SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ થવું છે. એનાથી આગળ કોઈ લક્ષ્ય નથી. પરમ છે વીતરાગ અને વીતરાગથી આપણી ચેતના શુદ્ધ બને છે. ધાર્મિક લોકો શુદ્ધ ચેતનાની વાત કરે તો સારું. આ શબ્દના તાત્પર્યને સમજીને આપણે ત્રૈકાલિક અને વર્તમાનની સમસ્યાઓને સારી રીતે ઉકેલી શકીએ છીએ. હું તો એને મહત્ત્વ આપું જે વર્તમાનની સમસ્યાનું સમાધાન આપી શકે. જે વર્તમાનની સમસ્યાનું સમાધાન ન આપી શકે, એને આગળ લઈ જવાનું ખૂબ મુશ્કેલ છે. એક સંન્યાસીએ પોસ્ટમેનને પૂછ્યું, શું કરે છે ? ‘હું તો ટપાલ વહેંચી રહ્યો છું.’ અને આપ શું કરો છો ? ટપાલીએ પૂછ્યું. ‘હું મોક્ષનો માર્ગ બતાવી રહ્યો છું.' સંન્યાસીએ કહ્યું, ‘પોસ્ટ ઓફિસ જવાનો રસ્તો કયો છે ?' સંન્યાસીએ પૂછ્યું. પોસ્ટમેને કહ્યું, ‘જેને પોસ્ટઓફિસનો રસ્તો પણ ખબર નથી એ મોક્ષનો રસ્તો કઈ રીતે બતાવે ?’ આપણે વર્તમાનને સમજીએ. દર્શનનો ઉપયોગ વર્તમાનની સમસ્યાના ઉકેલ માટે નથી થયો. દુનિયામાં ઘણાં દર્શન છે. જૈનદર્શનનું અનેકાન્ત દર્શન પણ છે. જે દર્શન જીવન-વ્યવહારમાં લાગુ ન પાડી શકાય, જે માનવીય સમસ્યાઓને સુલઝાવવામાં ઉપયોગી ન બની શકે, એનું સમાજ માટે કોઈ વધારે મૂલ્ય હોતું નથી. કોઈ વ્યક્તિ માટે એનું થોડું કે વધારે મૂલ્ય હોઈ શકે છે, સમાજને માટે એ વિશેષ કામનું હોતું નથી. આજે ઘણી સમસ્યાઓ છે. સમસ્યાઓ કેમ ઉકેલવી ? વર્તમાન યુગમાં આવેશ એટલો વધી રહ્યો છે કે તે આજની મુખ્ય સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે. આવેશ તો જૂનો દુર્ગુણ છે પણ વર્તમાનમાં તેની માત્રા વધી છે. પદાર્થવાદી મનોવૃત્તિ આજે ખૂબ વધી ગઈ છે. અનૈતિકતા પણ વધી છે. પદાર્થની આસક્તિના આ યુગમાં અનૈતિકતા પણ વધી છે. પદાર્થની આસક્તિના આ યુગમાં અનૈતિકતાનું વધવું સ્વાભાવિક છે. હમણાં એક ભાઈએ કહ્યું, ‘દરેક જૈનદર્શન અને અનેકાન્ત Jain Education International For Private & Personal Use Only ૧૧૭ www.jainelibrary.org
SR No.004935
Book TitleMahaprajana Vani
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Shubhkaran Surana
PublisherAnekant Bharati Prakashan
Publication Year2009
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy