SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થજગતમાં જીવનાર વ્યક્તિ પદાર્થ પ્રત્યે આસક્ત થાય છે. એ વિચારે છે કે બીજા તો બધા જતા રહેશે પણ પોતે તો અહીં જ રહી જવાનો છે. પદાર્થ વગર માણસ જીવી ન શકે એ વાતને આપણે સ્વીકારવી જ રહી પણ પદાર્થ વગર માણસ જીવી શકતો નથી એ સત્યનો આપણે સ્વીકાર કરવો જ રહ્યો. પદાર્થસંગ્રહ કર્યા વિના, અપરાધ કર્યા વગર, અનર્થ કર્યા વગર પણ મેળવી શકાય છે એ પણ એક સત્ય છે. એ જરૂરી નથી કે ધન માટે અનૈતિક આચરણ કરવું પડે. જે વ્યક્તિ અનૈતિક આચરણ નથી કરતો, એ પણ જીવે છે. નૈતિક આચરણ કરનાર કદાચ બહુ મોજ/શોખ પૂરા ન કરી શકે, જાહોજલાલીથી જીવી ન શકે એ સંભવ છે પણ તેની જીવનશૈલીમાં સાત્ત્વિકતા હોય છે, પવિત્રતા હોય છે. અનૈતિકતા એક નશો છે, જેને જીવનમાં સ્થાન આપી દીધા પછી વ્યક્તિ જાણે તેના વગર રહી શકતો નથી. એ તેની આદત બની જાય છે. ખબર છે કે એક દિવસ બધું જ છોડીને જવાનું છે છતાં મન માનતું નથી. જાણવા છતાં છોડી શકાતું નથી. આજે વ્યવસાયમાં અનૈતિકતાને માન્યતા પ્રાપ્ત થઈ ગઈ છે. એમ નથી મનાતું કે અનૈતિકતા કરી ખોટું કામ કર્યું છે. ક્યારેક તો બુરાઈને પણ વ્યાપક સ્વીકૃતિ મળે છે. પદાર્થનું મૂલ્ય એટલું પ્રતિષ્ઠિત થઈ જાય છે કે પદાર્થની પ્રાપ્તિના કુમાર્ગો પણ ઘણા લોકોની સ્વીકૃતિ પામે છે. જેની ચેતના જાગૃત ! છે તે પદાર્થની આસક્તિથી મુક્ત થઈ જાય છે. એક વખત નગરમાં સંન્યાસી આવ્યા. તેમની દિનચર્યા અનોખી હતી. એ ઘરોમાં ભિક્ષા માગતા ન હતા પણ ખેતરોમાં વેરવિખેર દાણા વીણીને પોતાનું કામ ચલાવતા. જૈન વિશ્વભારતી પરિસરમાં વાટિકાઓ અને બીજાં સ્થળોએ સુંદર વાક્યો લખ્યાં છે. સેવાભાવી મુનિ ચંપાલાલજીના સમાધિ સ્થળે ચાર પંક્તિઓ છે : સ્વર્ણ ભસ્મ કો ખાને વાલે ઇસી ઘાટ પર આએ, દાને બીન ચબાને વાલે ઇસી ઘાટ પર આએ, ગગન ધ્વની ફહરાને વાલે ઇસી ઘાટ પર આએ, બિના કફન મર જાને વાલે ઇસી ઘાટ પર આએ. રહો અંદર, જીવો બહાર Jain Education International For Private & Personal Use Only ૯૫ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy