SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદમાં એક મહત્ત્વની વાત આવે છે – “આચારઃ રસાયન' આચાર રસાયણ છે. અગર આ રસાયણ છે તો દવા ખૂબ સારી રીતે કામ કરશે. અગર આચાર રૂપી રસાયણ નથી તો દવા વધારે કારગર નહીં નીવડે. હૃદયરોગ અને કોલેસ્ટ્રોલ વધે એવી વસ્તુઓ ખાતા રહીએ છીએ, ડાયાબિટીસ છે અને ગળી વસ્તુનો મોહ છૂટતો નથી. દમ છે અને ભોગ-વિલાસમાં માણસ મગ્ન છે તો પછી ગમે તેટલી દવા લેતા રહીએ, કોઈ ફાયદો થવાનો નથી. રોગ ઉભરતો જશે. જરૂરી છે સમ્યફ આચાર. આચાર એટલે પથ્ય અને પરહેજ. શેનો ઉપયોગ કરવાનો છે અને શું છોડી દેવાનું છે એ બાબતો આચાર અંતર્ગત આવે છે. આચાર છે પથ્ય. આયુર્વેદના આચાર્યોએ કહ્યું : પથ્ય સતિ કિમૌષધમ્ | પથ્થડસતિ કિમૌષધમ્ | પથ્ય છે તો પછી દવા લેવાનો અર્થ શો? અને પથ્ય નથી તો પછી દવા લેવાનો કોઈ અર્થ નથી. બધું વ્યર્થ છે. આચાર એ રસાયણ છે જે પથ્યનું કામ કરે છે. નૈતિકતા એક દવા છે. લોકો એનું મૂલ્યાંકન કરતા નથી, પણ તે એક મહત્ત્વની ઔષધિ છે જે અમૂલ્ય છે. જેને નૈતિકતામાં વિશ્વાસ છે, એ કદી અપ્રામાણિક કામ નહીં કરે, એ કદી ડરશે નહીં. જો ડર નહીં હોય તો તનાવ નહીં હોય અને તનાવ નહીં થાય તો બીમારી નહીં થાય. આપણે સ્વીકારવું જોઈએ કે બીમારી નાની હોય કે મોટી, એનું બહું મોટું કારણ છે ડર કે ભય.. ડરથી ઘણાં લોકો મરી જાય છે. ચીનના એક તાત્વિક સંત થયા. એમણે એક વખત જોયું તો ઘોડા પર કોઈ જઈ રહ્યું છે. એમણે પૂછ્યું, ‘તમે કોણ છો?' હું મહામારી છું.” અહીં કેમ? મારે શાંઘાઈ જવાનું છે.” કેમ? મહાપા વાણી -૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy