SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ એમણે કહ્યું, ‘જ્યારથી મેં આલીશાન આશ્રમ બનાવ્યો, મારા ઘણા દુશ્મનો પેદા થયા. જેવી તક મળશે તેવા એ લોકો મારી હત્યા કરવાની નહિ ચૂકે, એટલે આત્મરક્ષા માટે સરકાર પાસે સુરક્ષા માગવી પડી.' સાધુ-સંન્યાસી તો માણસનો ભય દૂર કરી એને નિર્ભય બનાવે છે. જો સાધુઓ જ ભયભીત રહેશે અને હથિયારોથી ઘેરાયેલા રહેશે તો બીજાને શું કહીએ ? ડર એટલો બધો છે કે મારું જે છે તે છિનવાઈ ન જાય. નૈતિકતાના અભાવે ડર જન્મે છે. આરોગ્યની ઇચ્છા રાખનારાએ આવાં કારણો પર પણ વિચાર કરવો જોઈએ. રોગમુક્ત રહેવાનું સહુથી મોટું સાધન છે નૈતિકતા. દવાનો નંબર પછીના ક્રમે આવે. મનોબળ અને નૈતિકતા તો પ્રથમ નંબર ૫૨ છે. અનેક શોધો પછી એમ નિષ્કર્ષ નીકળ્યો કે જેનું ચારિત્ર્ય મજબૂત છે, એની રોગ-પ્રતિરોધક શક્તિ ખૂબ વધી જાય છે. જેનું ચારિત્ર્ય કમજોર છે, નૈતિકતા જેનામાં નથી, એની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી હોય છે. બીમારીઓ ખૂબ ઝડપથી એને ગ્રસી લે છે. આપણા ધર્મનો મૂળાધાર છે નૈતિકતા પણ નૈતિકતા અને ધર્મની બાબતે લોકોએ જબરી ઘાલમેલ કરી છે. કોઈને પૂછીએ કે ધર્મ કરો છો ? તો કહેશે દિવસમાં ત્રણ-ચાર વખત કરું છું. બે વખત નિયમિત મંદિરે જાઉં છું. ભજન કીર્તનમાં રુચિ છે. એના કહેવાનો અર્થ એવો જ હોય કે ધર્મની બાબતમાં તે સક્રિય છે, જાગરુક છે. પણ જીવન-વ્યવહારમાં નૈતિકતા અને પ્રામાણિકતાથી તે જોજનો દૂર છે. આવા માણસને ધાર્મિક કઈ રીતે કહી શકાય ? નૈતિક કઈ રીતે કહી શકાય ? ધાર્મિક ક્રિયાકાંડને નૈતિકતા સાથે કોઈ લેવા-દેવા નથી. એક સંવાદ જોઈએ. ૮૨ બાપે બેટાને કહ્યું, ‘લોટમાં ભેળસેળ કરી લીધી ?’ ‘હા ! પિતાજી ! કરી દીધી.’ ‘સિમેન્ટની બોરીઓમાં રાખ ભેળવી દીધી ?’ ‘કાલે જ ભેળવી !' ‘મસાલાના પેકેટોમાં લાકડાનું ભૂસું ભેળવ્યું ? Jain Education International For Private & Personal Use Only મહાપ્રજ્ઞ વાણી - ૬ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy