SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મકથાઓ અમાત્ય સુબુદ્ધિ સિવાય ત્યાં બેઠેલી મંડળીએ રાજાની હામાં હા મેળવી; પણ સુબુદ્ધિએ કહ્યુંઃ — “ એમાં શું નવાઈ છે ? એ તા પુદ્ગલ-પરમાણુઓના સ્વભાવ છે. કેટલીક વાર સારાં અને મધુર અવાજવાળાં પરમાણુઓ કાનને ન ગમે તેવા કઠોર અવાજવાળાં થઈ જાય છે, અને કાનને ન ગમે તેવા અવાજવાળાં પરમાણુએ ઉત્તમ, મધુર અવાજવાળાં પણ બને છે. . “ જે અણુએ આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હાય છે, તે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે; અથવા તેથી ઊલટું પરિણામ પણ આવે છે. “સુગ ́ધી અણુએ કેટલીક વાર માથું ફાટી જાચ તેવાં દુર્ગંધયુક્ત પણ થઈ જાય છે; અને દુર્ગંધી અણુએ માથાને તર કરે તેવી સુવાસ પણ આપવા લાગે છે. જીભને સ્વાદિષ્ટ લાગનારાં પરમાણુએ કેટલીક વાર એસ્વાદ પણ અની જાય છે; અને ચાખવાં પણ ન ગમે તેવાં આણુએ અત્યંત મધુર પણ થઈ જાય છે. << “ જે અણુઓના સ્પ કરવાનું આપણુને વારવાર મન થાય, તે જ અણુએ કેટલીક વાર અડકવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે; જ્યારે કેટલીક વાર તેથી ઊલટું પરિણામ પણ આવે છે. “ એટલે કે અમુક ઘણું સરસ અને અમુક હું જ ખરાબ છે એ કાંઈ નવાઈ ના વિષય નથી. “ કેટલીક વાર સરસ વસ્તુ સંયેાગવશાત્ મગડી પશુ પશુ જાય છે અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તા માત્ર પરમાણુઓના સ્વભાવ અને સચેાગની વિચિત્રતા છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy