SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ રુચિ હોય છે. પ્રશ્ન એ છે કે મુશ્કેલ કામનું બીડું કોણ ઉઠાવશે ? પોંડિચેરીના અરવિંદ આશ્રમમાં એક વિદેશી આવીને શ્રી માને કહ્યું, ‘હું અહીં એટલા માટે આવ્યો છું કે મને સહુથી કઠિન કામ આપવામાં આવે.’ માએ કહ્યું, ‘કઠિન કામ છે જાતને નીરખવી. હું ઇચ્છું છું કે તમે આ કામ જ કરો.' દરેક માણસ પોતાના તરફ આંખ બંધ કરી અન્યની તરફ જુએ છે. એ બીજાની આલોચના કરે છે, સમીક્ષા કરે છે, ક્યારેક નીંદા પણ કરે છે. પોતાની સમીક્ષા અને આલોચના કરનાર લોકો કેટલા મળે ? આટલા માણસો સામે બેઠા છે. એમને અગર હું પૂછું કે સવાર-સાંજ આપનામાંથી કેટલા પોતાના આચારવિચારની સમીક્ષા કરે છે તો કદાચ એક પણ નહીં મળે. અધિકાંશ લોકો એવા મળે જે કરણીય નથી કરતા અને અકરણીય કરે છે. હજારમાં નવસો નવ્વાણું લોકો એવા મળશે જે પોતાની સમીક્ષા કે આલોચના કરતા નથી. સહુથી મુશ્કેલ કામ છે આત્મદર્શન, આત્મનિરીક્ષણ. સ્વાગત કરવાનું સરળ છે પણ સ્વાગત સ્વીકારવું એ મોટી જવાબદારી છે. અગર આપ કોઈ પૈસા લેવાવાળાનું સ્વાગત કરવા ઇચ્છો તો તે ખૂબ આસાનીથી થઈ શકે છે. કંઈક આપ્યું અને આપનું કામ થઈ ગયું પણ ત્યાગ અને સંયમનું સ્વાગત કરવું એ કઠિન છે. આ પ્રકારનું સ્વાગત કરનારે દસ-વીસ વખત વિચાર કરવો જોઈએ કે અમે કોનું સ્વાગત કરી રહ્યા છીએ. અગર સંયમનું, નૈતિકતાનું સ્વાગત કરી રહ્યા છો તો સ્વાગત કરનાર પર એ જવાબદારી આવે છે કે તે પોતે સંયમની સાધના કરે, નૈતિકતાનું આચરણ કરે અને ત્યાગમાં અગ્રણી બને. અગર આમ થાય તો ઠીક નહીં તો માત્ર આયોજન જેવું થઈ જાય છે. જે લોકો સચ્ચાઈને જાણતા નથી તેઓ માત્ર કલ્પનાની વાત માની લે છે. ગામડાનો એક વૃદ્ધ માણસ પ્રથમ વખત શહેર આવ્યો. શહેરમાં એક આલિશાન હોટેલની ઇમારત જોઈ તે આશ્ચર્યચકિત રહી ગયો. હોટેલના ગેટ પર ઊભો રહી તેની ભવ્યતાનું દર્શન કરતો હતો ત્યારે એક વૃદ્ધ મહિલા હોટેલની સ્વચાલિત સીડીઓ પર ઊભી અને જોત-જોતામાં ઉપર જતી રહી. ગામડાંના માણસ માટે આ જાદુ જેવું હતું. માણસ સીડી પર પગ મૂકે અને ચાલ્યા સહુથી મુશ્કેલ કાર્ય Jain Education International For Private & Personal Use Only ૮૭ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy