SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ मूलगाथा- संकियगहणे भोए चउभंगो तत्थ दुचरिमा सुद्धा । जं संकइ तं पावइ दोसं सेसेसु कम्माई।।७८ ।। संस्कृतछाया- शङ्कितग्रहणे भोगे चतुर्भङ्गस्तत्र द्विचरमी शुद्धौ।। यं शङ्कते तं प्राप्नोति दोषं शेषयोः कर्मादि ।।७८ ।। # शङ्किते ग्रहण-भोगविषयक-चतुर्भङ्गी, एतेषां संभवश्च ॥ व्याख्या- शङ्कितस्य (सं)भाविताधाकर्मादिदोषस्य भक्तादेर्ग्रहणे आदाने, तथा भोगो भोजनं शङ्कितस्येत्यत्रापि योज्यं । चशब्दः समुच्चयार्थो लुप्तो दृश्योऽत्र पदद्वये 'चउभंगो'त्ति चतूरूपो भङ्गः चतुर्भङ्गो भङ्गचतुष्टयं स्याद्यथा ग्रहणे भोजने च शङ्कितः भक्तादेर्ग्रहणकाले भोजनकाले च यदि पुनरमुकदोषवदिदमिति शङ्कावानित्यर्थः १। तथा ग्रहणे शङ्कितो न भोजने २ भोजने शङ्कितो न ग्रहणे ३ न ग्रहणे न भोजने च शङ्कित ४ इति । एतेषां चैवं सम्भवो यथा- किल क्वापि गृहे भिक्षार्थं प्रविष्टः साधुः प्रचुरां भिक्षां भिक्षाचरेभ्यः स्वस्मै वा गृहस्थेन दीयमानां મૂળગાથા-શબ્દાર્થ :- સંજયદો = શંકિતદોષવાળા અશનાદિ લેવામાં, મો = વાપરવામાં, વીમો = ચતુર્ભગી, તત્ય = તેમાં, ટુરિમા = બીજો અને છેલ્લો, સુદ્ધા = શુદ્ધ, = જે, સંવડું = શંકા પડે, તે = તે દોષ, વિવું = પ્રાપ્ત થાય, તો = દોષની, સેસેલુ = બાકીના બે ભાંગામાં, સ્મારૂં = આધાકર્માદિ..૭૮. મૂળગાથા-ગાથાર્થ :- આધાકર્માદિ ઉદ્ગમના સોળદોષો તથા પ્રષિતાદિ ગ્રહણેષણાના નવ દોષોમાંથી કોઈપણ દોષની શંકા હોવાથી જે અશનાદિ ગ્રહણ કરવામાં આવે અને વાપરવામાં આવે તેમાં તે દોષની પ્રાપ્તિ થાય. અહીં દોષની શંકા હોવાછતાં ગ્રહણકરવું અને વાપરવું. એ બે પદના યોગે ચાર ભાંગા થાય. આ ચાર ભાંગામાંથી બીજા અને ચોથો ભાંગો વાપરતી વખતે દોષની શંકારહિત હોવાથી શુદ્ધ છે અને પહેલાં ભાંગામાં ગ્રહણ કરવામાં તથા વાપરવામાં દોષની શંકા હોવાથી અને ત્રીજા ભાગમાં વાપરતી વખતે દોષની શંકા હોવાથી તે બન્ને અશુદ્ધ છે.ll૭૮ll • શકિતમાં ગ્રહણ અને ભોગવિષયક ચતુર્ભગી, અને તેઓનો સંભવ • વ્યાખ્યાર્થ :- “ક્રિય હો' = “તિરો' = આધાકર્મી વગેરેની જેમાં સંભાવના કરવામાં આવે તે શક્તિભક્તાદિના ગ્રહણમાં, તથા “મોg' = “મને' = જેમ ગ્રહણમાં શંકિત શબ્દ છે તેમ અહીં પણ શંકિત શબ્દ અધ્યાહારથી લેવો. એટલે કે શંકિતભક્તાદિને વાપરવામાં, “” અને “મોr' આ બન્નેનો સમુચ્ચય કરનાર “ઘ' કાર મૂળગાથામાં લુપ્ત થયો છે એમ જાણવું. આ “હા” અને “મોગા' ના બે પદમાં “વામનો' = “તુર્મ' = ચતુર્ભગી થાય છે. (૧) ગ્રહણ અને ભોગ બન્નેમાં શંકિત હોય. અર્થાત્ ભક્તાદિના ગ્રહણકાળમાં અને ભોજનકાળમાં જો “આ અમુક દોષવાળો તો નથી ને ?' એવી શંકાવાળો હોય તો પ્રથમભાગો થાય. (૨) ગ્રહણ વખતે શંકિત પણ ભોજન વખતે નહિ. (૩) ભોજન વખતે શંકિત પણ ગ્રહણ વખતે નહિ. (૪) ગ્રહણ વખતે શંકિત નહિ અને ભોજન વખતે પણ શંકિત નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004970
Book TitlePind Vishuddhi
Original Sutra AuthorN/A
AuthorKulchandrasuri, Punyaratnasuri
PublisherDivya Darshan Trust
Publication Year2009
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy