SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ધર્મ શા માટે કરવો ? મોક્ષ માટે જ અને અપેક્ષા હોવા માત્રથી જ શુભ પરિણામનો નાશ થઈ જ જાય” એવો કોઈ નિયમ નથી. ગ્રન્થકારે જ ખુદ મુક્તિઅષસહકૃત બાધ્યકક્ષાની પ્રજ્ઞાપનાધીન અપેક્ષાને સદનુષ્ઠાનનો આદર પેદા કરનારી કહી છે. " એમ, જે ભાવુકની આજીવિકા છીનવાઈ ગઈ છે ને હવે એ માટે શું કરવું એનો પ્રશ્ન ઊભો થયો છે ત્યારે એ વિચારે છે કે, “મારે બીજો શું વિચાર કરવાનો ? મારે મારા ભગવાનની ભક્તિ જ કરવાની, એનાથી જ મારાં બધાં કામો સરી જશે... આવો વિચાર કરી એ પ્રભુભક્તિ કરે છે. તો આ એના મનનો શુભ ભાવ જ છે, અશુભભાવ નહી કે જેથી સચ્ચિાનું મારણ કહી શકાય. ઉપાધ્યાયશ્રી યશોવિજ્ય મહારાજે સમ્યકત્વની ૬૭ બોલની સઝાયમાં “જિનભકતે જે નવિ થયું તે બીજાથી નવિ થાય રે' વગેરે બોલવું એને વચનશુદ્ધિ કહી છે તો આવો વિચાર મનની અશુદ્ધિ શી રીતે કહેવાય? ભૌતિક અપેક્ષા છે ? વિષાનુષ્ઠાનનું લેબલ મારી દો” આવી વૃત્તિ ધરાવનારાઓએ શાસ્ત્રસિદ્ધ વાતોને પણ અસત્ય જાહેર કરી દેવી.. વગેરે કેવી ધૃષ્ટતાઓ આચરવી પડે છે તે જાણવું હોય તો જુઓ તસ્વાવલોકન (ધર્મસ્વરૂપદર્શન પુસ્તકની પ્રસ્તાવના) પૃ.૧૩૦. આજે આખા સંઘમાં જે વાત પ્રસિદ્ધ છે, દરેક સમુદાયના આચાર્ય ભગવંતો વગેરે મહાત્માઓ વ્યાખ્યાનમાં આયંબિલ તપ વગેરેનો મહિમા દર્શાવવા જે પ્રસંગ કહે છે, ખુદ સ્વ.આ.શ્રી વિજયરામચન્દ્રશું. મહારાજે પણ વ્યાખ્યાનમાં અનેકવાર જે વાત કરી છે કે શ્રી નેમિનાથ ભગવાને દ્વારિકાના દાહનું નિવારણ કરવા આયંબિલ વગેરે ધર્મ કરવાનો ઉપદેશ આપ્યો હતો” તે વાતને શ્રી કીર્તિયશ વિજયે મહારાજે અસત્ય હોવી જણાવી છે. તસ્વાવલોકનમાં તેઓ જણાવે છે કે નેમિનાથ ભગવાને આવો ઉપદેશ આપ્યો છે. એ વાત અસત્ય છે, ભગવાને આવો કોઈ ઉપદેશ આપ્યો નથી.' વળી તસ્વાવલોકનના પૃ.૧૩૧ પર ‘વિષાનુષ્ઠાન કેમ ન કહેવાય?’ એમ હેડીંગ મારીને દ્વારિકાના લોકોએ એ જે આયંબિલ વગેરે કર્યા હતા તેને વિષાનુષ્ઠાન તરીકે તેઓએ જાહેર કર્યા છે, કારણ કે દાહ નિવારણ સ્વરૂપ ભૌતિક અપેક્ષાથી એ કરાયા હતા ને ! - શ્રી નેમિનાથ ભગવાને આ ઉપદેશ આપ્યો છે એ વાત તો પાંડવચરિત્રમાં પણ કહી છે. દ્વારિકાના દાહના વૃત્તાન્તમાં ત્યાં જણાવ્યું છે કે “સ્વભાવથી, ५. स्वभावतो ममादेशादुपदेशादपि प्रभोः । बभुव धर्मकर्मैकसज्जो द्वारवतीजनः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004972
Book TitleTattvanirnaya
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherShah Kantilal Chhaganlal
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy