SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાએ “નાગ, ભૂત, યક્ષ, ઇંદ્ર, કંદ, રુદ્ર, શિવ, અને શ્રમણ વગેરેને યાગ કરું, તેમની માનતા માનું અને ગમે તેવી આકરી બાધા રાખું, પણ આ મહેણું તો ટાળું જ” – એ શેઠાણીએ દઢ સંકલ્પ કર્યો. શેઠ પણ તેમાં સંમત થયા. - ત્યારબાદ ભદ્રા સાર્થવાહીએ વિવિધ પ્રકારનું નિવેદ્ય તૈયાર કરાવ્યું, ભારે પૂજાપે મંગાવ્યું, અને પુષ્કરણ એ ઉજાણમાં આવવા સગાંસંબંધીમાં નોતરાં ફેરવ્યાં. વખતસર સૌ ભેગાં થઈને પુષ્કરણીએ ગયાં. ભદ્રા સાથે વાહીએ નાહીપેઈને, ભીને કપડે, નૈવેદ્ય, પૂજાપ અને પુષ્કરણનાં ફૂલ વડે નાગ વગેરેની પ્રતિમાની પૂજા કરી અને પગે પડી માનતા માની કે, “હે દે! જે મને પુત્ર કે પુત્રી થશે તે દર માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે હું તમારે ત્યાગ કરીશ.” સમય જતાં ભદ્રાને કેડ પૂરો થયે અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મથી ખુશી થઈને તેણે માનેલી માનતા પ્રમાણે સર્વ પ્રકારના ચાગે કર્યા, દાન દીધાં તથા અક્ષયનિધિમાં ખૂબ વધારે કર્યો. દેવનો દીધેલ હેવાથી શેઠશેઠાણીએ પિતાના પુત્રનું નામ દેવદત્ત પાડ્યું. શેઠાણીએ હવે દેવદત્ત પંથકને ર . તે તેને કેડે તેડી ફર્યા કરતા અને નાનાં છોકરા છોકરી સાથે રમતો. એકવાર તેને તેડીને પથક રાજમાર્ગ ઉપર આવ્યું. ત્યાં દેવદત્તને જવરઅવર વિનાના એકાંત ભાગમાં બેસાડીને પિતે બીજા છોકરાં સાથે રમતે વળગે. પંથકનું ધ્યાન રમતમાં હતું, એવામાં લાગ શેતે વિજયારે ત્યાં આવી પહોંચે. ઘરેણાંથી મઢેલા દેવદત્તને એકલે જોતાં જ તેને કાએ લઈ ખેસથી ઢાંકી, તે ઝપાટાબંધ પિલા ઉજન્ડ ઉદ્યાનમાંના કુવા પાસે આવી પહોંચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy