitleTattvanirnaya
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShah Kantilal Chhaganlal
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy