SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ખોલેલી નવી શાળાની વાત કરી. તેમણે જણાવ્યું કે આખી શાળા પૂરી વાતાનુકૂલિત છે. દરેક ખંડમાં વિદ્યાર્થીદીઠ કમ્યુટરની વ્યવસ્થા છે. મેં પૂછ્યું, “ફી કેટલી છે?” સંકોચથી તેમણે જણાવ્યું, “આટલા મોટા અને બહુઉદ્દેશીય વિદ્યાલયની ફી વધારે તો થાય જ.” દોઢ લાખ એડમિશન ફી છે. હોસ્ટેલની ફી મહિનાની દસ હજાર છે. પ્રવેશ માટે અત્યારથી જ પડાપડી છે. બધા ફોર્મ અત્યારથી ઉપડી ગયા છે. મેરિટ ઊંચુ હોવા છતાં દૂર-દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓના આવેદનપત્ર આવી રહ્યા છે. મેં કહ્યું કે, “આ વિદ્યાલય નહિ, હિંસાનું એક કેન્દ્ર તૈયાર થઈ રહ્યું છે. આ મોટા લોકોના કારનામાઓ છે. મોટા લોકોની મોટી વાતો અને મોટા કામ. નાના કામ તો તેઓ કરી શક્તા નથી. પાંચ કરોડનું વિદ્યાલય બનાવ્યું. ગામડાંના દૂરદૂરના વિસ્તારોમાં જે મૂડીથી એક સો પ્રાથમિક વિદ્યાલય બની શકે એને એક જગ્યાએ કેન્દ્રિત કરવા એ બુદ્ધિમાન લોકો જ કરી શકે.” દેશમાં દરેક જગ્યાએ આમ થાય છે. જે સમર્થ અને સક્ષમ છે, એમના માટે બધું થાય છે, જે અંતિમ કતારમાં ઊભા છે, એમના તરફ કોઈનું ધ્યાન નથી. જે વહેંચવામાં આવે છે, તે છેવાડાના માણસો સુધી પહોંચતું નથી. સમગ્ર યાત્રા દરમિયાન મેં આવી સમસ્યાઓનો સાક્ષાત્કાર કર્યો છે. સમાધાન કઈ રીતે થાય? કાલે જ મેં આ બાબતે વાત કરેલી, આજે પણ કહું છું કે જ્યાં સુધી મોટા લોકો પોતાના જીવનસ્તરને મધ્યમાં નહીં લઈ જાય, શિખરથી થોડા નીચે નહિ ઉતરે, સમરેખામાં નહિ આવે, ત્યાં સુધી હિંસા, આતંક અને ઉગ્રવાદને રોકી નહિ શકાય. હિંસાની વાળાથી દૂર ઊભા રહીને તમાશો જોનારા પણ પોતાની જાતને આ જવાળાથી મુક્ત રાખી શકવાના નથી. આ આગને અત્યારથી ઓળખી લેવાની જરૂર છે. આગને બુઝાવવાનો એક જ ઉપાય છે કે જ્યાંથી આગ લાગી છે ત્યાં, તેના મૂળમાં પાણીનો પ્રવાહ છોડવો. ધર્મ અને જીવન-વ્યવહારની બાબતમાં આજે એક નવા ચિંતનની જરૂર હિંસા કેમ વધી રહી છે? ૧૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy