SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ • મિત્રાચીનાં મૂઢતા છે १६७ ___ यदि 'नामैतेषां नास्ति ज्ञानं, कथं तर्हि मासक्षपणादिदुष्करतपोऽनुष्ठातृत्वमित्यत आहअभिन्नग्रन्थयः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करम् । बाह्या इवाव्रता मूढा ध्वांक्षज्ञातेन दर्शिताः।।१९।। अभिन्नेति । अभिन्नग्रन्थयः = अकृतग्रन्थिभेदाः प्रायः कुर्वन्तोऽप्यतिदुष्करं मासक्षपणादिकं बाह्या इवाऽव्रताः स्वाभाविकव्रतपरिणामरहिता मूढाः = अज्ञानाऽऽविष्टा ध्वांक्षजातेन = वायसदृष्टान्तेन दर्शिताः। यथाहि केचन वायसा निर्मलसलिलपूर्णसरित्परिसरं परित्यज्य मरुमरीचिकासु जलत्वभ्रान्तिभाजस्ताः प्रति प्रस्थिताः, तेभ्यः केचनान्यैर्निषिद्धाः प्रत्यायाताः सुखिनो बभूवुः, ये च नाऽऽयातास्ते मध्याह्नार्कतापतरलिताः पिपासिता एव मृताः । •एवं समुदायादपि मनाग्दोषभीत्या. પડ્યાશવસંવાદિ- “પાર્થ' રૂતિ | તત્તિનેશન્વેવમ્ પ્રાયઃ = વાદુત્યેન મગ્નપ્રન્ય: = सकृदप्यनवाप्तसम्यग्दर्शनाः । अयमभिप्रायः मिथ्यादृष्टयोऽपि भिन्नग्रन्थयः ते नैवंविधाऽसमीक्षितकारिणो કે જો પાપભીરુતા, કદાગ્રહશૂન્યતા વગેરે ગુણો અગીતાર્થમાં હોય અને શાસનહીલના ન થાય કે કોઈ બોધિદુર્લભ ન બને તેવી રીતે નિર્દોષ ગોચરીચર્યા વગેરે આચારોને પાળે તો ય ગીતાર્થની નિશ્રા છોડવાના લીધે અગીતાર્થના તે આચારો નિષ્ફળ છે. પરંતુ જો પાપભીરુતા ન હોય, કદાગ્રહ હોય, પ્રવચનહીલના થાય, લોકો બોધિદુર્લભ બને તેવી રીતે પ્રવૃત્તિ કરવામાં આવે તો ગીતાર્થઅનિશ્રિત તેવા અગીતાર્થ સાધુના નિર્દોષ ગોચરી વગેરે આચારો તેને ભવસાગરમાં ડૂબાડનારા બને છે. કારણ કે નિર્દોષ ગોચરીચર્યા કરતાં પ્રવચનહીલના, કદાગ્રહ, પાપરસિકતા વગેરે દોષો બળવાન છે. માટે ગીતાર્થનિશ્રામાં રહેવા માટે અને પ્રવચનહીલના વગેરે દોષો છોડવા માટે અગીતાર્થ સાધુએ લક્ષ રાખવું. આ બાબત ઉપર અહીં ભાર મૂકવામાં આવેલ છે. (૩/૧૮) “જો અગીતાર્થ સંવિગ્નઆભાસ સાધુઓમાં જ્ઞાન જ ન હોય તો પછી માસક્ષમણ વગેરે દુષ્કર તપને તેઓ કઈ રીતે કરી શકે ?” આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે – ગાથાર્થ :- અતિદુષ્કર તપ કરવા છતાં પણ પ્રાયઃ એવા અગીતાર્થો અભિન્નગ્રન્થિવાળા હોય છે, બાહ્ય કુતીર્થિકની જેમ તેઓ ચારિત્રશૂન્ય હોય છે. અને કાગડાના ઉદાહરણથી મૂઢ જણાવાયેલ છે. (૩/૧૯) હ કર્દષ્ટાંત વિચારણા હ ટીકાર્ય - ગીતાર્થની નિશ્રાને છોડનારા અગીતાર્થો પ્રાયઃ ગ્રન્થિભેદ કર્યા વિનાના એટલે કે ક્યારેય પણ સમકિત નહિ પામેલા હોય છે. અનાદિકાલીન મિથ્યાત્વના પ્રભાવના લીધે જ, માસક્ષમણ વગેરે અત્યંત દુષ્કર તપશ્ચર્યા કરવા છતાં પણ, તે સ્વચ્છેદ સાધુઓ બાહ્ય જૈનેતર તાપસ વગેરેની જેમ તાત્ત્વિક સ્વાભાવિક એવા ચારિત્રના પરિણામથી રહિત હોય છે. કાગડાના દષ્ટાન્તથી તેવા સ્વચ્છન્દ સાધુઓ મૂઢ હોય છે. અજ્ઞાનગ્રસ્ત હોય છે - એવું પંચાલકજીમાં જણાવેલ છે. કાગડાનું ઉદાહરણ આ મુજબ જાણવું. નિર્મળ શીતળ પાણીથી પરિપૂર્ણ એક આલ્હાદક સરોવર હતું. તૃષાતુર બનેલા કેટલાક કાગડાઓ તે સરોવરને છોડીને મૃગજળમાં પાણીની ભ્રમણાથી તે તરફ ગયા. મૃગજળ તરફ જતા તે કાગડાઓને કોઈએ ત્યાં જવાનો નિષેધ કર્યો. તે કાગડાઓમાંથી જેઓ પાછા ફર્યા તેઓ સુખી થયા અને જેઓ પાછા ન આવ્યા તેઓ મધ્યાહ્નના સૂર્યના તાપથી પીડાઈને તરસ્યા રહી મરી ગયા. આ રીતે ગીતાર્થનિશ્રિત એવા સમુદાયમાં રહેવાથી પણ ગોચરી વગેરે સંબંધી ૨. હસ્તાકપુ ‘નામને' રૂત્યશુદ્ધ: 8: | "..• ત્રિદયમધ્યવર્તી પહો હસ્તાવ રાત્તિ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy